________________
૮૮૨ ]
[ શારદા શિરમણિ નથી જવું. બા ! એ લોકોનું ન કહેવાય, છતાં ત્યાં આપણે જેટલા પૈસા આપવા હેય તેટલા આપી શકાય. આપ મને જવા દે ને ! છતાં નાગીલાએ હા ન કહી એટલે શ્રીદેવીએ કહ્યું-બા ! ઘેર આયંબીલ કરું. બાજરીનો એક રોટલી બનાવીને પાણી સાથે ખાઈ લઈશ. સાસુએ કહ્યું-ભલે, તે રીતે કર. આ શ્રીદેવી ઘરનું બધું કામકાજ કરે. તેમાંથી નવરી પડે ત્યારે એક રેટ બનાવીને પાણી સાથે ખાઈ લે. અત્યારે તે આયંબીલમાં ઘણી વસ્તુઓ વધી ગઈ છે. શ્રીદેવીએ આ રીતે ઓળી કરી પણ રેજ સાસુને કકળાટ તે ચાલુ જ હેય. શ્રીદેવીનું પિયર તે ગામમાં હતું. તે કઈ વાર પિયર જાય ત્યારે તેને સૂકાયેલી જોઈને મા-બાપ પૂછે, દીકરી ! તું સૂકાઈ કેમ ગઈ છે ? તને દુઃખ તો નથી ને? ત્યારે તે કહેતી, બા ! શરીરને સ્વભાવ છે. મને કાંઈ દુઃખ નથી. સાસુ માટે તે એક અક્ષર પણ ખરાબ બેલતી નહિ. તે તે કહેતી મારા સાસુ સસરા દેવ જેવા છે. મને તે દીકરીની જેમ રાખે છે. તે જરા પણ દુઃખની વાત કરતી નહિ. શ્રીદેવી એટલી ખાનદાન છે કે એના માથે ગમે તેવું દુઃખ પડે પણ વાત જરાય બહાર જવા દેતી નહિ. તેની બહેનપણીઓ પૂછે તે પણ બધાનું સારું બોલતી. તે એક જ સમજતી કે આ પૂર્વકૃત કર્મોના ફળ છે. આટલા દુઃખમાં તેણે કઈ દિવસ મોઢું ચઢાવ્યું નથી. સદા પ્રસન્ન મુખમુદ્રા અને એ જ મીઠું મંદ હાસ્ય વેરતું મુખ. કેટલી સહનશીલતા ! જે આ ગુણ ન હોત તે આપઘાત કરી બેસત,
નાગીલાએ વીટી માટે ચેરીનું ચઢાવેલું આળ ? એક દિવસ એવો ગોઝારો આવ્યું કે સસરાની વીંટી પડી ગઈ ને ખોવાઈ ગઈ. તેમણે કહ્યું-વહુ બેટા ! મારી વીંટી પડી ગઈ છે; મેં ઘણી ધી પણ મળી નથી આપ કચરો કાઢે ત્યારે જે જે. ઉલે બાપુજી ! શેઠ તે બહાર ગયા. સવારમાં તેણે કચરો વાળે ત્યારે વિટી કચરામાંથી જડી ગઇ. તે સમયે સસરા હતા નહિ અને સાસુજી બાથરૂમમાં સ્નાન કરવા ગયા હતા એટલે તેણે વીંટી એક પાટીયા પર મૂકી દીધી અને પિતાનું કામ કરવા લાગી. શ્રીદેવી એક મજુરણની જેમ આખા ઘરનું બધું કામ કરતી છતાં સાસુને કયારે પણ દયા ન આવે. સાસુ નાહીને બહાર આવ્યા ત્યારે શ્રીદેવીએ કહ્યું–બાપુજીની વીંટી મને કચરો વાળતા જડી છે. તે મેં પાટિયા પર મૂકી છે. બસ, સાસુને તે આટલું જ જોઈતું હતું. તે તે નાચવા લાગી અને વહુ પ્રત્યે જેમ તેમ ગાળાનો વરસાદ વરસાવવા લાગી. અરેરે..છપ્પરપગી ! ચોરટી ! તે જ વીંટી ચેરી લીધી છે. ઘરમાં રહીને આવી રીતે ચોરી કરાય ? જા, નીકળ ઘરની બહાર. આવા ધંધા કરવા આવી છે? બસ, ચોરી કરી કરીને બાપનું ઘર ભરવામાં સમજી છે. આ પ્રમાણે નાગીલાએ તે વચનના બાણની ઝડી વરસાવવા માંડી છતાં એક પણ શબ્દ બોલ્યા વિના તે ઘરનું કામ કરતી.
શ્રીદેવી ઉપર ગુજારેલ કેર : નાગીલા આ રીતે બોલી રહી હતી ત્યાં શ્રીદેવીને પતિ આવ્યો. તેને ઉશ્કેરવા નાગીલા વિશેષ બલવા લાગી. વીંટી ખેવાયાની વાત કરી. વીટી શ્રીદેવીએ છૂપાવી હતી. સાસુએ તે મીઠું મરચું ભભરાવીને બરાબર