________________
૮૭૮ ]
[ શારદા શિરોમણિ માની તેની સરભરામાં પડયા છે. આત્માનું પતન કયાં થઈ રહ્યું છે? શરીર પાછળ જીવ પિતાના આત્માને ભૂલી ગયું છે. કદાચ સ્ટીમરને નુકશાન થાય તે કપ્તાન તેનું સમારકામ જરૂર કરે પણ તેની ઉપેક્ષા ન કરે. કયારેક દરિયામાં ભયંકર તેફાન થાય તે કપ્તાન સ્ટીમરને બચાવવા તેનાથી થાય તેટલા પ્રયત્ન કરે પણ કર્મયોગે એવું બને કે સ્ટીમરને બચાવવાની કોઈ બારી ન રહે તે કપ્તાન સ્ટીમરને છેડીને પાણીમાં કૂદી પડે અને પાણીમાં તરીને પિતાની જાતને બચાવી લે પણ સ્ટીમર બચાવવા માટે પિતાના પ્રાણ ન ગુમાવે.
સ્ટીમર દરિયાને પાર કરવામાં સ ધનભૂત છે પણ કટોકટીને પ્રસંગ આવે ત્યારે કપ્તાન સ્ટીમરને છોડીને પોતાના પ્રાણ બચાવે છે, તેમ આ શરીર ભવસાગરને તરવા માટે સાધનભૂત છે, આ શરીર દ્વારા સાધના થઈ શકે છે માટે તેને સાચવવાનું છે. શરીર જ્યારે કામ ન આપે, કોઈ સાધના થઈ શકે એવા સંયેગો ન રહે તે જીવતા કાયાની મમતા છેડી શરીરને સરાવી સંથારે કરી દે. જે જે મહાપુરૂ થઈ ગયા તેમણે અઘોર સાધનાઓ કરી પણ જ્યારે લાગ્યું કે આ શરીરથી હવે કાંઈ સાધના થઈ શકતી નથી ત્યારે તેમણે જીવતા કાયાને સરાવી સંથારા કરી દીધા. જે અંતિમ સમય સુધારો છે, સંથારાના ભાવ લાવવા છે તે અત્યારથી આત્મામાં જ્ઞાન-દર્શનને ખજાને ભરી દો. ભેદજ્ઞાન મેળવી લે કે સ્ટીમર તે કપ્તાન નથી અને કપ્તાન તે સ્ટીમર નથી તેમ શરીર તે આત્મા નથી અને આત્મા તે શરીર નથી. આત્મા શરીરથી જુદો છે. આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ એ છે કે દરેક ગતિમાં દરેક ભવમાં આત્માએ શરીરને જીવનનું સર્વસ્વ માન્યું છે તેથી ચાર ગતિમાં ભટકી રહ્યો છે. આખો દિવસ કામ કરે તે કહેશો કે થાકી ગયા. દીકરીના લગ્ન હતા. આઠ દિવસ લગ્નનું કામકાજ કર્યું પછી કહેશો કે હાશ, હવે થાકી ગયા. આપણે આત્મા કેટલા કાળથી ભટકે છે. તેને થાક લાગે છે? ત્યાં કેઈક દિવસ તે બેલે કે હાશ, હવે થાકી ગયો છું.
ભટકવું કયાં લગી તારે, પ્રવાસી પંથ બદલી લે (૨)
પહેચવા મુક્તિના દ્વારે, પ્રવાસી પંથ બદલી લે (૨) હવે ભટકવાને થાક લાગ્યો હોય અને મુક્તિ મંઝીલે પહોંચવું હોય તો તારે પંથ બદલી લે. યાદ રાખજો કે સ્ટીમર ગમે તેવી સારી હોય પણ કપ્તાન ન હોય તે નકામી છે. સ્ટીમર વિના કપ્તાન દરિયામાં તરીને સામે પાર જઈ શકે છે. સ્ટીમર વિના હજુ કપ્તાનને ચાલશે પણ કપ્તાન વિના સ્ટીમર તે નહિ ચાલે. દરિયે, સ્ટીમર અને કપ્તાન આ ત્રણેમાં મહત્ત્વનું કઈ હોય તે એક કપ્તાન છે. કપ્તાન હોય તે સ્ટીમર વિરાટ સાગરને પાર લઈ જાય છે. કપ્તાન વગર સ્ટીમરની કઈ કિંમત નથી. દરિયા સમાન સંસાર, સ્ટીમર સમાન શરીર, અને કપ્તાન સમાન આત્મા આ ત્રણેમાં મુખ્ય આત્મા છે. આત્માની ભાભવની તૃષા શાંત કરનાર માટલાના મીઠા પાણું સમાન જિનવાણું છે.