________________
શારદા શિરેમણિ ]
[ ૮૭૩ ડ પની ગાદી હોય તો ય ચાલશે અને કઠોર ભૂમિ હશે તે ય ચાલશે. મને જે હશે તે ખાવાનું ભાવશે. દૂધપાક હશે તે ભાવશે અને રોટલે ને છાશ હશે તે પણ ભાવશે. આવું જીવન કેળવાશે તે જમવા છતાં તપ છે. તમે દુકાનેથી જમવા ગયા, બેનને રસોઈ કરતાં મોડું થઈ ગયું. તેના મનમાં ગભરાટ છે. પતિને ભાવતું શાક બનાવી શકી નથી. તમે કહ્યું-ગભરાશો નહિ. જે હશે તે મને ચાલશે. તે પત્નીના હૃદયમાં કેવી ઠંડક વળશે ? આ ત્રણ વાત જીવનમાં આવી જાય તે સારા બન્યા વિના રહીએ નહિ.
બીજાનું અપમાન કરવા જતાં પિતાની થયેલી ખુવારી: ભાઈએ શેઠનું અપમાન કરવા ઇરાદાપૂર્વક વા પાપડ આયે. તેમના મનમાં એમ હતું કે શેઠનું મોટું બગડશે પણ શેઠનું મોટું જરા પણ ન બગડયું. જમણવાર તો પતી ગયે. સૌ જમીને રવાના થયા. ભાઈના મનમાં થયું કે જેનું અપમાન કરવા મેં બધી મિલ્કત ફના કરી દીધી, દાગીના વેચી દીધા અને કરજ કર્યું છતાં તે શેઠની રેખા પણ ન બદલાઈ. તેણે જમણને બધો હિસાબ કર્યો તો મૂડી બધી સાફ થઈ ગઈ, દાગીના વેચાઈ ગયા ને ઉપરથી કરજ થયું. પેલા શેઠે તો પોતાની પાસે અઢળક સંપત્તિ હતી તેથી સ્વામી વાત્સલ્ય કર્યું હતું. આ ભાઈ પાસે તે એટલી મૂડી હતી નહિ છતાં તુચ્છ વૃત્તિવાળા ! એ શેઠનું અપમાન કરવા કરજ કરીને પણ જમણ કર્યું. હવે તે ખાવાના સાંસા પડ્યા. ત્રણ દિવસમાં ગામમાં વાત ફેલાઈ ગઈ. બધાને ખબર પડી કે આ ભાઈએ પિતાની તમામ મૂડી ખચીને અને કરજ કરીને સ્વામી વાત્સલ્ય કર્યું પણ હવે ખાવાના સાંસા પડયા છે. આ વાત ફેલાતા ફેલાતા શેઠના કાને પહોંચી ગઈ. હવે જે જે શેઠની ગંભીરતા કેટલી છે !
કયાં શેઠની ગંભીરતા અને કયાં મારી તુચ્છતા : શેઠે વિચાર કર્યો કે મેં જમણ કર્યું તે આટલે ખર્ચો આવ્યા હતા ત્યારે આ ભાઈએ તો મારાથી સવાયું કર્યું છે માટે તેમને આટલે ખર્ચો આવ્યો હશે ! એટલા રૂપિયા લઈને શેઠ તે ભાઈના ઘેર આવ્યા. આ ભાઈની આંખમાં આંસુ હતા. શેઠે પૂછયું-દીકરા કેમ રડે છે? તને શી મૂંઝવણ છે? આજે તે દુનિયામાં આટલા મીઠા બે શબ્દોના પણ સાંસા પડ્યા છે. શેઠે કહ્યું-ભાઈ ! તું રડ નહિ. લે આ પિસા ઉઠ ઊભો થા. આ પૈસાથી ધંધે ચાલુ કર, બેકાર બેસી ન રહે. આ જોતાં ભાઈના મનમાં થયું કે મેં શેઠનું અપમાન કરવા જમણવાર કર્યો ત્યારે આ શેઠ તે કેટલા ગંભીર કહેવાય ? તેમને તે મનમાં પણ અપમાન લાગ્યું નહિ ને ઉપરથી મને આટલી સહાય કરવા આવ્યા. કયાં એમની ગંભીરતા અને કયાં મારી તુછતા ! આ ભાઈએ સારા દેખાવા પ્રયત્ન કર્યો અને શેઠે સારા બનવા પ્રયત્ન કર્યો. આજે જે સારા દેખાવા શું કરે છે? માથાના વાળ સફેદ થઈ ગયા છે તેને કાળા કરવા માટે કલપ લગાડે. પણ એ ક્યાં સુધી રહેશે ? આ કાયાને ગમે તેટલી જાળવશો તે પણ અંતે રાખ થવાની છે માટે સારા દેખાવા કરતાં સારા બનવાની જરૂર છે. સારા બનવા માટે કદાચ કો આવે તે પણ ચિત્તની પ્રસન્નતા છોડવી ન જોઈએ.
કેવા બનશે ?: રૂપક : એક કુહાડી પડી હતી. તેની ધાર સુગંધથી હેંકી