________________
૮૭૨ ]
[ શારદા શિરેમણિ જમવામાં આનંદ નથી આવતું.
અક્ષુદ્રતાના ગુણને ખીલ : સ્વામીવાત્સલ્ય છે એટલે નાના મોટા સર્વે આવે. પિલા સજજન શેઠ પણ આવ્યા છે. તે જમવા બેઠા છે. પીરસનાર ટોપલામાં પાપડ લઈને નીકળે. તેણે ઈરાદાપૂર્વક વા પાપડ આપ્યો. શેઠ કહે ભાઈ! મને તે પાપડ વગર ચાલશે, છતાં પીરસનારે તે હા પાપડ શેઠન ભાણામાં મૂકો. બધાને આ પાપડ અને મને વા જ કેમ આપે ? શેઠને તે આ કાંઈ વિચાર નથી આવતો. જરાય ગુસે ન આવ્યું. તેમના મુખ પરની રેખા જરાય બદલાઈ નહિ. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલે ફરક છે. ગમે તેવા સંગમાં જ્ઞાની હસતા રહે છે. તે સમજે છે કે આ બધી વિભાવ દશા છે. આ ભાઈએ હા પાપડ આ છતાં મનના ભાવ જરા પણ ન બગાડવા. શ્રાવકના ૨૧ ગુણમાંથી શેઠના જીવનમાં અક્ષુદ્રતાનો ગુણ બરાબર ખીલેલે છે. અક્ષુદ્રતા એટલે ગંભીરતા. ગંભીરતાવાળે માનવી દુનિયામાં સાચું માન મેળવી જાય છે. જીવનનું સાચું દર્શન ગંભીરતા વિના થઈ શકતું નથી. શેઠના જીવનમાં ગંભીરતા હતી અને આ ભાઈના જીવનમાં ક્ષુદ્રતા-તુચ્છતા હતી. જીવનમાં જે ગંભીરતા ન હોય તો માનવી નાની બાબતને મોટું સ્વરૂપ આપી દુઃખી થાય છે. વર્ષો જુનો વજનને પ્રેમ એક દિવસમાં બગાડી નાંખે છે. તેનું ધાર્યું ન થયું, કેઈએ બરાબર આવકાર ન આપે તે તેના શુદ્ર મનમાં કોધની જવાળ ભભૂકી ઉઠે છે. તરત તે ગમગીન બની જાય છે અને મનમાં દુઃખી થાય છે. જે ગંભીરતા ન હોય તો તે આવેશમાં આવી જાય છે અને મગજ પર કંટ્રોલ ગુમાવે છે પછી પરિણામ વિપરીત આવે ને પસ્તાવાને પાર રહેતું નથી.
આ ભાઈને જીવનમાં તુચ્છ વૃત્તિ હતી. તેને અડધે પાપડ મળે, તેમાં શેઠના તેના અપમાન કરવાના ભાવ ન હતા. પીરસતા પીરસતા સહજ રીતે અડધો વધે તે આ હતો અને બીજો લાવવાનો કહ્યો હતો છતાં પોતે તેમાં પોતાનું અપમાન સમજીને પિતાની તમામ માલમિલ્કત, દાગીના વેચીને શેઠને હલકા પાડવા સ્વામી વાત્સલ્ય કર્યું. તણે શેઠનું અપમાન કરવા ઈરાદાપૂર્વક વા પાપડ આપ્યો પણ શેઠના જીવનમાં ગંભીરતા હતી એટલે તે તે બધું પચાવી ગયા. તેમને સારા બનવું હતું. તેમણે કહ્યું મને પાપડ નહિ હોય તો પણ ચાલશે.
આજે માનવીનું જીવન સ્વાદિષ્ટ ખાણીપીણા ખાવામાં પસાર થઈ રહ્યું છે. જે સારા બનવું છે તો એ વિચાર કરે કે મારે જીવવા માટે ખાવાનું છે પણ ખાવા માટે જીવવાનું નથી. પાપડ આવે તો ભલે અને ન આવ્યું તે ભલે. આ વાત તમને બરાબર લાગે છે? આયંબીલની ઓળીના પવિત્ર દિવસે ચાલે છે. બેલે, આ નવ દિવસ લીલેરી શાક કોણે કર્યું? આટલી મોટી સભામાં પાંચદશ જણું. શું નવ દિવસ લીલેરી વગર ન ચાલે? આવા આરાધનાના દિવસોમાં લીલેરી શાકને અભયદાન આપી શકતા નથી ? તમે ત્રણ વાત શીખી જાવ. ગમશે, ચાલશે અને ભાવશે. જે હશે તે બધું મને ગમશે.