________________
૮૭૦ ]
[ શારદા શિરેમણિ છે” આવા ભાવ જગાડે છે જ્યારે નિંદાથી “હું આટલું બધું અવગુણી, હું આ અધમ” આવા ભાવ આવે છે. જેને સારા બનવું છે તે તે પિતાની નિંદા કરનારને દુશ્મન કે અપકારી નહિ માને પણ પરમ મિત્ર અને ઉપકારી માનશે. જે સારા દેખાવું નથી પણ સારા બનવું છે તે તમારી કોઈ નિંદા, ટીકા કરે તે સહન કરવું પડશે.
પથ્થરમાંથી એક મૂર્તિ બનાવવી હોય તો પથ્થરને કેટલા ટાંકણા સહન કરવા પડે છે ત્યારે તે મૂતિ બને છે. તે સારા બનવું છે તો કેઈ નિંદા કરે, અપમાન કરે, હડધૂત કરે, વાંક ન હોય છતાં નિંદા કરે તે સહન કરવું પડે. ઘણાને એવી ટેવ હોય છે કે તેનું મનગમતું ન કરી શક્યા છે તે આપણી નિંદા કરવાના. તે સહન કરતાં શીખીશું તે સારા બની શકીશું. સોનાને તેજાબમાં પડવું પડે છે, તેની અગ્નિ પરીક્ષા થાય છે તે તેના મૂલ્ય અંકાય છે. હીરાને પહેલા તેડે, કકડા કરે પછી સરાણે ચઢાવે, પાસા પાડે, આટલું સહન કરે ત્યારે તેની કિંમત થાય છે. સારા બનવું છે તે કસોટી તે આવે પણ સમભાવે સહન કરીએ તે સારા બની શકાય. કેઈ આપણને સારા કહે તેથી સારા બની જવાના નથી. સારા બનવું એટલે કેવા થવું? તમે સારે કેને કહેશે?
ખાને કે ખોખાના માલિકને ? ખાનું સારાપણું એટલે શરીરની સુંદરતા, નિરગીતા, કોઈ પ્રશંસા કરે આ શરીરનું સારાપણું છે, તેથી સારા દેખાવ છે. સારા બનવા માટે દાન, શીલ, દયા, ક્ષમા વગેરે ગુણેને મહત્વ આપવાનું છે. જેને માત્ર સારા દેખાવાની ભાવના છે પણ સારા બનવું નથી તેવા જ બહારથી દાની, દયાળુ હોવાને દેખાવ કરશે. સારા દેખાવા માટે પૈસા છેડવા પડશે તે છોડી દેશે. - એક શેઠ હતા. તેમને સારા બનવાની ભાવના હતી. તે ખૂબ સરળ, ભદ્રિક હતા અને સ્વધર્મની ભક્તિ કરતા. કેઈ સ્વધામ તમારે આંગણે આવે તે જ્ઞાનચર્ચા કરવાને લાભ મળે. જ્ઞાનગોષ્ઠી કરતા આત્માને વિકાસ થાય. કોઈ વાર એવા પુણ્યાત્મા આવી જાય તે ઘરનું આખું વાતાવરણ સુધારી દે. આ શેઠને વિચાર થયો કે મારી પાસે સંપત્તિ ઘણી છે તે વધમી ભક્તિને લાભ લઉં. મારા આંગણે શ્રીમંત સ્વધર્મ તે આવે પણ બિચારા ગરીબ ખાસ કેઈ આવતા નથી. હું સ્વામીવાત્સલ્ય કરું તે મારા આંગણે શ્રીમંત-ગરીબ બધાના પગલા થાય. શેઠ સારા દેખાવા માટે આ નથી કરતા પણ સારા બનવા માટે કરે છે. તે કઈ આશાથી આ કરતા નથી. તેમના મનમાં એક જ ભાવ છે કે સ્વધર્મીઓને જમાડીને હું લાભ લઉં.
સ્વધર્મીની ભકિત કરતા પવિત્ર શેઠ ઃ આ શેઠને સ્વમીની સેવા કરવાનું મન થયું. ગામમાં જાહેર કર્યું કે આજે સ્વામી વાત્સલ્ય છે. શેઠ પિતાનું નામ પણ જાહેર કરતા નથી. બધા એકબીજાને પૂછે છે આજે કેના તરફથી સ્વામી વાત્સલ્ય છે? કેણ જમાડે છે? બધા કહે, ખબર નથી. બધા જમવા આવ્યા. થાળી વાડકા મૂકાઈ ગયા. શેઠ સાવ સાદા વેશમાં બધાને પીરસવા નીકળ્યા. બધાના મનમાં થયું કે આ શેઠ તરફથી સ્વામી