________________
૮૭૪]
( શારદા શિશમણિ રહી હતી. બાજુમાં બીજી એક કુહાડી પડી હતી. તેણે પૂછયું-આટલી બધી સુગંધ તારામાં
ક્યાંથી આવી? સુગંધવાળી કુહાડી રડવા લાગી. કેમ બેન રડે છે ? બેન ! શું કહું તને? આ સુગંધ મારી પોતાની નથી. હું તે જંગલમાં ચંદનના લાકડા કાપવા ગઈ હતી. મેં મારી ધારથી ચંદનના લાકડા કાપ્યા. ચંદનના લાકડાએ કપાતા કપાતા ય મારામાં તેની સુગ ધ મૂકી. તેણે ઘા વેડયા. તે કપાઈ ગયા છતાં મને સુગંધ આપી. ચંદનને કાપી નાંખો, છોલી નાંખો, ઘસો તો એ બધું વેઠીને બીજાને સુગંધ આપે છે. તેણે સુગંધ આપવાને સ્વભાવ ન છેડો અને કુહાડીએ કાપવાને સ્વભાવ ન છેડો. ચંદને આટલા કષ્ટો વેઠયા તે જગતમાં સૌરભ પ્રસરાવી છે. અનંતકાળમાં અનંતીવાર કુહાડી બન્યા છીએ. હવે આ જન્મમાં ચંદન બનીને જવું છે. કાપવા આવનારને ય સુગંધનું દાન કરવું છે. જે આવું જીવન બનશે તો સારા બની શકાશે.
બહારથી સારા દેખાવા સારા કામ કરે તે કદાચ સુખસગવડવાળી સદ્ગતિ મળે પણ ત્યાં સદ્બુદ્ધિ ન મળે. પરકમાં સદ્દબુદ્ધિ સારા બનવાથી મળે. જે અહીં સારો બન્યો નથી એટલે ખરાબ ભાવે હૈયામાં રમતા હોય તે પરભવમાં એ સાથે જાય. આપ
એટલું યાદ રાખજે કે સારા દેખાવું એ ધર્મનું ફળ નથી પણ સારા બનવું એ ધર્મનું ફળ છે. આ આત્માએ અનંતકાળથી સારા દેખાવા માટે મહેનત કરી છે પણ સારા બનવા માટે નથી કરી. જે મહાપુરૂ થઈ ગયા તેમણે સારા બનવા માટે મુખ્ય એક રસ્તે અપનાવ્યા. કોઈના સારા બેટા અભિપ્રાયની અસર મન પર થવા દીધી નહિ. કઈ સારે બેલે, પ્રશંસા કરે તે ફુલાઈ ગયા નહિ અને કેઈ નિંદા કરે તો અકળાયા નહિ. બંનેમાં સમભાવ રાખે. આ વાતને લક્ષમાં રાખીને તેઓ જીવન જીવ્યા, ન માનને વધાવ્યું, ન અપમાનને તિરસકાયું, ન પ્રશંસાને સારી માની, ન નિંદાને ખરાબ માની, ન સુખ પાછળ દોડયા, ન દુઃખથી ભાગ્યા. જે જીવનને સારું બનાવવું છે તે દોષમુક્ત બનાવે. તમારી નિંદા કરે તેને તિરરકારો નહિ પણ આવકારે. સારા બનવું છે તે બીજાની પ્રશંસા કરે અને પિતાના દુકૃત્યની નિંદા કરે.
આનંદ ઉલ્લાસ જોતા શિવાદેવીએ કરેલો પ્રશ્ન : આનંદ શ્રાવક પિતાના જીવનને સારું બનાવવા માટે વ્રતધારી બનીને ઘેર જવા તૈયાર થયા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર વંદન નમસ્કાર કરી વૃતિ પલાશ ઉઘાનથી બહાર નીકળ્યા. આનંદ શ્રાવકની પત્ની શિવાનંદ બારણામાં રાહ જોઈને ઊભી છે. હજુ મારા પતિ કેમ ન આવ્યા? ત્યાં તેણે પતિને દૂરથી આવતા જોયા. અહો! આજે મારા પતિના મુખ પર જે આનંદ, ઉલ્લાસ અને ઉમંગ છે તેવો આનંદ ઉલ્લાસ મેં કયારે પણ જે નથી. તે વિચાર કરે છે કે તેમના મુખ ઉપર આજે આટલે બધે ઉલ્લાસ કેમ દેખાય છે? આજે તે કોઈ અનેરો આનંદ ઝળહળી રહ્યો છે. તમારા મુખ પર આટલે આનંદ જ્યારે હોય? તમે ખૂબ કમાણી કરીને આવ્યા હોય ત્યારે. ઉપાશ્રયથી ઘેર જાવ ત્યારે આટલે આનંદ હેય ખરે? દેહ અને આત્માનું ભેદ જ્ઞાન થશે ત્યારે સમજાશે કે