________________
શારદા શિરોમણિ ]
[ ૮૪૯ કરવાથી અતિચાર લાગે છે. ૧૨ વ્રત પૂરા થયા. આનંદ શ્રાવક ૧૨ વ્રત અતિચાર સહિત બરાબર સમજ્યા અને અંગીકાર કર્યા. તેમણે કહ્યું –અહે ! મારા ત્રિલેકીનાથ પ્રભુ ! હું ૧૨ વ્રતમાં અતિચાર નહિ લગાડતા ખૂબ સુરક્ષિત રીતે સાચવીશ. તેમને તો રોમેરોમમાં આનંદ થયે કે આજે મારું જીવન ધન્ય બની ગયું.
જ્ઞાની કહે છે કે વ્રત લીધા પછી વ્રત લીધાનો આનંદ લેવો જોઈએ. વ્રતથી સુખ છે અને અવ્રતથી દુઃખ છે એ નિશ્ચય થઈ જાય તે વ્રતના પાલનમાં આનંદ આવે. વ્રત મારા આત્મા માટે હિતકારી છે એવી શ્રદ્ધા હોવી જોઈએ. વ્રતથી વિપત્તિઓ ભાગે અને અગ્રતથી યાતનાઓ વધે. વત પર પૂર્ણ પ્રેમ જોઈએ અને અગ્રત પર ભારે નફરત જોઈએ તે વ્રતનું પાલન વિશુદ્ધ થઈ શકે. ૧૨ વ્રત મળવાથી હું ધનવાન બની ગયે એ ભાવ આવ જોઈએ. વ્રત પાલન કરતાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તે જરા પણ મૂંઝાવું ન જોઈએ. પ્રાણ જાય તો ભલે પણ વ્રત જવું ન જોઈએ. અત્રતની અકળામણ થાય તે વ્રતને આનંદ આવે,
નિષ્પાપ જીવન જીવવા માટે આ માનવજીવન મળ્યું છે. તેને ગ્રહણ કરીએ તે નિષ્પાપ જીવન જીવી શકાય. વ્રતે પાપથી બચાવે; તે કષાયથી, વાસના વિકારોથી અને દુર્ગતિ ગમનથી બચાવે. વ્ર સ્વર્ગ અને સિદ્ધિ સુધી પહોંચાડે. “સર્વ સુખનું મળ શ્રત અને સર્વ દુઃખનું મૂળ અવત.” વ્રત લીધા પછી ઉત્તરોત્તર આનંદ વૃદ્ધિ પામતે રહેવું જોઈએ. વ્રતનું મહત્વ મનમાં વસી જાય તો મોક્ષ દૂર ન રહે. વ્રતમાં વેદનાને અનુભવ ન થતાં વિદ (આનંદ)નો અનુભવ થવો જોઈએ. વ્રતથી અવિરતિનું પાપ રોકાય. ઈન્દ્રિયો કાબૂમાં આવે અને મન વશ થાય. વ્રત પાળવામાં પ્રદ રાખવો પણ પ્રમાદ ન રાખ. આનંદ શ્રાવકે વ્રત લીધા. તેમને તો જાણે અપૂર્વ નિધાન મળ્યું હોય એ અપૂર્વ આનંદ છે. તેમણે પ્રભુ પાસે શ્રદ્ધાપૂર્વક ૧૨ વ્રત અંગીકાર કર્યા. હવે શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : રાજાએ કહ્યું- પુણ્યસાર ! તું તારા મિત્રને રૂમમાં લઈ જઈને બધી વાત પૂછી આવ. સજજન, ગુણવાન વેપારી આપણું નગરમાં આપધાત કરે તે આપણા માટે કલંક છે. તેના માતાપિતા જાણે તે કહે કે રાજા, નગરશેઠે કેઈએ ન બચાવ્યું, માટે આપણે તેને બચાવે છે. હું તેને પૂછજે; કદાચ પૈસાની જરૂર હોય તે મારા ભંડાર ખુલ્લા છે. બે ચાર કરોડ જેટલા જોઈએ તેટલા દેવા તૈયાર છું. તું સંકેચ ન રાખીશ. આપણે તે તેને કોઈ પણ હિસાબે બચાવે છેઆ રીતે રાજાએ ખૂબ ભલામણ કરી.
પિશાક અને દાગીનામાં પતિને આભાસ : પુણ્યસારે ગુણસુંદરને હાથ પકડીને કહ્યું- ઉઠ, ઊભે થા. ગુણસુંદર કહે મારે આવવું નથી. પુણ્યસારે પરાણે ઊભે કર્યો અને તેને અંદર રૂમમાં લઈ જઈને ખુરશી પર બેસાડે. મિત્ર ગુણસુંદર ! હવે ૫૪