________________
૮૬૦ ]
[ શારદા શિરેમણિ છે તે માટે મહાન આધ્યાત્મિક બળ અને સાધનાની આવશ્યકતા છે. મોક્ષાથી સાધકને માટે મિથ્યાત્વ રૂપી રાવણને જીત તથા કષા પર વિજય મેળવે એ સાચી વિજય દશમી મનાય છે. રામની પાસે સત્યતા, નીતિ, ન્યાય અને ધર્મ હતો એટલે આજે સૌ કઈ રામને યાદ કરે છે. રાવણના જીવનમાં અધર્મ, અનીતિ હતી તેથી લે કે તેના પર નફરત કરે છે. આ દિવસે લેકે રાવણનું બનાવટી પૂતળું બનાવી તેની સામે લડવા જતાં હોય એવું દશ્ય ઊભું કરે છે. રામના જીવનમાં ધર્મ હો તો તેમને વિજય થયો અને રાવણના જીવનમાં અધર્મ હતું તેથી તેનો પરાજય થયે. આપણે જીવનમાં મિથ્યાત્વ રૂપી રાવણ પર વિજય મેળવીને સમ્યક્ત્વને દીપક પ્રગટાવીએ એ જ ભાવના સહિત વિરમું છું. આ સુદ ૧૧ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૫ : તા. ૨૪-૧૦-૮૫
તીર્થકર ભગવંતોએ જેને અર્થથી કહી, ગણધરેએ જેને સૂત્રથી ગૂંથી અને આચાર્યોએ લખી એવી દ્વાદશાંગી તે આ દુનિયાની દીવાદાંડી છે. સર્વજ્ઞ ભગવંતો અને એમની દ્વાદશાંગી વાણી સિવાય સંસારના સાચા સ્વરૂપને ઓળખાવનાર કેઈ નથી. બલિહારી એ તારક તીર્થકરેની કે જેમણે ઘોર અંધકારમાં દ્વાદશાંગીને દીપક પ્રગટાવ્યો. આ સંસાર સાગરમાં દ્વાદશાંગી એક દીવાદાંડીની જેમ પ્રકાશ પાથરી રહી છે. જે એને જોઈ શકે, સમજી શકે એનું જીવન રૂપી જહાજ સામે કિનારે પહોંચી શકે. આ દીવાદાંડીના પ્રકાશની જે અવજ્ઞા કરે એને ભાગ્યમાં રાશીના ચક્કરમાં અથડાવા સિવાય બીજું શું હોય ?
આનંદ શ્રાવકે ભગવાનની વાણી સાંભળી, ભગવાનના સ્વમુખેથી બાર વ્રત ધારણ કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. બાર વ્રત રૂપ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી આનંદ શ્રાવકે ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
नो खलु मे भन्ते ! कप्पइ अज्जप्पभिई अन्नउत्थिय वा अन्नउत्थिय देवयाणि वा अन्नउत्थिय परिग्गहियाण चेइयाई वा वंदित्तए वा, नमंसित्तए वा ।
હે પૂજ્ય ભગવાન ! આ શબ્દ કેટલે પૂજ્યભાવ બતાવે છે. આ શબ્દ બોલતા આત્મામાં અપૂર્વ આનંદ થાય છે. આનંદ શ્રાવકે પહેલા ભગવાનને વંદન કર્યા. આપણું વડીલેને કોઈ પણ પૂછવું હોય કે જ્ઞાન લેવું હોય તે પહેલા વંદન કરવાના અને પ્રશ્નનો જવાબ આપે પછી પણ વંદન કરવાના. વાંચણી લીધા પહેલા વંદન કરે અને વાંચણી લીધા પછી પણ વંદન કરે. જ્ઞાન ટકે કયારે અને પચે ક્યારે ? વિનય સહિતનું જ્ઞાન ટકી શકે છે. જેનામાં વિનય, વિવેક, સરળતા, નમ્રતા છે તેને કદાચ ઓછું જ્ઞાન હશે તે પણ વિકાસ વધુ પામશે. વિનયથી તે વનયિકા બુદ્ધિ ઉત્પન્ન થાય છે. વિનય એ જિનશાસનનું એક ઝવેરાત છે. આ ઝવેરાત એવું છે કે તે આત્માને કર્મક્ષય