________________
શારદા શિશમણિ ]
[ ૮૬૩ ગુરૂદેવ સમજી ગયા. આ ગ્લાસ લાવનારા શિષ્યને થોડી વાર ઊભે રાખ્યો. ગુરૂ બગીચામાં જઈને નીચે પડેલું એક તાજુ કુલ લઈ આવ્યા અને તે કુલને ગ્લાસના પાણીમાં તરતું મૂકી દીધું પછી કહ્યું-જા, તારા ગુરૂને કહે છે કે તમારા ગુરૂદેવે આ સંદેશ મોકલાવ્યા છે શિષ્ય તે પાણીને ગલાસ લઈને ગુરૂ પાસે પહોંચી ગયે. પાણીનો લાસ ગુરૂના હાથમાં આપ્યો ને કહ્યું, આપના ગુરૂદેવે આ સંદેશો મોકલાવ્યો છે. શિષ્ય તે પાણી પર તરતા પુષ્પને જોઈને સ્તબ્ધ થઈ ગયે, કારણ કે ગુરૂદેવ તરફથી આવેલા આ પુષમાં માત્ર સંદેશે નહેાતે પણ પિતાના અભિમાનના ચૂરેચૂરા હતા. પાણીમાં પુષ્પ મૂકીને ગુરૂદેવે એ બતાવ્યું હતું કે ભલે ને તું જ્ઞાનથી પિતાને પૂર્ણ માનતે હોય પણ એ તારા જ્ઞાનમાં તે ઘણું જ્ઞાન સમાઈ શકે તેમ છે.
ગુરૂની ગંભીરતાથી શિષ્યની ઠેકાણે આવેલી શાન ગુરૂની ગૂઢ સમસ્યા સમજતા તેમની બધી આશાઓ ધૂળમાં મળી ગઈ પણ જ્ઞાનને ઘમંડ ખૂબ છે. તે પિતાના શિવે સાથે ગુરૂ પાસે ગયે. ગુરૂ ઉપકારી છે, વંદનીય છે છતાં અંતરના ભાવથી વંદન કરવાનું પણ મન થતું નથી. વ્યવહારથી વંદન કર્યા. ગુરૂએ તેની સાથે વાતચીત કરવા માંડી. થોડી વાર થઈ ત્યારે શિષ્ય કહ્યું-ગુરૂદેવ ! આ બધી વાતે આપણે આકાશમાં ઉડતા ઉડતા કરીએ. ગુરૂ તે શિષ્યના ભાવ સમજી ગયા. આમ કહીને શિષ્ય મને એ કહેવા માંગે છે કે મને આકાશમાં ઉડવાની કળા આવડે છે. તમારી પાસે આ કળા છે? ગુરૂદેવ ખૂબ ધીર, ગંભીર હતા. તેમના મનમાં એ ભાવના હતી કે મારે શિષ્ય ભાન ભૂલ્યો છે તેને ઠેકાણે લાવે છે, એટલે કહ્યું-શિષ્ય ! આકાશમાં ઉડતા ઉડતા વાતે કરવી તે કરતાં પાણી પર ચાલતાં વાત કરીએ તે સારું. શિષ્ય સમજી ગયા કે મારા કરતાં ગુરૂદેવ જ્ઞાનમાં ઘણા ચઢિયાતા છે. મારું અભિમાન મેટું છે. તેને પોતાની ભૂલને પસ્તા થયે તે ગુરૂદેવના ચરણમાં નમી પડે. ગુરૂદેવ ! મને માફ કરે. આપના જ્ઞાનને હું પિછાણી શક્યો નહિ. ગુરૂએ કહ્યું-શિષ્ય ! આકાશમાં ઉડવાનું તે પંખીને આવડે છે અને પાણીમાં ચાલતા તે માછલાને ય આવડે છે. જિંદગીના ઝાઝા વર્ષે તે આવી કળા મેળવવા પાછળ વેડફી નાંખ્યા? એના બદલે જે અંતર્મુખ બન્યો હોત, આત્મકલ્યાણ કઈ રીતે થઈ શકે એવું જ્ઞાન મેળવ્યું હોત તે તારો પુરૂષાર્થ સફળ થયે હેત. ખેર, જે થયું તે થયું. હવે તું એવું ભણ કે જે ભણતર તને તારે અને તારા સંગમાં આવતા બીજા ને પણ તારે. એક વાત યાદ રાખજે. ઝાડ પર જેમ જેમ આંબા આવતા જાય છે તેમ તેમ એ ઝાડ વધુ નમતું જાય છે. એ રીતે તું જેમ જેમ જ્ઞાન મેળવતે જાય તેમ વધુ નમ્ર બનો જજે. ગુરૂદેવની આવી ગંભીર વાણી સાંભળીને શિવે ત્યાં પ્રતિજ્ઞા કરી કે હવે જિંદગીમાં કયારે પણ અભિમાન કરવું નહિ. આપણી વાત એ છે કે વિનય ગુણ સર્વ પ્રધાન છે. જ્યાં વિનયનું પાલન નથી ત્યાં ધર્મમય જીવનની શક્યતા નથી.
આનંદ શ્રાવકે વિનયપૂર્વક પ્રભુને વંદન નમસ્કાર કર્યા. તેમને આત્માના અદૂભૂત