________________
શારદા શિરેમણિ )
[૮૫૭ કે શું? મિત્ર! ના. એવું કાંઈ નથી. એનાથી વિશેષ દુઃખની વાત છે. એ મારી કહાની કહેવાય એવી નથી, પેઢી ડૂબી જાય અને તે હું ગૌણ માનું છું. બંધુઓ ! આપે સાંભળ્યું ને? પાડોશીને ડબલ મળે એમાં એને કંઈ નુકશાન ખરું? ના. છતાં ઈષ્યના કારણે એને મન એ વિશેષ લાગ્યું અને પેઢી ડૂબી જાય એ ગૌણ લાગ્યું. તમે તમારા જીવનને હિસાબ તપાસજો. તમારા મનમાં આવા વિચાર આવતા નથી ને ? કેઈનું સુખ જેઈને રાજી થાવ છે કે નારાજ થાવ છે? પંડિત મરણ જોઈએ છે તો આવા વિચારોને દૂર કરવા પડશે. મિત્રે કહ્યું –ભાઈ ! તારે જે દુઃખ હોય તે કહે, હું તને રસ્તે બતાવીશ. મિત્ર ! મેં દેવીની ઉપાસના કરી. તે મારા પર પ્રસન્ન થઈ અને મને વરદાન આપ્યું કે તું જ્યારે જે માંગીશ તે તને આપીશ; પણ સાથે દેવીએ એ વાત કરી કે તારા પાડોશીએ પણ તારા કરતાં મારી વધુ ઉપાસના કરી છે માટે તેને જે મળશે તેના કરતાં ડબલ તારા પાડોશીને મળશે. તેના વચન પ્રમાણે મેં એક મોટર માંગી તે તેને ત્યાં બે થઈ ગઈ. મારે એક બંગલે તે તેને બે બંગલા, ભાઈ ! આમાં તું શું દુઃખી થઈ ગયો? મારી પાસે તેને ઇલાજ છે. હું તારે રસ્તે ચેખો કરી આપું. મિત્ર ! જલદી બતાવ, કયે ઈલાજ છે ?
પરનું બૂરું કરવા આપેલી સલાહ ઃ મિત્રે કહ્યું-તું દેવી પાસે માંગ છે કે મારી એક આંખ ફૂટી જાવ. તે તારા પાડોશીની બે આખો ફૂટી જશે. તે આંધળો થઈ જશે. મિત્રની વાત સાંભળતા આ ભાઈ તો ખુશ ખુશ થઈ ગયે. મિત્ર! હજુ તને વધુ બતાવું. તું માંગજે કે મારા ઘરની સામે એક ઊંડે કૂ થઈ જાય એટલે પાડેશીને ત્યાં બે ઊંડા કૂવા થઈ જશે. બસ, પછી તે આંધળે બહાર નીકળશે કે તરત બેમાંથી એકાદ કૂવામાં પડી જશે. જે પડશે એવા રામ રમી જશે, પછી તારે કઈ ચિંતા નહિ રહે. મિત્રની આ સલાહથી પેલા ભાઈને તો એ આનંદ થયે કે જાણે મિષ્ટાન્ન ખાઈને ન બેઠો હોય ! પણ તેને ખબર નથી કે હું આમાં આનંદ મનાવું છું પણ મને કેવા ચીકણું કર્મો બંધાશે ? તેણે કહ્યું-મિત્ર ! મને આ વિચાર કેમ કુર્યો નહિ? હું આજે જ આ પ્રયોગ કરું છું અને એને મોતને ઘાટ ઉતારું છું. આ પ્રમાણે કહીને એ હરખાતે હરખાતે ઘેર ગયે.
પાપ કરવા છતાં પ્રસન્નતા : તે ભાઈએ ઘેર જઈને દેવી પાસે માંગ્યું કે મારી એક આંખ ફૂટી જાવ. તરત તેની આંખ ફૂટી અને પાડોશીની બે આંખ ફૂટી. તે તે બિચારે આંધળા થઈ ગયા. તેને તે કાંઈ ખબર નથી કે કેઈન પ્રત્યે દ્વેષ નથી. આ ભાઈ પાડોશીને ઘેર જોવા ગયે. પાડોશીની બંને આંખ ફૂટી ગઈ હતી. આ જોઈને તેને તો ખૂબ આનંદ થયે. અહે મિત્ર! તારે જેટલે ઉપકાર માનું તેટલો ઓછો છે. એક તે પાપ કર્યું ને વળી હર્ષ મનાવે. કેવા ચીકણું કર્મો બંધાય ? અઠવાડિયા બાદ તેણે દેવી પાસે માંગણી કરી કે મારા ઘરની સામે એક કૂ થઈ જાવ. તરત કુ થઈ ગયે. પાડોશીના ઘરની સામે બે ઊંડા કૂવા થઈ ગયા. પિલા