________________
૮૪૬ ]
[ શારદ શિરોમણિ અત્યારે તે વરસાદ થયો તે શું તે જોતિષી સાચે છે કે બેટા ? રાજન ! તે તિષી ખોટો નથી પણ સાચે છે એ વખતે એવા ગ્રહ હતા કે બાર વર્ષને દુષ્કાળ પડે તે પ્રભુ ! આમ કેમ બન્યું? દુષ્કાળ કયાં ભાગી ગયે? રાજન ! એક મહા પુણ્યવંતના
નેતા પગલાએ ગગનના ગ્રહોને વેરવિખેર કરી નાખ્યા. આ સાંભળતા રાજાને ખૂબ આશ્ચર્ય થયું. રાજા! તમારા નગરમાં મહાપુણ્યશાળી આત્મા માતાના ગર્ભમાં આવ્યો છે. જેના વિશિષ્ટ પુણ્ય કર્મના અણુઓએ ભયંકર દુષ્કાળને ધકકો મારી દઈને સર્વત્ર સુકાળ ફેલાવી દીધું. ગુરૂદેવ ! એવી કઈ માતા ભાગ્યવંતી છે કે જેને ત્યાં આવે પુણ્યાત્મા આવીને ઉત્પન્ન થયો છે? તે પુણ્યાત્મા કોણ છે? તેણે પૂર્વ જન્મમાં એવું શું પુણ્ય કર્યું છે કે જે માતાના ગર્ભમાં આવતા દુષ્કાળ દૂર થયો ? હે રાજન ! એ આત્માના પૂર્વભવની કહાની તું સાંભળ.
પૂર્વભવની કહાની : પૂર્વભવમાં એનું નામ પ્રવરદેવ હતું. નાનપણમાં એના મા-બાપ મરી ગયા. એ ખાઉધરો ખૂબ હતો. જે મળે તે ખાવાની એને ટેવ પડી ગઈ હતી. તેને ભૂખ બહુ લાગે. ખાઉ ખાઉ સિવાય વાત નહિ. અતિ પડતું ખાવું એ રોગને આમંત્રણ આપવા જેવું છે. પ્રવરના આખા શરીરમાં કેદ્ર વ્યાપી ગયા. ચેપી કોઢથી એનું શરીર ફદફદી ગયું. બધા લકે એને અછૂત ગણવા લાગ્યા. બધા એને તિરસ્કાર કરતા. તે જ્યાં જાય ત્યાં બધા એને હડધૂત કરતા. માંગે તે કઈ રોટલી પણ ન આપે. કેઈ ઓટલે ઊભે રહેવા પણ ન દે. હડકાયા કૂતરા કરતા ય એની ખરાબ રિથતિ થઈ. તેના મનમાં થયું કે આ સ્થિતિમાં જીવીને શું કરવું છે? આપઘાત કરીને મરી જાઉં. તે ગામ બહાર આપઘાત કરીને મરવા ગયે. ત્યાં એક મહાજ્ઞાની, મહાતપરવી મુનિએ તેને જે. તેને પાસે બોલાવ્યો ને કહ્યું-પ્રવર ! તું આપઘાત શા માટે કરે છે? પ્રવરેદેવ મુનિના ખોળામાં માથું મૂકીને ચોધાર આંસુએ રડવા લાગે. પછી ગદ્ગદ્ સ્વરે કહ્યું –ભગવાન ! આ કુષ્ટ રેગે મારા જીવનને ત્રાસમય બનાવી દીધું છે. જોકે કૂતરા જેવા પ્રાણીને હાથ ફેરવીને પંપાળે છે અને માણસ જેવા માણસને થુંકે છે. મને કઈ બટકું રોટલે ય આપતા નથી. અરે ! કઈ એટલે ઉભા રહેવા દેતું પણ નથી. આ રોગ હવે મારાથી સહુન થતું નથી. હું કંટાળી ગયે છું તેથી આપઘાત કરવા તૈયાર થયો છું. ઓ કરૂણાસાગર ભગવંત ? મારા ઉપર કૃપા વરસાવે ને દુઃખમાંથી બચાવે.
દુખ રૂપી દર્દીને કાઢવા પાપ રૂપી કુપથ્યને ત્યાગ ઃ ગુરૂ ભગવંતે કહ્યુંભાઈ ! તું દુઃખને શા માટે રડે છે? આ દુઃખ આવ્યું કયાંથી ? જબ્બર પાપને ઉદય હશે ત્યારે આવું દુઃખ આવ્યું ને? તારે રડવું હોય તે તું પાપને રડ કે જેણે આમંત્રણ આપીને આ દુઃખને લાવ્યા છે. આપણે પણ આ જ દશા છે. આપણે એને રડીએ છીએ પણ પાપ માટે કયારે પણ રડતા નથી. જેટલી મહેનત આત્મા દુઃખોને દૂર કરવા કરે છે તેટલી મહેનત પાપને કાઢવા માટે કરે તે કઈ દુઃખ રહે ખરું? દુઃખનું કારણ પાપ, પાપને પલાયન કરે એટલે દુઃખ તે દૂર જવાનું છે. આ તે એવી