________________
૫૪૪ ]
[ શારદા શિરમણિ જરા પણ ચલિત નહિ થાઉં. પિતાની પત્નીને બીજાને ઍપતા કાંઈ શરમ આવે છે કે નહિ? નમાલા ! મરી ફીટ! પત્નીનું રક્ષણ કરવાની આટલી વેવડ નથી ! રાજાના માણસે કહે-આપ માથાકૂટ ન કરો. જહદી ચાલે. પારૂ તે બરાબર રૂપમાં આવી ગઈ. જાણે વિફરેલી વાઘણ જોઈ લે. તેને તે એવું ઝનૂન આવ્યું કે તમે સમજો છો શું? તમે મારો આ દેહને લઈ જઈ શકશો તે નહિ પણ તેને સ્પર્શ પણ કરી શકે તેમ નથી. એમ કહીને દાતરડું લઈને ઘા કરવા જાય છે ત્યાં એક નવયુવાન ભાઈ આવી પહોંચ્યું.
ભાઈએ કરેલું રક્ષણ પારૂ નાની હતી ત્યારે તેના માબાપ સાથે બહાર જતી હતી. તે સમયે આ નવયુવાન ભાઈ રસ્તામાં મળેલ. તે દિવસ રક્ષાબંધનનો દિવસ હતે. પારૂને જોતાં તેને તેના પ્રત્યે બેન એટલે સદ્ભાવ જાગ્યા હતા. પારૂએ તેને પાણી પીવા આપ્યું હતું, ત્યારે આ ભાઈએ કહ્યું હતું કે આજથી તું મારી બેન. તારે ભાઈ નથી ને! હું તારો ભાઈ ને તું મારી બેન. કામ હોય ત્યારે મને યાદ કરજે. તારો ભાઈ તરત હાજર થશે પછી આટલા વર્ષોમાં કેઈ દિવસ મળવાનું બન્યું ન હતું. આજે તે હજુ લગ્ન કરીને આવ્યો છે, હાથમાં મીંઢળ બાંધેલા છે. તેને ખબર પડી કે હજુરિયા પારૂને લેવા ગયા છે ત્યાં મારામારી થાય એ પ્રસંગ ઊભો થયો છે તરત તેની પત્નીને કહે છે કે તું આ ખેતરમાં ઊભી રહે. મારી ધર્મની બેન સંકટમાં છે, તેને બચાવવા જાઉં છું. બેન પારૂ પાસે આવીને કહે છે બેન ! આ શું? તમારું રક્ષણ કરવા તમારો ભાઈ તૈયાર છે. તેણે તે મ્યાનમાંથી તલવાર કાઢી. ખબરદાર! જે મારી બેનને આંગળી અડાડી છે તે.
હજુરીયાઓએ કહ્યું- હે નવયુવાન ! તું મીંઢળબંધ તારા દેહને ખતમ કરવા શા માટે વચ્ચે આ ? અમે રાજાના હુકમથી પારૂને અંતેઉરમાં લઈ જવા આવ્યા છીએ. બેન, દીકરીઓ અને વહુઓની આબરૂ લૂંટીને રાજા કહેવડાવે છે? હું મારા જીવતા આ મારી બેનને અડવા પણ નહિ દઉં. બંને વચ્ચે મારામારી થઈ. બંને હજુરીયા મરણને શરણ થયા. આ નવયુવાનને પણ ખંજરના ઘા વાગ્યા હતા. એના શરીરમાંથી લેહી નીતરતું હતું. બેશુદ્ધ થઈ ગયો. ભાનમાં આવ્યું. પારૂને કહે છે બેન ! તારું રક્ષણ કરતાં મારા પ્રાણ ચાલ્યા જશે તે પણ માનીશ કે મારું જીવન ધન્ય બન્યું છે. રક્ષાબંધનના દિવસે મને તે ધર્મને ભાઈ માન્ય હતું. મેં તને બેન માની હતી. તારા શીલની રક્ષા ખાતર પ્રાણ જશે તે જીવનને સદ્ભાગી માનીશ. તારા ભાભી બાજુના ખેતરમાં છે. હું ત્યાં નહિ જાઉં તે અહીં આવશે તે તેને એટલે સંદેશો આપજે કે બેનની રક્ષા ખાતર ભાઈ એ પ્રાણ આપ્યા છે. તારા પતિ શૂરવીરતાથી મર્યા છે. આટલું બોલતાં તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. પારૂને ખૂબ આઘાત લાગ્યો. ભાઈ મળે તે આવા મળજે.
નમાલે શંકર તે જોયા જ કરે છે. પારૂના મનમાં થયું કે આવા નમાલા પતિથી મારા શીલનું રક્ષણ થવું અસંભવ છે. એમ વિચારી પિતાના ભાઈની તલવાર હાથમાં