________________
૬૪૮ ]
[ શારદા શિમણિ અકળામણના ઉકેલ માટે જિજ્ઞાસુની જોરદાર જિજ્ઞાસા : છેવટે જિજ્ઞાસુએ કહ્યું-ગુરૂદેવ ! આખી જિંદગી સુધી આપ ડેલ કૂવામાં નાંખશે ને બહાર કાઢો તે ય ટીપું પાણી પણ મળવાનું નથી કારણ કે ડોલના તળિયામાં ૨૦-૨૫ કાણું છે પછી તેમાં પાણી કેવી રીતે ટકે ? આપ શા માટે આવી ખોટી મહેનત કરે છે ? જિજ્ઞાસુની આ વાત સાંભળતા ફકીર ખીજાઈ ગયા. મેં તને કામ બતાવ્યું તેમાં તારે દલીલ કે અપીલ નહિ કરવાની. હું કહું તેમ તારે કરવાનું. આટલી વારમાં તું અકળાઈ ગયા. એક દિવસની ધીરજ રાખવાની તારી તૈયારી નથી ! ચાલ્યો જા અહીંથી. હવે અહીં આવીશ નહિ. તું જાણુવાને લાયક નથી. મને ખબર હોત કે તારામાં આટલી બધી અધીરાઈ છે તે હું તને આ વાત સમજાવવા માટે પ્રયત્ન ન કરત. જિજ્ઞાસુ કહે–ગુરૂદેવ ! મારી ભૂલ થઈ ગઈ. હું આપની માફી માંગું છું. હવે આપ જેમ કહેશો તેમ કરીશ. ફરી વાર તે જિજ્ઞાસુને કહ્યું તું વેલ કૂવામાં નાંખ અને પાછી કાઢ. લગભગ સે વાર આ રીતે ડોલ કૂવામાં નાંખી અને પાછી કાઢી છતાં જિજ્ઞાસુ એક શબ્દ બોલ્યા નહિ. તે સમયે કે આ રીતે કરવામાં ગૂઢ રહસ્ય હશે. ગુરૂને જેમ યોગ્ય લાગે તેમ કરે. ફકીર સમજી ગયો કે હવે તેનામાં સમતા, ધૈર્યતા આવી છે તેથી એક શબ્દ પણ બોલતો નથી.
વાસનાઓને વિરામ એ શાંતિનું ધામ : ફકીરે જિજ્ઞાસુને કહ્યું- ભાઈ ! તું આ લ કૂવામાં નાંખે છે છતાં પાણી ભરાતું નથી તેમાં દષ ડોલને કે કૂવાનો ? ગુરૂદેવ ! કૂવે તે પાણીથી છલછલ ભરેલું છે એટલે દોષ કૂવાને નથી પણ ડોલને છે. ડેલના આખા તળિયામાં કાણું પડ્યા છે એટલે પાણીમાં મૂકો ત્યારે ભરેલી દેખાય પણ ઉપર ખેંચીએ એટલે ખાલી. ડેલ કાણી છે એટલે પાણી આવતું નથી માટે દોષ ડિલનો છે. બસ, આ જ રીતે જીવનનું છે. તે બે મહિનાથી શાંતિની શોધ માટે ફરે છે. તને શાંતિ મળી ખરી ? ના. શાંતિ બહાર શોધવા કરતાં આત્મામાં તું શોધ. કાણાં વાળી ડોલ જેવી વાસનાઓ છે અને દુનિયાની તમામ સામગ્રીઓ કૂવા જેવી છે. એક જન્મ નહિ પણ કેટલાય જન્મો સુધી આ સામગ્રીઓના ભેગવટા દ્વારા વાસનાને તૃપ્ત કરવા પ્ર કર્યા છે પણ હજુ સુધી એ વાસનાઓ તૃપ્ત થતી નથી કારણ કે તેમાં દેષ કૂવા સમાન સામગ્રીઓને નથી પણ ડોલ સમાન વાસનાઓને છે. અજ્ઞાની છ એમ માને કે મારી પાસે સામગ્રીઓ ઓછી છે એટલે વાસનાઓ પૂરી થતી નથી. આ ગણિતથી આત્મા સામગ્રીઓ વધારવાની મહેનતમાં પિતાની અણમેલી જિંદગી પૂરી કરી દે છે. નાની રૂમમાં રહેતા હતા. પરિવાર વધતા ત્યાં અશાંતિ લાગી એટલે બ્લેક લીધે. આવક ઓછી છે એટલે આવક વધારવા પુરૂષાર્થ કર્યો. દશ જોડી કપડાં હોવા છતાં એમાં મનને આનંદ ન લાગ્યું. તે બીજા વીસ જોડી કપડાં વસાવ્યા. આખી ભારતની મુસાફરી કરી છતાં સંતોષ ન થયે તે દુનિયાની સફરે ઉપડયા.
કૂવામાંથી પાણી મેળવવું છે તે કાણાવાળી ડોલને બદલી નાખે તે જરૂરી પાણી