________________
૭૦૨]
[ શારદા શિરોમણિ દસ્તી બંધાઈ ગઈ કે તેઓ એકબીજાને કહે છે હવે આપણને રેજ એકબીજાને મળ્યા વગર નહિ ગમે. કાં તે તમે મળવા આવજે અથવા હું તમને મળવા આવીશ. પુયસાર ગુણસુંદરના મહેલે જમવાનું આમંત્રણ આપવા ગયો ત્યારે તે તેને મન અજાયે યુવાન હતો પણ હવે જુદા પડે છે ત્યારે તે બંને વચ્ચે અતૂટ મૈત્રીની ગાંઠ બંધાઈ ગઈ હતી.
ગુણસુંદરને મેળવવા રત્નસુંદરીની ઝંખના : ગુણસુંદર પિતાના મહેલે ગયે. પુયસાર સાથે મૈત્રી બંધાઈ ગઈ પણ ગુપ્ત વાત કરાય કેવી રીતે? હું બધાના મુખ જોઉં છું પણ મારા પતિ જે ફેઈસ કોઈને દેખાતો નથી. ઘેર આવી પણ તેનું મન ઉદાસ છે. બબે મહિના થયા છતાં પત્તો પડતો નથી તેથી તે ચિંતા કરે છે. હવે રત્નસુંદરીની વાત વિચારીએ. ગુણસુંદરની સામે રત્નસાર શેઠને મહેલ છે. રત્નસાર શેઠની એકની એક દિકરી રત્નસુંદરી ખૂબ ગમગીન રહેતી હતી. ગુણસુંદર રત્નસાર શેઠને ત્યાં વેપારના કારણે અવારનવાર જતે હતે. ગુણસુંદર તે આ વાત કાંઈ જાણુતે નથી કે રત્નસુંદરી તેના માટે નજર પાથરીને બેઠી છે. આ રત્નસુંદરી કંઈ વૈરાગી ન હતી. તેને સંસાર પ્રત્યે વિરતિભાવ નહોતે આવ્યો. તે તે સંસારના સુખો માણવા અને યૌવનના રંગરાગને ખેલવા તલસી રહી હતી. ગુણસુંદરને તે તે પિતાનું દિલ આપીને બેઠી હતી. તેણે તે મનથી નિશ્ચય કર્યો છે કે હું તો પરાગું તે ગુણસુંદરને. તેને મેળવવા માટે રાતદિવસ પુરી રહી છે, પણ આ વાત કઈને કહી શકતી નથી. છાની છાની રડે છે. આખો દિવસ સૂનકાર થઈને રહે છે. ખાતીપીતી નથી ને ઊંઘતી નથી. તેના પિતા બોલાવે તો પણ ન છૂટકે જવાબ આપે. ખાધાપીધા વગર ચિંતામાં ને ચિંતામાં તેનું શરીર સાવ સૂકાઈ ગયું.
દીકરી માટે માતાપિતા ચિંતાતુર પિતાની એકની એક વહાલસોયી દીકરીની આ સ્થિતિ જોઈ માતાપિતા ખૂબ ચિંતાતુર બની ગયા. મારી દીકરીને શું થઈ ગયું? શેઠે સારા હોંશિયાર ધવંતરી વૈદને લાવ્યા. વૈદે તેની નાડી તપાસી તે કઈ રોગ ન દેખાય. વૈદ કહે-કંઈ રેગ નથી. હું દવા આપું છું, પણ રત્નસુંદરીને રેગ હોય તે ઔષધથી મટે ને ? તેને પ્રેમનો રોગ હતા. રત્નસુંદરી દિવસે દિવસે સૂકાતી જતી હતી. તેનું મુખ નિસ્તેજ બની ગયું. એક વાર છોકરીને રડતી રડતી તેની માતા જોઈ ગઈ. રત્નમંજરીએ પૂછયું- બેટા! તું આટલું બધું કેમ રડે છે? તને જોઈને મારું કાળજુ કપાઈ જાય છે. જે હોય તે કહે. ગમે તેવી ગુપ્ત વાત હશે તો પણ હું કેઈને નહિ કહું. તને એ ચિંતા થાય છે કે હું મટી થઈ છું હવે.... અમે તારા માટે સારો છોકરો શોધીએ છીએ. રત્નસુંદરી કહે મારા માટે કોઈ છોકરાને શોધવાનો નથી, તે શું તે કઈ છોકરાને જ છે ને તને ગમે છે ? માતા ! જે મેં શું છે તે હાથમાં આવતું નથી. તે ક છોકરે શેળે છે ? તમારો જાણીતો છે. જે હેય તે મને કહે. મારાથી તારે શું છુપાવવાનું હોય ? અમે જરૂરથી તે છોકરા સાથે તારા લગન કરાવી આપીશું. રત્નસુંદરીની જીભ ઉપડતી નથી. ત્યાં તે માતાએ કહ્યું- મને યાદ આવે છે કે ગુણસુંદરને