________________
૮૨૦]
| [ શારદા શિરમણિ છે. જાતિવાન ઘોડે શિક્ષા દ્વારા સુધરી જાય છે તેવી રીતે આ મન રૂપી ઘડાને સમ્યક રીતે ધર્મની શિક્ષા દ્વારા વશમાં કરું છું. તેને શ્રુતજ્ઞાન રૂપી લગામથી બાંધું છું તેથી તે મને ઉન્માર્ગે લઈ જતો નથી પણ સન્માગમાં પ્રવૃત્તિ કરે છે.
મનની માવજતમાં મેક્ષની પ્રાપ્તિ છે જ્યારે એની જાળવણીની ઉપેક્ષામાં જન્મ મરણની પરંપરા ચાલુ છે. મનમાં પ્રવેશી જતાં અશુભ વિચારોને અટકાવવા હોય તે મનમાં સતત નવકાર મંત્રનું સ્મરણ ચાલુ રાખો. જે સામાયિકમાં મનમાં ખરાબ વિચારો કર્યા હોય, ખરાબ ચિંતવણું કરી હોય તે અતિચાર લાગે. (૨) વયદુપ્પડિહાણે : અસત્ય બોલવું અથવા બીજાને દુઃખ થાય તેવું વચન બેલવું. ખરેખર તો સામાયિકમાં સ્વાધ્યાય, ધ્યાન, શાસ્ત્રવાંચન કરવું. કાંઈ ન આવડે તે માળા ગણવી. બને ત્યાં સુધી સામાયિકમાં મૌન રાખવું જેથી અતિચાર કે દોષ લાગે નહિ. વાણી તે જીવનમાં દાવાનળ સળગાવે છે અને નંદનવન પણ બનાવે છે. વાણીને પાણી સાથે સરખાવી છે.
ચાતુર્માસમાં વર્ષાઋતુમાં મુશળધાર વરસાદ વરસે છે. એ પાણીથી આખી ધરતી ભીની ભીની થઈ જાય છે. વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો લીલાછમ બની જાય છે. ઘાસ અને છેડવાઓ થઈ આવે છે. જાણે ભયંકર જંગલ ન હોય ! વર્ષાઋતુમાં ચારે બાજુ પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે. એ પાણી ઉપર લીલ જામી જાય છે. બીજી વાત આ વરસાદનું પાણી બગીચામાં પડે છે. બગીચાનો માળી વ્યવસ્થિત રીતે છોડવાઓને પાણી પાય છે, ત્યારે એ બગીચો એકદમ હર્યોભર્યો અને આકર્ષક લાગે છે. કેને ત્યાં જઈને બેસવાનું મન થાય એ બગીચો ભવ્ય બની જાય છે. બગીચાની ભવ્યતા માળીની કુશળતા અને પાણીને આભારી છે. વર્ષાઋતુમાં પાણી ધરતી પર પડયું અને બગીચામાં પડયું પણ પરિણામમાં અંતર કેટલું બધું પડી ગયું ? ધરતી પર પડેલા પાણીએ જંગલ બનાવી દીધું જ્યારે માળીએ વ્યવસ્થિત રીતે યોગ્ય જગ્યાએ નાંખ્યું તે તે પાણીએ બગીચો બનાવી દીધો. - વાણી વન સજે અને નંદનવન પણ બનાવે ? આપણી વાણી પણ પાણી જેવી છે. વાણી ભયંકર જંગલ પણ પેદા કરી શકે છે અને સુંદર બગીચે પણ ઊભે કરી શકે છે. બધો આધાર છે વાણીના ઉપગ પર. ખૂબ ઊંડાણથી વિચારીશું તો જણાશે કે વાણીને ઉપયોગ મોટા ભાગે જંગલે ઊભા કરવામાં થયું છે. બગીચો બનાવવામાં તે વાણી નિષ્ફળ ગઈ છે. અનંતકાળે મળેલી આ વાણીની પ્રચંડ શક્તિને આપણને ખ્યાલ નથી. જીવ એકેન્દ્રિયમાં ગમે ત્યારે તે વાણી મળી ન હતી. વિકલેન્દ્રિયમાં જીભ મળી પણ એ જીભ દ્વારા બોલાતી વાણી સ્પષ્ટ હોતી નથી. સંજ્ઞી પંચેન્દ્રિયમાં જીવ આવ્યું ત્યારે સ્પષ્ટ વાણી બોલી શકે છે. આ વાણી બળતા ઝળતા અંતરને શીતળતા પણ આપી શકે છે અને શાંત આત્માઓના જીવનને સળગાવી પણ શકે છે. વિચાર કરીશું તે સમજાશે કે પાણી કરતાં વાણીની શક્તિ વધારે છે. કેવી રીતે ! આપણે સારું કે