________________
૮૪૨ ]
| [ શારદા શિરમણિ દુર્ગતિના દુખો ભોગવવા પડે છે. તારા જેવા ગુણવાન, સજજન અને ડાહ્યા છોકરાને આ શેભે છે ખરું ?
શું ધણીને વહાલાને વિયોગ હોય ? ? રાજાએ આ બધી વાત સાંભળી. તેઓ ગુણસુંદરની પાસે આવ્યા ને કહ્યું–બેટા ! તને શું દુખ છે ? જે દુખ હોય તે કહે. ગુણસુંદરે કહ્યું–મહારાજા ! કેઈએ મારું અપમાન કર્યું નથી. મારા માથે દેવું પણ થયું નથી. રત્નસુંદરી તરફથી પણ કોઈ મનદુઃખ થયું નથી પણ મારું દુઃખ જ છે. હું કઈને કહી શકતો નથી. ક્યાં જાઉં ? કેને કહું? કોઈને કહેવામાં પણ સાર નથી. રાજા કહે-જે હોય તે કહે. ત્યારે કહ્યું–હે રાજા ! હું મારા વહાલાના વિયોગથી દુખી છું તેથી અગ્નિસ્નાન કરવું છે. આ સાંભળતા લેક શંકાશીલ બન્યા. વહાલે તે ધણીને કહેવાય. આ તે કરે છે તેને કેને વિયોગ હશે ? કદાચ કોઈ વડીલેને વિગ હશે. રાજા કહે–તે તે અત્યાર સુધી વિયાગ કેમ ન બતાવ્યું અને આજે જ આત્મહત્યા કરવા ઉઠયો છે, તે શું બહારગામથી કેઈ સમાચાર આવ્યા છે ? આ પ્રશ્નને જવાબ ગુણસુંદર ન આપી શક્યા. તે પુણ્યસારના સામું જેવા લાગે. બધા કહે એની નજર પુણ્યસાર સામે છે. એ એની પાસે દિલ ખેલીને વાત કરશે. રાજાએ કહ્યું-પુણ્યસાર ! ગુણસુંદર તારે જિગરજાન દોસ્ત છે એ તને બધી વાત કરશે. હું તને આજ્ઞા આપું છું કે તું એને એક રૂમમાં લઈ જઈને બધી વાત પૂછ. અમે બધા બહાર બેઠા છીએ. હવે પુણ્યસાર ગુણસુંદરને રૂમમાં લઈ જઈને બધી વાત પૂછશે ને ત્યાં શું નવાજૂની બનશે તે ભાવ અવસરે. આ સુદ ૯ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૯૭ ૬ તા. ૨૨-૧૦-૮૫
સર્વજ્ઞ, સર્વદશી ભગવાન આત્મસાધના કરવા માટે જીવને એલાન આપીને જગાડતાં કહે છે કે હે આત્માઓ! જ્યાં સુધી જીવનને સૂર્ય પ્રકાશી રહ્યો છે ત્યાં સુધી તું ધર્મનું આચરણ કરી લે, સમય વીતી જશે પછી પસ્તાવાને પાર નહિ રહે. ધર્મ કરવાને અવસર વારંવાર મળતા નથી. પાપ કરવાનો અવસર તે આ જીવને હલકા કુળમાં અને હલકી જાતિમાં જન્મીને અનંતી વાર મળ્યા પણ ધર્મ કરવાને, જન્મ મરણના ત્રાસથી છૂટવાને અવસર વારંવાર મળ મુશ્કેલ છે. દેહ રૂપી માળામાં આત્મા રૂપી હંસલે કીડા કરે છે ત્યાં સુધી સકલ દુઃખને નાશક અને સકલ સુખને સાધક ધર્મ તું સાધી લે. આ જન્મમાં જોરદાર પુરૂષાર્થથી એ ધર્મ કરે કે ટપોટપ કર્મની જંજીરે તૂટીને જમીનદોસ્ત બની જાય. ભગવાન બોલ્યા છે
से आयवं नाणवं वेयवं धम्मवं बंभवं पन्नाणेहिं परियाणइ लोयं, મુળતિ , ધર્મવતિ ૩નૂ ગાવલોપ સંમમિત્રાળરૂ . આચારગ.અ. ૩.૧
મુમુક્ષુ પુરૂષ આત્મ સ્વરૂપને જાણે છે. તે જ્ઞાનયુક્ત છે, આગમોના જ્ઞાતા છે,