________________
શારદ શિરોમણિ ]
[ ૮૪૧ કરેલે પૌષધ અનંતા કર્મોની ભેખડો તોડે છે અને નિર્જરી કરાવે છે. આ પૌષધ વ્રતના પાંચ અતિચાર છે.
(૧) અપડિલેહિય દુ૫ડિલેહિય સેજા સંથારે બરાબર પડિલેહણ કર્યું ન હોય અથવા કર્યું હોય તે માઠી રીતે કર્યું હોય. પૌષધમાં તમારે સૂવા માટેના જે ઉપકરણો છે, ગુચો છે તેનું બે ટાઈમ પડિલેહણ કરવું જોઈએ. તેને બરાબર જેવા જોઈએ. પછી તે શય્યાનો ઉપયોગ કરાય. (૨) અમ્પમજ્યિ દુષ્પમજિજ્ય સિજા સંથારે પૂજ્યા વિના અથવા સારી રીતે પૂજ્યા વિના શયાનો ઉપયોગ કરે તે અતિચાર લાગે. (૩) અપડિલેહિય દુષ્પડિલેહિય ઉચ્ચાર પાસવર્ણ ભૂમિ (૪) અપમજિયે દુપમજિયે ઉચ્ચાર પાસવણુ ભૂમિઃ જોયા વિના, પૂજ્યા વિના અથવા સારી રીતે જોયા વિના લઘુનીતિ અથવા વડીનીતિ માટે સ્થાનને ઉપયોગ કરો. પૌષધ વ્રત લેતા પહેલા લઘુનીતિ કે વડીનીતિના સ્થાનને બરાબર જોઈ લેવું જોઈએ. અને પરઠવવા જાવ ત્યારે પણ કીડી, મંકડા કેઈ જીવજંતું ન હોય તે રીતે પરઠવવું જેથી કેઈ ઓની હિંસા ન થાય તે ખાસ લક્ષ રાખવું. (૫) પસહેવાસસ્સ સમ્મ અણુણપાલણયા ઃ સમ્યફ રીતે વિધિપૂર્વક પૌષધનું પાલન કર્યું ન હોય તે અતિચાર લાગે. અતિચાર રહિત સમ્યક શ્રદ્ધાપૂર્વક પૌષધ , કરવાથી ઘણે લાભ થાય છે. હું તે મારી બહેનને કહું છું કે તમે ઉપવાસ કર્યો હોય ત્યારે જે ઘરની અનુકૂળતા હોય તે પૌષધ કરવાનું ચૂકશે નહિ. ઉપવાસમાં તમારા પિતાના માટે પાપ બંધ થયું પણ બીજા માટે કરવું પડે છે. જ્યારે પૌષધમાં તે ૨૪ કલાક સુધી પાપનો તમામ બેજો ઉતરી જાય છે અને અનંતા કર્મોની નિર્જરા થાય છે. પૌષધ કરો ત્યારે અતિચાર ન લગાડશે. હવે બારમા વ્રતમાં શું ભાવ ચાલશે તે અવસરે.
ચરિત્ર : જરૂર પડી છે દેવને મારા પ્રાણુની : પુણ્યસારે ગુણસુંદરને આત્મહત્યાનું શું કારણ છે તે માટે ઘણું ઘણું પૂછ્યું પણ કાંઈ બોલતો નથી. માંડ તેણે ઊંચું જોયું. પુણ્યસાર કહે-મિત્ર ! તને એવું શું દુઃખ આવી પડ્યું છે ! જે હોય તે મને કહે. મારા સામું તાકી તાકીને શું જુએ છે? શું તને વળગાડ વળગે છે કે આમ મારા સામું જે જે કરે છે ? વળગાડ વળગ્યા હોય એવું પણ માનવા તૈયાર નથી. વળગાડ મોટે ભાગે સ્ત્રીઓને વળગે, પુરૂષને ન હોય. તને અચાનક શું થયું ? પુણ્યસારે ખૂબ કહ્યું ત્યારે ગુણસુંદર બોલ્યા- મારા વહાલા મિત્ર ! મારા દુઃખને પાર નથી. એ દુઃખને કેઈ દૂર કરી શકે તેમ નથી. દેવે મારી આ હાલત કરી છે. તેને મારા પ્રાણની જરૂર પડી છે. પુયસારના મનમાં થયું કે અહીં કયા દેવ આવી પડયા ? દેવ મારી પાસે આવે છે ને એની પાસે આવે છે. મારા દેવે તે મને મરવા ન દીધું અને આને દેવ મારવા ઉઠો છે ? આ બધું શું છે ? કાંઈ સમજ પડતી નથી. પુયસારે કહ્યું-મિત્ર ! આપઘાત કરવાથી જે દુઃખને અંત આવી જાત તો ઘણું આપધાત કરીને મારી જાત પણ આપઘાત કરવાથી તે આપણું ભવ વધે છે.