________________
શારદા શિરમણિ ]
[ ૮૩૯ તેણે કહ્યું–હું માતાપિતાને મારીશ નહિ અને ક્રોધ પણ કરીશ નહિ. રમેશ નિયમ લઈને ગુરૂને વંદન કરીને ઘેર ગયે. આયંબીલની ઓળી ચાલતી હતી. આઠમને દિવસ હતે. શેઠાણીએ વહુને ક-બેટા ! આજે વ્યાખ્યાન સાંભળવા જવું છે. આજે એકલી ખીચડી કરવી છે. તે સગડી પર મૂકી છે એ ઉતારી લેજે. વહુના મનમાં થયું કે આજે આઠમ છે. ખીચડી સિવાય કાંઈ બનાવવાનું નથી. તે હું પણ ઉપાશ્રયે જાઉં. તેને થયું કે સાસુએ ખીચડીમાં મીઠું નાંખ્યું હશે કે નહિ? તેથી તેણે મીઠું નાંખ્યું. પછી તે પણ ઉપાશ્રયે ગઈ. વ્યાખ્યાન સાંભળીને સાસુ વહુ બંને ઘેર આવ્યા. ખીચડીમાં સાસુ મીઠું નાંખીને ગયા હતા, વહુને ખબર નહિ એટલે તેણે પણ નાંખ્યું. ડબલ મીઠું થઈ ગયું.
પચ્ચકખાણથી ચમત્કાર ? એટલામાં રમેશ ઘેર આવ્યું. તેણે કહ્યું –બા ! રસેઈ થઈ ગઈ છે? બા શબ્દ સાંભળતા તે અદ્ધર થઈ ગઈ. તેને ખૂબ આનંદ થયો. આજે મારા રમેશે મને બા કહી ! તે તે ખુશ થઈ ગઈ. તેણે કહ્યું–બેટા! આજે એકલી ખીચડી બનાવી છે. કાંઈ વાંધો નહિ. રમેશની પત્નીએ રમેશના ભાણમાં ખીચડી પીરસી. રમેશે કહ્યું-કઢી બનાવી છે? ના. રમેશે ખીચડી મેંમાં મૂકી. ડબલ મીઠું પડી ગયું છે એટલે ખારી ખારી લાગી. જે પ્રતિજ્ઞા કરીને ન આવ્યું હોત તો થાળી પછાડત પણ આજે બાધા લઈને આવ્યું છે એટલે ગુસ્સે ન કર્યો. તેણે કહ્યું કે ઘરમાં દહીં, છાશ છે કે નહિ? ખીચડીમાં દહીં, છાશ નાંખે તે ખારી ઓછી લાગે. શેઠાણીએ તેને દહી આપ્યું. ખીચડી ને દહીં ખાઈને તે ઊભો થઈ ગયે. એક શબ્દ પણ બોલ્યા નહિ. તેને મનમાં થયું કે આવી ખારી ખીચડી હોય તે બાની સામે થાળી પછાડું પણ આજે ગુરૂએ મને કે મંત્ર આપ્યો કે મારા દિલમાં જરા પણ ગુસ્સો ન આવ્યું. એક જ વાર બોલાવવાથી ગયો તે પણ મારા જીવનને આટલે પલ્ટો થયે. ખરેખર સંતનો સંગ કરવા જેવો છે સત્સંગથી જીવનમાં દુર્ગુણની દુર્ગધ હોય તો દૂર થાય છે અને સગુણની સૌરભ મહેકી ઉઠે છે.
આપે નદી કિનારે તો જોયો છે ને? નદી કિનારે કેટલી લીલી હરિયાળી વનસ્પતિ ઉગે છે! ત્યાં વનસ્પતિ ઉગાડવા કણ ગયું હશે ? ત્યાં બીજ કેણે રેપ્યા હશે? એ બીજની માવજત કોણે કરી હશે ? કે વાવનાર કે ઉછેરનાર નથી. તો એ વનસ્પતિ કયાંથી ઉગી? વિચાર કરીશું તે સમજાશે કે નદીના પાણીને એ પ્રભાવ છે કે તેનાં કાંઠે જે આવે તેને શીતળતા આપે છે. ભૂમિના પેટાળમાં દટાયેલા બીજને તે પિોષણ આપે છે, તેની વૃદ્ધિ કરે છે અને પછી બીજ ધરતીને ચીરીને બહાર આવે છે. નદીના પવિત્ર સ્પર્શથી તે આનંદનું ગીત ગાય છે. સત્સંગને પ્રભાવ આવે છે. સંતોની પાસે બેસે, તેમની વાતો સાંભળે તે તમારું જીવન મહેકી ઉઠશે; ભીતરમાં દટાયેલી શુભ લાગણીઓ આત્માના ગીત ગાતી બનશે.
રમેશને જીવનપલ્ટો : રમેશનું જીવન એક વખતના સત્સંગથી પલટાઈ ગયું.