________________
શારદા શિરોમણિ]
[ ૮૩૭ રાગ કેમ થાય, તેઓ ધર્મ કેમ પામે તે માટે રાતદિવસ ચિંતા કરે છે. અહીં મને એક વાત યાદ આવે છે.
સંત એટલે વાતને વિસામે ઃ એક શેઠ જ વ્યાખ્યાનમાં પહેલી લાઈનમાં બેસે અને જિકર આપે. તેમનું મુખ જોઈને સંત સમજી ગયા કે શેઠ જ ઉપાશ્રયે આવે છે પણ તેમના મુખ પર ઉદાસીનતા દેખાય છે. તેમને ઊંડે ઊંડે કેઈ ચિંતા હોય એવું લાગે છે. તમારા ડૉકટર તો એક રોગના નિષ્ણાત હોય. આંખના ડોકટર હોય તે ગળાનું ન જાણે અને ગળાના ડોકટર હેય તે આંખનું ન જાણે. સંતે તે તમને પગથી માથા સુધી જાણે. આ આત્મા ક્યા ભાવથી અહીં આવ્યું છે તે બધું સમજે ખરા પણ બેલે નહિ. સંત સમજી ગયા કે શેઠ દિલના દુઃખી છે. તેમને કોઈ ચિંતા કોરી ખાય છે. એક દિવસ સંતે તેમને પૂછયું–શેઠ તમે પૈસેટકે સુખી છે, વેપાર ધ સારો ચાલે છે, ગામમાં તમારી આબરૂ પણ સારી છે છતાં તમારું મુખ ઉદાસ કેમ દેખાય છે? તમે આટલા ગમગીન કેમ રહે છે? ગુરૂ મહારાજ ! હું એક વાતે દુઃખી છું. આપને શું દુખ છે?
દુઃખનું કારણ દુર્થ સની દાકરે કે આ વાત સાંભળતા શેઠ રડી પડયા. ગુરૂદેવ ! મારે એક દીકરે છે. પહેલાં ઘણાં વર્ષો સુધી સંતાન ન હતું. સંતાન માટે શેઠાણીએ થાય એટલા વાના કર્યા. કેટલાય તિષીઓને પૂછ્યું. અમારા ભાગ્યમાં હશે તેથી એક દીકરો થયો. તે પણ દેવરૂપ જે. એકને એક દીકરો એટલે શેઠાણીએ ખૂબ લાડ લડાવ્યા. હું ઘણી વાર શેઠાણીને કહે કે તમે દીકરાને બેટા લાડ ન લડાવશે. સોનાની કટાર કેડે ખોસાય પણ મરાય નહિ. મેં ઘણું કહ્યું પણ શેઠાણી સમજ્યા નહિ. ધીમે ધીમે દીકરો મોટો થયે. તે જેટલા પૈસા માંગે એટલા વાપરવા આપે. દીકરે ૧૮ વર્ષને થતાં તે બધા વ્યસનમાં પૂરે થઈ શેઠાણીના અતિ લાડ અને અતિ છૂટનું પરિણામ એ આવ્યું કે તે વ્યસની બની ગયે. તેનામાં કઈ જાતના સંસ્કાર નથી. હું તેને કંઈક કહેવા જાઉં તો શેઠાણ તેનું ઉપરાણું લે. પરિણામે અમારે સંસાર સળગી ઉઠયો છે. અત્યારે તે મારા ઘરમાં બધું છે પણ હું મરી જઈશ પછી આ દીકરો દેવાળું કાઢે એવો પાક છે. મારું આ દુઃખ કોને કહું ? દુઃખમાં દિલાસો દેનાર કેઈ નથી. આ દીકરાના લગ્ન કરું તે આવનાર છકરીને ભવ બગડે એટલે મારી ઈચ્છા તેના લગ્ન કરવાની ન હતી પણ શેઠાણીએ કહ્યું, લગ્ન કરીશું એટલે છેક ઠેકાણે આવી જશે, એમ માનીને તેને પરણાવ્યો, છતાં તે ન સુધર્યો. બિચારી છેકરીની જિંદગી બરબાદ થઈ ગઈ. તમારા દીકરાનું નામ શું છે ? રમેશ.
શેઠનું દુઃખ દૂર કરવા સંતે કરેલો ઉપાય : સંતે શેઠને દિલાસો આપતા કહ્યું-શેઠ ! આપ ચિંતા ન કરશો. તમે એને એક દિવસ મારી પાસે મોકલજે. બાપજી ! તે ૨૦ વર્ષને થયે પણ ઉપાશ્રય કઈ દિશામાં છે તે પણ તેને ખબર નથી. કેઈ દિવસ તે ઉપાશ્રયે આવ્યું નથી. હું તેને ઉપાશ્રયે આવવાનું કહું તો મને મારવા ઊઠે,