________________
૮૩૬]
[ શારદા શિરેમણિ - ચકવતીને છ ખંડની મહાન રિદ્ધિ સિદ્ધિ હોય પણ એ સુખમાં જ રચ્યાપચ્યા રહે અને જડ સુખોને છેડે નહિ તે સાતમી નરક સુધી પહોંચી જાય. આ શું છે? જડના વિકાસથી આત્માને વિનાશ. જડ વિકાસના અંજામણમાં જીવ એવો અંજાઈ જાય છે કે જેથી તે પિતાનું ભાન ભૂલી જાય છે. જડ સુખને વધારવાની પ્રવૃત્તિ કરનારને પૂછો કે છેવટે પરિણામ શું ? તે કહેશે ખૂબ ધન કમાયા. પછી? જીવનમાં ઘણી સગવડ મળી, માન સન્માન મળ્યા પણ પછી? તે તે કોઈ જવાબ નહિ આપી શકે. આ સ્થિતિ જડ વિકાસની છે. જ્યારે આત્માના વિકાસીને આ પ્રશ્ન પૂછશો તે કહેશે કે પૈસાથી શુભ કાર્યોમાં વાવેતર કર્યું પછી? ઉત્તમ સાધના અને સાધનાથી છેવટે મોક્ષ. જડના વિકાસમાં બધા આત્મગુણ કચરાઈ જાય છે. જેમ કિમિયાગર વૈઢ ઝેરી અફીણમાંથી જીવાડનારું ઔષધ બનાવે છે તેમ તે આત્મા ! તું પણ વિકસેલા જડ પદાર્થોમાંથી આત્મહિતના કાર્યો કરી લે, કે જેથી ભવિષ્યમાં સારી ગતિ મળે. જે આવી સાવધાની આવે તે જીવ ભાવિ અનંતકાળને ઉજજવળ કરે એવી અવસ્થા પ્રાપ્ત કરી લે. જે ચકવતી જડના વિકાસમાં મારે તે નરકે જાય. એવા જડના વિકાસને ભરત ચક્રવર્તીએ અરીસા ભવનમાં એ સંકેચી લીધે કે એમાં આત્માના ગુણોની અનુપમ ખીલવટ થઈ અને કેવળજ્ઞાનનો અપૂર્વે વિકાસ પામ્યા.
જડનો વિકાસ જીવના ગુણોને ઘાતક બને છે અને જડનો સંકોચ જીવને ઉદ્ધારક બને છે. દેવલેકના દેવે રત્ન, વાવડીઓ વગેરે પર મેહ રાખે છે તે પ્રથમ બે દેવલોક સુધીના દે ત્યાંથી ચાલીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ફેકાઈ જાય છે. કેવી કારમી સજા ! માટે જડની જરૂરિયાત ઓછી કરે અને આત્મન્નિતિની જરૂરિયાત વધારે. જેટલી જડની જરૂરિયાત ઓછી એટલે આત્મવિકાસ વધતો જશે. અનાદિકાળથી જીવ જડને રાગ કરતો આવે છે. તેના સંગથી જીવને સુખ અને તેના વિયોગથી જીવને દુઃખ થાય છે. પુદ્ગલ એવા જડ પદાર્થો કેવા છે?
જે આજે છે તે કાલે નથી, ઘડીએ ઘડી પલ્ટાય છે, એથી જ આ સંસારમાં, સુખ નહિ જણાય છે.” જડ પદાર્થોની જે શોભા આજે દેખાય છે તે કાલે દેખાતી નથી, કારણ કે ઘડીએ ઘડીએ તેની પર્યાયે પટાયા કરે છે. યુવાનીમાં માનવના જે રૂપ, રંગ અને તેજસ્વીતા દેખાય છે તે ઘડપણમાં દેખાતી નથી. કપડું પણ જે વધુ સમય મૂકી રાખો તો પડ્યું પડયું કહેવાઈ જાય છે ને ફાટી જાય છે માટે જડ પદાર્થોનો રાગ છેડવા જેવો છે અને આત્માને રાગ કરવા જેવું છે તેથી કહ્યું કે સમ્યફ દશન, જ્ઞાનથી યુક્ત એ મારો આત્મા શાશ્વત છે. આત્મા સિવાયના બીજા બધા ભાવો બહિર્ભાવ છે, માટે અમૂલ્ય એવા આત્માનું જતન કરજો તે આત્માનું શાશ્વતું વતન એ મોક્ષ મળી જશે. જેને આત્માનો રાગ થાય છે તેવા છે ધર્મથી વિમુખ બનેલા પિતાના સંતાનને આત્માનો