________________
૮૩૮ ]
[શારદ શિરોમણિ ગાળે છે. તેને કેવી રીતે મોકલે? સંતના મનમાં થયું કે આ શેઠનું દુઃખ દૂર કરવું એ સાચું. તેમણે શેઠને બધું પૂછી લીધું કે તે કેવું છે ? કેવા કપડા પહેરે છે? બધી માહિતી જાણી લીધી. સાથે એ પણ જાણ્યું કે એ ક્યારેક એના ભાઈબંધ સાથે આ રસ્તેથી નીકળે છે. સંત કહે-લે, એક દિવસ રમેશ એના મિત્રો સાથે જઈ રહ્યો છે, અચાનક સંતની નજર એના પર પડી ગઈ. સંતે કપડા ચશ્મા આદિ પરથી અનુમાન કર્યું કે આ રમેશ હશે. સંતે બૂમ પાડી. રમેશ ! અહીં આવ. રમેશના મનમાં થયું કે મને કેણ બોલાવે છે ? તેણે ઊંચે જોયું તે સંતને જોયા. આ સાધુ મને શા માટે બોલાવતા હશે ? ચંડકૌશિક ઉડતા પંખી પાડતે હતે. કેટલાય ના પ્રાણ લેતે હતું છતાં એની ભવિતવ્યતા જાગી તે ભગવાન મહાવીર સ્વામીને સામેથી જવાનું મન થયું. ભગવાનના બે શબ્દોથી ચંડકૌશિક પામી ગયે તેમ રમેશની ભવિતવ્યતા જાગવાની હશે એટલે મનમાં થયું કે સાધુ બોલાવે છે તે મારે જવું જોઈએ. તેણે સાધુને ગાળ ન દીધી પણ સંત પાસે ગયે.
રમેશને સુધારવા કરેલો કીમિ : રમેશે કહ્યું–મહારાજ ! તમારે મારું શું કામ પડ્યું ? મને શા માટે બેલા છે ? રમેશના મુખમાંથી મહારાજ શબ્દ સાંભળતા સંતને સંતોષ થયા. એ સમજી ગયા કે આ જીવ પુણ્યશાળી છે. જે એને સમજણ આપીએ તે સુધરતા વાર નહિ લાગે. સંતે પૂછ્યું-તારું નામ રમેશ ? હા. મારે તારી સાથે થોડી વાત કરવી છે. મહારાજ ! મને જરાય ટાઈમ નથી. બે મિનિટ તો બેસ. ભલે, સંતે પૂછયું-રમેશ ! તારા માતા પિતા તને દુઃખ આપે છે ? તને કઈ દિવસ કટુ શબ્દો કહીને તારું અપમાન કરે છે ? ના. તેઓ તે મને ખૂબ સારી રીતે સાચવે છે. કેઈ દિવસ મને કાંઈ કહેતા નથી. તારી માતા, પત્ની બધા તને કેવું સાચવે છે? એ બધા મને ખૂબ સાચવે છે. ક્યારે પણ ઊંચા સાદે બોલાવતા નથી. જે માંગુ તે બધું મને આપે છે. તે તું તારા બાપને કેવા સાચવે છે ? મારા પિતા મને કંઈ કહેવા આવે તે તેમને હું મારવા દોડું, ગાળો દઉં. તારા પિતા તને આટલું સાચવે છતાં હું તેમને મારવા જાય છે ? તું આટલું પજવે છતાં તારા પિતા તારા પર ગુસ્સો કરે છે ખરા ? ના, મહારાજ. મારા બાપુજી તો કયારે પણ મારા પર ગુસ્સો કરતા નથી. તો પછી તારાથી ગુસ્સે થાય ખરો ? આજે એટલો નિયમ લે કે તારે તારા બાપુજીને કે કેઈને મારવા નહિ અને કેઈના પર ગુસ્સો કરે નહિ, મહારાજ ! મારાથી એ તે નહિ બને. કેમ ન બને ? તું તારા મા-બાપને એકને એક દીકરો છે. તારી કાંઈ ફરજ ખરી કે નહિ? તું તો મહાભાગ્યશાળી છે. શેઠ જેવા ધમીષ્ઠ, સંસ્કારી, ક્ષમાવાન પિતા મળ્યા છે માટે આટલું તે કર ?
સંતને પ્રભાવ : સંતના વચનને રમેશ પર પ્રભાવ પડશે. જેના જીવનમાં આચરણ હોય તે કંઈ કહે તે સામા પર પ્રભાવ પડયા વિના રહે નહિ. આ સંત કયારે પણ કોધ કરતા ન હતા એટલે તેમના વચનથી રમેશનું હદય ભેદાઈ ગયું.