________________
શારદ શિરોમણિ ]
[૮૩૫ તેની આંખે જડવાદના એવા ચશમા ચઢી ગયા છે કે જેથી તે પરને પિતાના માને છે. જે પોતાનું નથી તેને પિતાના માનવા એ કેટલી મોટી ભૂલ છે ! જ્ઞાની કહે છે કે આ જડવાદના ચશ્માં દૂર કરે. આ જડવાદે જીવને પરાશ્રયી અને ગુલામ બનાવ્યા છે. જડવાદ દૂર થશે તો ચૈતન્યના દર્શન થશે. જ્યારે ચેતન શક્તિનું ભાન થશે ત્યારે અઢળક ધન વૈભવ કે ભેગવિલાસે પિતાના તરફ આકર્ષિત નહિ કરી શકે. તેને એ સત્ય સમજાશે કે આ બધા જડ પદાર્થોને છોડીને મારે જવું પડશે અથવા તે એ મને છોડીને ચાલ્યા જશે. એના પર વિશ્વાસ કરવા જેવો નથી, માટે નાશવંતને નેહ નહિ કરતાં શાશ્વત આત્માનો નેહ કરે. જેણે આત્માના અખૂટ નિધિને જાણી લીધું હોય તે પગલે પગલે પાપથી ડરતો હોય. તે આત્મા જડના રાગમાં ન રંગાય. તે સમજે કે શાશ્વત કઈ હોય તે મારો એક આત્મા છે. બીજું બધું અશાશ્વત છે.
एगो मे सासओ अप्पा, नाण दंसण संजुओ ।
રેસા જે વા િમાવા, સત્ર સંનો વરઘTI || પરચુરણ ગાથા આ દુનિયામાં શાશ્વત કઈ હોય તે જ્ઞાનદર્શનથી યુક્ત એ મારે આત્મા શાશ્વત છે. બાકી બધા બાહ્ય ભાવો છે, માટે કહ્યું છે કે
આત્મતત્વ અમૂલ્ય રત્ન, સદા કરજે તું તેનું જતન, અપ્રમત બની જા પ્યારા ચેતન, મળી જશે તને તારું વતન.”
રત્નોથી અધિક મૂલ્યવાન એક આત્મતત્ત્વ છે. તેનું જતન કરવા જેવું છે. તેની સરભરા કરવા જેવી છે, પણ જીવ જેટલી જડ એવા દેહની સરભરા, માવજત કરે છે એટલી આત્માની નથી કરતા. દેહની સરભરા કર્મો બંધાવશે જ્યારે આત્માની સરભરા શાશ્વત સુખ અપાવશે.
એક દિવસ ધર્મગુરૂ હિલેલને રસ્તામાં તેમના શિષ્યને ભેટો થઈ ગયો. તેમણે શિષ્યને પૂછ્યું-તું કયાં જઈ રહ્યો છે? શિષ્ય કહ્યું-ઘરમાં મહેમાન છે એમની સરભરા કરવા. શું તારા ઘેર રજ મહેમાન હોય છે? હા, ગુરૂદેવ. આત્મા એ શરીરને મહેમાન નથી તો શું છે? આજે આ દેહમાં છે તે કાલે બીજા દેહમાં ચાલ્યા જશે. ગુરૂ આ શિષ્યને જવાબ સાંભળી એને ભેટી પડ્યા અને કહ્યું–જે આત્માની સરભરા કરે છે તેની સરભરા આખું જગત કરે છે. આજે આત્મા દેહની સરભરા પાછળ પોતે પિતાને ભૂલી ગયો છે. જ્ઞાની કહે છે કે જડના વિકાસમાં આત્માને વિનાશ રહેલે છે. “જડ જેટલું ખીલે એટલે આમા કરમાતો જાય.” જેમ કે કેઈ આત્માને રાજપુત્ર તરીકે અવતાર મળ્યો, સમય જતાં તે રાજા બન્યો, રાજા બન્યા પછી તે ભૌતિક સુખમાં અને રાજ્યમાં ગરકાવ બન્યો તે તેની ગતિ કઈ? નરક ગતિ. આનું નામ જડને વિકાસ અને આત્માને વિનાશ.