________________
શારદા શિરમણિ ]
[ ૮૩૩ તારા પુણ્યબળે તું બાજી જીતી ગઈ છે અને રાજા છેતરાઈ ગયા છે. મેં તારી પરીક્ષા કરી એમાં તું પાસ થઈ છે, તેથી મને ખૂબ આનંદ થયે છે. મને પણ હવે સમજાઈ ગયું કે કેઈ બીજાને સુખી દુઃખી કરી શકતું નથી. કર્મો જીવને સુખી દુઃખી કરે છે. બીજા તે નિમિત્ત માત્ર છે. તને જે વિશ્વાસ બેસતું ન હોય તો પહેલા હતું તેવું રૂપ કરી બતાવું એટલે મંદિરને વિશ્વાસ બેઠો. પછી પિતાનું સાચું રૂપ ધારણ કર્યું. વિદ્યાધર. કહે-તને પામીને હું ધન્ય બની ગયો છું. તને જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા છે. નાથ આપ મારી પ્રશંસા ન કરે. પૂર્વ જન્મમાં મેં સુકૃત્ય કર્યા હશે જેથી આપના જેવા પતિને પામી હું કૃતાર્થ બની છું.
ધર્મકર્મની શ્રદ્ધા કરાવવા બતાવેલ પર : વિદ્યાધર કહે, દેવી તારા પિતાને અભિમાન ઘણું છે. તું કહે તો તારા બાપને બતાવી દઉં. નાથ ! તે આપણા પૂજ્ય વડીલ છે. આપણે તેમને કંઈ બતાવવું નથી કે દુઃખ દેવું નથી પણ ધર્મકર્મના સિદ્ધાંતને માનતા નથી તેથી એ પરચો આપે કે જેથી તે ધર્મ કર્મને માને. તેમનું ખોટું અભિમાન ઉતરી જાય. આપ તેમને ખેડૂતના વેશમાં બેલા. એ વેશમાં આવીને તેઓ કર્મની ગતિને જુએ એવી મારી ઇચ્છા છે. તરત વિદ્યારે પોતાના સૈનિકોને મોકલ્યા ને કહેવડાવ્યું કે વિદ્યાધર રાજા ચઢાઈ લઈને આવ્યા છે, જે તમારી લડાઈ કરવાની શક્તિ ન હોય તે ખેડૂતના રૂપમાં આવી તેમના ચરણમાં પડે; નહિતર મોટો રણસંગ્રામ ખેલાશે. આ સમાચાર સાંભળતા રાજા બરાબર ધમધમ્યા. રાજાએ તપાસ કરાવી તે ખબર પડી કે શત્રુ રાજાનું સૈન્ય આપણા કરતાં ચાલીસ ગણું છે. આપણે તેમની સામે પહોંચી શકીશું નહિ માટે ખેડૂતના રૂપમાં જઈને તેમને નમસ્કાર કરવા શું ખોટા ? રાજા ખેડૂતનો વેશ પહેરીને વિદ્યાધર રાજને નમવા માટે આવ્યા. વિદ્યાધરની બાજુમાં પોતાની દીકરી મંદિરાને બેઠેલી જોઈ. રાજા દીકરીને જોતાં આશ્ચર્યમાં પડી ગયા. મેં તો મંદિરને કુબડા સાથે પરણાવી છે. તે તે કેવો બિહામણો હતા અને આ કરો તે દેવરૂપ જે કે સોહામણો છે ! શું મંદિરા બીજાને પરણું હશે ? વાતે તે કર્મની મોટી મોટી કરતી હતી. તેણે આ શું કર્યું ? તેણે શા માટે કુબડાને છેડીને રાજકુમાર સાથે લગ્ન કર્યા હશે ?
મંદિરાએ પિતાજીને કરાવેલી ધર્મકર્મની શ્રધ્ધા : રાજાને વિચારમાં અટવાયેલા જોઈને વિદ્યાધરે કહ્યું –રાજન ! તમે અફસોસ ન કરશે. શંકા કુશંકા ન કરશો. તમારી દીકરી સાચી સતી છે. તેને કર્મનો સિદ્ધાંત સાચે છે. આપે તેને જેની સાથે પરણાવી છે તે હું જ છું. આપે તો તેને દુઃખના દરિયામાં નાંખી હતી પણ તેના પુણ્યબળે, શીલના પ્રભાવે તે દુઃખમાંથી મુક્ત થઈ છે. જે આપને વિશ્વાસ ન બેસતે હોય તે આપને તે રૂપ કરી બતાવું. વિદ્યારે તરત કુબડાનું રૂપ લીધું. જુઓ, હવે આપને શ્રદ્ધા થઈને ? પછી તરત રૂપ બદલી નાંખ્યું. આજે આપ આપની દીકરીને
૫૩