________________
શારદા શિરમણિ
[ ૮૩૧ પતિ થઈ ચૂક્યા. હવે તમે મારા સર્વસ્વ છે. બંને ચાલતા ચાલતા જાય છે. રાત પડવા આવી. ત્યાં એક મંદિર આવ્યું. તેમાં બંને બેઠા. મંદિરા પિતાના ભાવિ જીવનને વિચાર કરતી પતિના પગ પાસે બેઠી છે. મંદિરાના પતિની આંખમાં આંસુ આવી ગયા. એક રાજકુમારીની આ દશા મંદિરા કહે આપ શા માટે રડો છો ? મારા પિતાજી તે નિમિત્ત માત્ર છે. મારા કર્મમાં આ સજાયેલું હશે. તેને પતિ કહે છે દેવી ! મહારાજાને કે પાયમાન કરીને હાથે કરીને મારા જેવા દીન પતિને સ્વીકારવામાં તમે મેટી ભૂલ નથી કરી ? હું હજુ કહું છું કે હું મારું દુઃખ ભોગવી લઈશ. તમને સાથે રાખવાથી મારે વધારે દુઃખ ભેગવવું પડશે. આજ સુધી હું ગમે ત્યાં પડયે રહેતો હતો. હવે તમારી ચિંતા વધી. બંનેનું પેટ પૂરતું કેવી રીતે થશે ? તમે રાજમહેલમાં છલકતા વૈભમાં ઉછરેલા છે આ દુઃખ કેવી રીતે વેઠી શકશો ? માટે હું તો કહું છું કે તને બીજો સારે પતિ મળે તે શોધી લે. નાથ ! મારા પિતાએ બધાની સમક્ષમાં મને જેને આપી તે મારે પતિ. પછી તે ગમે તે હોય, ગમે તે સ્થિતિમાં હોય તે ય મારા માટે પૂજનીય અને સર્વસ્વ છે. આ સિવાયના જગતના તમામ પુરૂષો મારા માટે ભાઈ અને બાપ સમાન છે. આપ ક્યારે પણ આવા વચન ફરીને બોલશો નહિ. આપણું જીવન નભાવવા માટે આ દાસી ગમે તેવા મુશ્કેલીભર્યા કામ કરતા શરમાશે નહિ. હવે તે આપની સેવા એ મારા માટે મેવા છે. મારે આભૂષણ કે દાગીનાની જરૂર નથી. શીલવત એ મોટામાં મોટું કિંમતી આભૂષણ છે. મને શ્રદ્ધા છે કે મારું ભાગ્ય આપણા જીવનને સાચી દિશા બતાવશે. મંદિરાને કર્મ પર કેટલે વિશ્વાસ છે અને ધર્મ પ્રત્યે કેટલી અપૂર્વ શ્રદ્ધા છે. તે કર્મની ફિલોસોફીને બરાબર સમજે છે એટલે આવા દુઃખમાં પણું દુઃખ માનતી નથી ને રડતી નથી. મંદિરના ઓટલા પર બંને સૂઈ ગયા.
શીલની પરીક્ષા કરતી દેવી : રાત પૂરી થઈ. સૂર્યના સોનેરી કિરણે પૃથ્વીને ચમકાવવા લાગ્યા. સવાર પડતાં બંને ઊઠયા ને ચાલવા લાગ્યા. રસ્તામાં જે કંઈ ફળ મળે તે ખાઈ લે અને પાણી પીને તરસ છીપાવે. રાત્રે એક મંદિરમાં ઉતર્યા છે. તે સમયે એક દેવી એક પુરૂષને લઈને આવી. દેવીએ કહ્યું- હે કુમારી ! ભૂલને પાત્ર તે સૌ છે. તે ભૂલ કરી તેથી તને આ પતિ મળે છે. હું આ નગરની અધિષ્ઠાત્રી દેવી છું. તારા પર મને કરૂણા આવી છે તેથી તારા માટે આ રૂપરૂપને અંબાર રાજપુત્ર લઈને આવી છું. તારે પતિ તે કેવો છે? જેને એક આંખ નથી, એક કાન કે એક નસકેરી નથી, હાથ પગ કામ કરતા નથી. શરીરમાંથી લેહી, પરૂ વહ્યા કરે છે. આ મારાથી જેવાતું નથી એટલે તારા માટે સારે છોકરો શોધી લાવું છું. તું એને સ્વીકાર કરે. દેવી ! હું તમને પગમાં પડીને કર જોડીને કહું છું કે આપ આવી અઘટિત વાત કરશે નહિ. મારા પિતાએ સભાની સમક્ષ મને જેને અર્પણ કરી તે મારો પતિ છે. તે જ મારું સર્વસ્વ છે, મારે જાન જાય તે કુરબાન પણ મારું શીલા તે ખંડિત નહિ થવા દઉં. કદાચ ઈદ્રથી પણ અધિક તેજસ્વી પુરૂષ હોય પણ મારા