________________
શારદા શિરમણિ ]
[ ૮ર૯ “સાપ જીત્તા વિત્ત ચ ટુ સુઇ ચ " કર્મ કરનારો આત્મા છે ને ભેગવનાર આત્મા છે. સુખ દુઃખન કરવાવાળે પણ આત્મા છે. જે આ સૂત્ર હૃદયમાં ઠસી જાય તો આપણે કઈને શત્રુ કે મિત્ર માનીશું નહિ.
એક વખત રિપુમર્દન રાજા રાજસભા ભરીને બેઠા હતા. તે પિતાની બડાઈ, ડંફાસ મારતા હતા કે હું સારી રીતે રાજય ચલાવું છું તેથી આખા નગરના લેકો અને રાજપરિવાર આટલું સુખ ભોગવે છે. જે હું ધારું તે ઘડીના છઠ્ઠા ભાગમાં તેમનું સુખ ઝૂંટવી શકું તેમ છું. આજના લાખપતિને ઘડીકમાં રાખપતિ બનાવી શકું છું. મારાથી બધા સુખી છે. સર્વત્ર મારી બોલબાલા વર્તાય છે. જે કર્મનો સિદ્ધાંતને સમજતા ન હોય તે રાજાની વાતને હા જી હા કરે અને તેમના વચનને વધુ પ્રોત્સાહન આપે.
સુખ દુઃખ તે પુણ્ય પાપ પ્રમાણે આ સભામાં રાજાની દીકરી બેઠેલી હતી. તેના પિતા જે વચનના બાણ ફેંકી રહ્યા હતા તે તેને ગમતા ન હતા. તે જૈન દર્શનના કર્મવાદને બરાબર સમજતી હતી, એટલે તેના મનમાં થયું કે બાપુજી! તમે શું કરી શકો તેમ છે? સૌ સૌના કર્મ સ્વતંત્ર છે. દરેકને પિતાના શુભાશુભ કર્મો પ્રમાણે સુખ દુઃખ મળે છે. માનવ માત્ર તેમાં નિમિત્ત રૂપ છે. છોકરીનું નામ હતું મદિરા. રાજાની નજર તેમની લાડકી દીકરી મંદિર પર પડી. તેને ડોકું ધુણાવતી જોઈ એટલે રાજા સમજી ગયા કે મંદિરાને મારી વાત ગમતી નથી. એટલે રાજાએ પૂછ્યુંબેટા મંદિરા ! તું માથું કેમ ધુણાવે છે? પિતાજી! મારે અપરાધ થાય તો માફ કરજે. હું આપને એ કહું છું કે આપ કહે છે કે બધાને સુખ દુઃખ આપનારે હું છું પણ હું તો કહું છું કે સુખ-દુઃખ તે જીવોને પિતાના પુણ્ય, પાપ પ્રમાણે મળે છે. સુખને કરવાવાળે આત્મા છે તે દુઃખન કરવાવાળો પણ આત્મા છે. આમ જેવા કર્મ બાંધે છે તેવા તેને ભેગવવા પડે છે. આપ તે નિમિત્ત માત્ર છે આપનું આ અભિમાન ખોટું છે.
કર્મવાદને માનતી મદિરાઃ આ સાંભળતા રાજાને ગુસ્સો આવ્યો. ભરસભામાં તને પિતાનું અપમાન કરતાં શરમ નથી આવતી ? હું ધારું તો તને એક સારા રાજકુમાર સાથે પરણાવી સુખ સાહ્યબીમાં હાલતી કરી દઉં અને હું ધારું તે એક કુષ્ટિ ભિખારીને આપી તને રસ્તાની રઝળતી ભિખારણ બનાવી શકું. હું ધારું તે દરિદ્રને પળવારમાં ધનવાન બનાવું અને ધનવાનને પળવારમાં દરિદ્ર બનાવી દઉં. સમજી? માટે તને હજુ કહું છું કે તું મારા વિચારમાં સંમત થા. મંદિરાએ કહ્યુંપિતાજી! આપના ગર્વને આ ઉન્નત ઝરે તમને ઊંડી ગર્તામાં ફેંકી દેશે. આપ મારા માટે સારે રાજુકુમાર શોધશો પણ જે મારું પુણ્ય પરવાર્યું હશે તો તે પણ રસ્તાને ભિખારી બની જશે. આપ મને સાવ દરિદ્ર ભિખારી જેવા સાથે પરણાવશે પણ મારા પુણ્યને સિતાર ચમકશે તે તે રાજ્યને માલિક બની જશે. પુણ્ય પાપના સંગથી આત્મા સુખ દુઃખને જોક્તા બને છે. એ વાત તદ્દન સત્ય અને નિઃશંક છે. પુત્રીની વાત સાંભળતા રાજા ધમધમી ઉઠયા કારણ કે અભિમાન છે કે હું કહું તે સાચું.