________________
૮૩૦ ]
[ શારદા શિરેમણિ દીકરીએ તેમની વાતને સ્વીકાર ન કર્યો એટલે ક્રોધ આવ્યો. કોધથી ધુંધવાતા મહારાજા ગજી ઉઠ્યા. અહીં કેઈ હાજર છે કે નહિ ? તરત દ્વારપાળ હાજર થયો. ફરમાવે મહારાજા ! આપની શી આજ્ઞા છે?
ગર્વમાં ઉન્મત્ત બનેલ રાજાએ પુત્રી પર કરેલો પ્રકોપઃ રાજાએ તે વચન બાણ ફેંકયું. આ છેકરી કહે છે આપ કઈને સુખી દુઃખી કરી શક્તા નથી. સૌ પિતાના કર્મો પ્રમાણે સુખ દુઃખ ભોગવે છે. તે હવે તેને બરાબર બતાવી દઉં. આપ ગામમાં જાઓ. સાવ ગરીબમાં ગરીબ ભિખારી હોય તેને શોધી લાવીને મારી પાસે હાજર કરે રાજાના સેવક પણ તેવા જ હતા. તે ગામમાં જઈને એક તદ્દન દુઃખી, કંગાલ માણસને શોધી લાવ્યા. જેને એક કાન નથી. નાકની નસ્કેરી એક છે, એક આંખે કાણે છે, એક હાથે પગે ઠુઠો છે, હાથ પગ કામ કરતા નથી. ચાલે તે લાકડીના ટેકે ચાલે છે, આખા શરીર પર ગુમડાને પાર નથી, ગુમડામાંથી લેહી, પરૂ વહ્યા કરે છે, તેના શરીર પર માખીએ બણબણ કર્યા કરે છે, દેખાવમાં સાવ બિહામણો લાગે છે, સાત દિવસનો ભૂખે છે એટલે પેટ તે પાતાળમાં ઉતરી ગયું છે, ભીખ માંગે છે છતાં તેને કેઈ દેતું નથી. રાજા કહે- બસ, આ છોકરી માટે આ બરાબર મળી ગયો છે. રાજસભા તે આ જોતાં અવાક બની ગઈ. રાજા આ શું કરે છે? રાજહઠ અને બાળહઠ વચ્ચે આ ગજગ્રાહ! હવે શું થશે.? આ જોવા માટે બધાનું મન અધીરું બન્યું. ક્રોધથી ધમધમતા રાજાએ મંદિરાને કહ્યું –દીકરી ! હજુ હું તને કહું છું કે પુણ્ય પાપને આ ખોટા લવારા છેડી દે અને મારી વાતને સ્વીકાર કર, નહીતર આ દીન, ગરીબ માનવને હું મારા હાથે તારું કન્યાદાન આપું છું. તારા કર્મો એ તને મળે છે તે તેને પતિ તરીકે સ્વીકાર કરી લે.
મદાંધી રાજના અન્યાયે મચાવેલી રોકકળઃ મંદિર કહે છે પિતાજી! હું કર્મના સિદ્ધાંતને માનું છું. તમારી વાતને નહિ માનું. હું તમને બેટા મસ્કા નહિ લગાડું. આપની ઈચ્છા મારા સારા માટે હોય. આજે મારા કર્મ મને આપના હાથે જે અપાવે તે સ્વીકારવામાં મને આનંદ છે. આખી સભા આ દશ્ય જોતાં રડી પડી. કયાં રાજકુમારી અને કયાં આ દુઃખી કંગાળ માણસ! રાજાએ કહ્યું- તે જે દાગીના પહેર્યા છે તે બધા કાઢી નાખ. મારી આજ્ઞા એ જ છે કે તદ્દન સાદા વેશમાં મેં તને જેને અર્પણ કરી છે તેની સાથે આ ગામ છોડીને ચાલી જા. મારી હદમાં રહીશ નહિ. જા, તારા કર્મો તું ભેગવી લે. ભલે પિતાજી ! આપના આ બધા દાગીના આપને મુબારક હો. હવે આપની આજ્ઞા પ્રમાણે જાઉં છું. આખી રાજસભામાં રેકળ મચી ગઈ. રાજકુમારીની આ દશા ! રાજાને એકની એક દીકરી છે છતાં કઈ સ્થિતિમાં મૂકાઈ ?
દુઃખમાં સુખ માનતી મંદિરા: મંદિર તે એ ગરીબ માણસને હાથ પકડીને રાજસભામાંથી બહાર નીકળી ગઈ. આ માણસના મનમાં દુઃખ થાય છે કયાં રાજકુમારી અને કયાં હું ! મંદિરા કહે, મારા પિતાએ મને તમને અર્પણ કરી એટલે તમે મારા