________________
૮૩૨ ]
[ શારદા શિરામણ
આ પતિ સિવાય કોઈ ને પણ ઈચ્છીશ નહિ. તે બધા મારા ભાઇ અને માપ સમાન છે. આપ આ શબ્દ કયારે પણ ખેલશે નહિ, કૃપા કરીને આપ જ્યાંથી આવ્યા હૈ। ત્યાં પાછા સિધાવેા.
..
કારમી કસોટીમાં પણ મદિરાની મક્કમતા : દેવી કહે-તું મારી વાત પણ નહિ માને ? તે તને બતાવી દઉ'. એમ કહીને દેવીએ ક્રોધના આવેશમાં આવીને કુંવરીને પકડી થોડે દૂર લઈ જઈ દડાની જેમ અદ્ધર ઉછાળી અને નીચે પડતા ત્રિશુળ પર ઝીલી લીધી અને કહ્યું-હે મૂખી ! હવે તે! મારું' માન. નહિ માને તેા હજુ ખૂખ કસેાટી આવશે, દૃઢ વ્રતધારી મંદિરાને શીલવ્રતથી ચલિત કરવા દેવીએ આ બધુ કર્યું પણ મંદિરા તે પેાતાના વ્રતમાં અડગ હતી. તેણે કહ્યુ હે દેવી ! મને શીલ વ્રતથી ચલિત કરવાની તમારી આ કળાને હુ' એળખી ગઈ છું પણ યાદ રાખજો મને મૃત્યુના ડર નથી. આપ મને મારી નાંખશે તો કબૂલ પણ મારા શીલ વ્રતને તે છેડીશ નહિ. મ`દિરાની મક્કમતા જોઈને દેવી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. શીલની સુવાસ તેના જીવનમાં કેટલી મ્હે'કી રહી છે. શીલ માટેની કેટલી દૃઢતા અને કર્મના સિદ્ધાંત પર કેટલી અડગ શ્રદ્ધા !
મારા પતિ કયાં ગયા ? : મદિરા ધીમે ધીમે પેાતાના પતિ પાસે ગઈ. આવીને જુએ છે તે જયાં પતિને બેસાડયા હતા ત્યાં એ પતિ નથી. તેને બદલે રૂપરૂપના અવતાર એક પુરૂષ બેઠો છે. અરે ! મારા પતિ કચાં ગયા ? તેમના સ્થાને આ કોણ આવીને બેસી ગયુ ? હવે હુ' કયાં જાઉ` ? શુ કરુ ? તેના મનમાં અનેક તર્ક વિત થવા લાગ્યા. આ કૌતુકભર્યા ખનાવથી તેના મગજમાં વિચારોની પરપરા ચાલુ થઈ.
મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી. ત્યાં તે પુરૂષે કહ્યું-મંદિરા ! તું ગભરાઇશ નહિ. હું જ તારો પતિ છું. મંદિરા કડે-ના, તમે મારા પતિ નથી. મારા પતિને તે એક આંખ નથી, એક કાન નથી, મુખડે છે. આ દિવ્ય પુરૂષે કહ્યું-તું મારી વાત સાંભળ, હુ... તારા કાઢિયા પતિ છું.
વિદ્યાધર રાજાએ કરેલુ રૂપ પરિવર્તન ઃ હું વૈતાઢચ પર્યંત પર મણિપુર નગરના વિદ્યાધર રાજા છું. મારું નામ મણિચૂડ છે. તારા પિતાના નગરમાં હું નગરચર્યા જોવા માટે આવ્યા હતા. રાજાએ સભામાં કહ્યું-ટુ' અધાને સુખી દુઃખી કરી શકુ છું. તે આ વાતને સ્વીકાર ન કર્યાં. તે' કહ્યું-જીવ પેાતાના શુભાશુભ કર્મો પ્રમાણે સુખી દુઃખી થાય છે. તારી વાતથી રાજાને ગુસ્સા આવ્યા ને હુકમ કર્યાં કે જાવ કાઈ ભિખારીને શેાધી લાવેા. આ બધું મેં જોયુ. તેથી હું રૂપ પરિવર્તન કરીને બહાર ખેડા હતે. ત્યાં રાજાના માણસે આવ્યા ને મને રાજસભામાં લઈ ગયા. તારા પિતા એ મને અર્પણ કરી. તારી પરીક્ષા કરવા દેવીએ રૂપવાન છેકરાને તારી સામે રજૂ કર્યાં ને લગ્ન કરવા કહ્યું. તેણે કસાટી કરી પણ તું તારા વ્રતમાં અખંડ રહી છે. કર્મોના સિદ્ધાંતથી ચલિત થઈ નથી. આ બધુ કરનાર હું' છું, રાજાએ તને મને સોંપી પણ