________________
શારદા શિરામણ
[૮૨૫
તે મને કાંઈ વાત કરી નથી અને આજે એકાએક આ શુ' કરવા ઉઠયા છે ? ઊઠ, ઉભા થા. કહી દે કે હું અગ્નિસ્નાન નહિ કરું. આ રીતે સમજાવે છે ને શુ` બનશે તે અવસરે. આસા સુદ ૭ ને રવિવાર : વ્યાખ્યાન ન ૯૧
તા. ૨૦-૧૦-૮૫
જ્ઞાની ભગવંત ફરમાવે છે કે હું જીવાત્મા ! આ જીવનમાં શુ કરવાનુ છે. इह जीविए राय ! असासयम्मि, धणियं तु पुण्णाई अकुव्यमाणो । से सोयई मच्चुमुहोवणीए, धम्मं अकाउण પશ્મિ સૌ ઉત્ત.અ.૧૩ગા.૨૧
આ જીવન શાશ્વત નથી પણ અશાશ્વત છે. ક"ઇક જીવાને ધર્મ ધ્યાન કરવાનુ` કહીએ ત્યારે કહે છે કે હજુ જિં દગી ઘણી બાકી છે. જ્ઞાની કહે છે કે આ જીવન અશાશ્વત, ક્ષણભંગુર છે. આવા અશાશ્વત જીવનમાં જે મનુષ્ય નિર ંતર ધર્મના કાર્યાં, પુણ્યના કાર્યાં કરતા નથી તે મનુષ્ય જયારે મૃત્યુના મુખમાં પહેાંચે છે ત્યારે આ દુનિયામાં તે શેાક કરે છે અને પરલેાકમાં જાય ત્યારે ત્યાં પણ દુ:ખી થાય છે પછી પશ્ચાતાપ કરે છે કે મે' મનુષ્ય જીવનમાં કાંઇ ધર્મારાધના કરી નહિ. જો ધર્મારાધના કરી હોત તે દુઃખે ભાગવવાના સમય ન આવત.
એક વિચારકે માનવ જીવનને એક કારખાનાની ઉપમા આપી છે. આજના ઔદ્યોગિક યુગમાં ઘણાં કારખાના છે. કારખાનામાં જુદી જુદી જાતના લાખા રૂપિયાની કિ`મતના માલનું ઉત્પાદન થાય છે તેથી દેશની આખાદી વધે છે. આ કારખાનું તેના માલિકને ધનવાન બનાવે છે તેમજ તે કારખાનામાં કામ કરતા હજારો કામદાર અને મજૂરોને રાજી પણ આપે છે. આ કારખાનામાં ઉત્પાદન બંધ થઇ જાય તે તે કારખાનુ અની જાય છે. ઉત્પાદન બંધ થતાં તેના માલિકને, મજૂરોને અને રાષ્ટ્રને પણ નુકશાન થાય છે. આ રીતે મહાન પુણ્યાયે આપણને પાંચ ઇન્દ્રિયાવાળું અપટુડેટ કારખાનું મળ્યું છે. હાથ, પગ, આંખ, નાક, જીભ અને મન રૂપી સમૃદ્ધ યંત્રસામગ્રી મળી છે. ઘણી વાર એવુ બને છે કે સમૃદ્ધ વિશાળ કારખાનુ` મળી જવા છતાં તે સમૃદ્ધ અની શકતા નથી કારણ કે કારખાનાના સંચા એમ જ રહેવા દીધા છે. પડયા પડયા યંત્રોને પણ કાટ લાગે છે, પછી કારખાનામાં માલનું ઉત્પાદન થતું નથી. તેના માલિકને કંઈ આવક થતી નથી અને જો ભાડે લીધેલુ હેાય તે વધારામાં ભાડુ ચઢે છે. જીવન કેવુ' બનાવશે। ? કારખાનું કે કાટખાનું ?: આ જ રીતે શરીર રૂપી કારખાનું તે સુંદર રીતે મળી ગયું છે. પાંચ ઇન્દ્રિયા, મન, હાથ, પગ રૂપી યંત્રો પણ મળ્યા છે પણ જો આ યંત્રો દ્વારા આત્માની કમાણીનું નવુ' ઉત્પાદન ન કરીએ, ધર્મ ધ્યાન ન કરીએ, સારી ભાવનાએ ન ભાવીએ. હાથ દ્વારા સુપાત્રદાન ન દઈ એ, આંખ દ્વારા ગુરૂ ભગવંતેાના દÖન ન કરીએ, શાસ્ત્રોનું કે સારા પુસ્તકનુ વાંચન ન કરીએ, કાન દ્વારા વીતરાગની વાણી ન સાંભળીએ, કોઈ દુ:ખી કે ગરીબેાની