________________
શારદા શિરેમણિ ]
[૮૨૩ વસ્તુ મંગાવી શકાય નહિ. મંગાવે તો અતિચાર લાગે. દશમું વ્રત કર્યું હોય ત્યારે ચારે દિશામાં જેટલી છૂટ રાખી હોય તેનાથી વધુ દૂર સુધી ગૌચરી જવાય નહિ. (૨) પેસવણપગે ? દિશાઓની મર્યાદા કરી છે તેના કરતાં અધિક આગળ નોકરોને મોકલી તેની પાસે વસ્તુ મંગાવે તે અતિચાર લાગે, કારણ કે કરવું, કરાવવું અને અનમેદવું તેમાં પાપ તે લાગે છે. (૩) સદાણુવાએ ઃ સાદ કરીને બોલાવે અથવા મર્યાદાના ક્ષેત્રથી બહારનું કામ કરાવવું હોય તો છીંક, ઉધરસ ખાઈને, ખેંગારે ખાઈને કે ઈશારો કરીને કાર્ય કરાવે તો અતિચાર લાગે. (૪) રૂવાણુવાએ : પિતાનું રૂપ બતાવી કેઈને બોલાવી મર્યાદાથી ક્ષેત્રની બહાર કામ કરાવવું. (૫) બહિયા પુગલ પકખેવે : કાંકરે, પત્થર આદિ ફેકીને બીજાને સંકેત કરી હદ બહારની વસ્તુ મંગાવે તો અતિચાર. આ અતિચારો જાણવાના પણ આદરવાના નહિ. આપને દિશાની મર્યાદામાં જેટલી જરૂર હોય તેટલી રાખે પણ મર્યાદા કર્યા પછી તે મર્યાદા ઓળંગીને કોઈની પાસે મંગાવે તે અતિચાર લાગે. હવે જે પાપનો ભય લાગ્યો હોય તો વ્રતમાં આવો.
આપણે આત્મા અનંતકાળથી દુઃખથી ભયભીત બન્યું છે. મને દુઃખ કેમ ન આવે તે માટે ભય લાગે છે પણ પાપને ભય લાગ્યો નથી. દુઃખ માટે રહ્યો છે પણ પાપ થઈ જાય તે માટે રડે નથી. આપ એટલું યાદ રાખજો કે “ દુઃખથી દુઃખી તે બીજા ભવમાં સુખી નહિ પણ પાપથી દુઃખી તે બીજા ભવમાં સુખી. આનંદ શ્રાવકને ભગવાને દશમા વ્રતના અતિચાર સમજાવ્યા, પછી તેમણે ભગવાનને કહ્યું – પ્રભુ! હું મારા વ્રતમાં અતિચાર નહિ લાગવા દઉં. તે માટે ખૂબ સાવધાન રહીશ. આવતી કાલે આયંબીલની ઓળી શરૂ થાય છે માટે બધા તપમાં જોડાશે. વધુ ભાવ અવસરે.
ચરિત્ર : કાંઈ ઊંડુ કારણ લાગે છે ? ગુણસુંદર અગ્નિસ્નાન કરે છે આ સમાચારથી ગામમાં હાહાકાર મચી ગયો છે. નાના મોટા સૌની આંખોમાં આંસુ છે. રાજાએ ખૂબ કહ્યું છતાં ગુણસુંદર બેલ નથી. રાજા કહે-ગુણસુંદર ! તું આવું સાહસ શા માટે કરે છે? આ રીતે કરવાથી તારું જીવન અલેખે જશે. તને શું દુઃખ છે? મારા રાજ્યમાં કેઈએ તારી આજ્ઞા ખંડિત કરી છે? કેઈએ તારું અપમાન કર્યું છે? તારી વસ્તુ કેઈએ ચારી લીધી છે? તારા માથે એવું કયું દુઃખ આવી પડયું છે કે તારે આ રીતે આત્મહત્યા કરવી પડે છે ? કારણ જાણ્યા વિના અમે ઉકેલ કેવી રીતે લાવીએ? માટે જે હોય તે તું બધું નિઃસંકેચપણે જલદીથી મને કહે તે હું તારું દુઃખ તરત મટાડી દઉં. રાજાએ આટલું કહ્યું છતાં ગુણસુંદર કાંઈ ન બોલ્યો, તેથી રાજા વિચારવા લાગ્યા કે ગમે તે પણ કઈ ઊંડું કારણુ લાગે છે એટલે તે કાંઈ બોલતું નથી. તેની ગંભીરતા કેટલી છે!
આ પૃથ્વીમાં ઘણું વીરરત્નો પાકે છે તેમાંનું આ એક રત્ન છે. તે પિતાની વાત અંતરમાં - ગોપવી રાખે છે પણ કઈને કહેતા નથી.
અમે તમને મરવા તો નહિ જ દઈએઃ ગુણસુંદરે રાજાને કાંઈ જવાબ ન આપે એટલે નગરશેઠ પુરંદર શેઠ બોલ્યા. ગુણસુંદર! જે હોય તે અમને કહો. શું