________________
૮૨૨ ]
( શારદ શિરોમણિ, તેના દ્વારા અરિહંત ભગવંતના તથા ગુરૂ ભગવંતોના ગુણગ્રામ કરીએ, તેમની સ્તુતિસ્તવન કરીએ તે પણ આપણે કેટલાય પાપથી બચી શકીશું. અરિહંત, સિદ્ધ આદિના ગુણગ્રામ કરવાથી તે જીવ તીર્થકર નામ કર્મ બાંધી શકે છે. એ પ્રભાવ છે વાણીને, માટે સામાયિકમાં બલવું પડે તે સારી ભાષા બોલે. કોઈને દુઃખ થાય તેવી ખરાબ કટુ ભાષા બેલાઈ જાય તે અતિચાર લાગે.
(૩) કાયદુપ્પડિહાણે સામાયિકમાં કાયા માઠી રીતે પ્રર્વતાવી હોય. સામાયિક લીધા પછી વગર કારણે ઉઠ બેસ થાય નહિ. આંટા મરાય નહિ કે દોડાદોડી થાય નહિ. કારણવશાત ઉઠ બેસ કરવી પડે તે પૂજીને કરાય. બિનઉપગે હલનચલન કરવાથી જેની હિંસા થઈ જાય છે.
जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे ।
vā gramહું એવી મા સારે સૂય.અ.૮ગાથા૧૬ જેવી રીતે કાચબે પિતાના હાથ પગ, મુખ આદિને સંકુચિત કરી પિતાના દેહમાં ગોપવે છે તે રીતે આત્માથી સાધક ધર્મધ્યાનની ભાવનાથી પોતાના અંગોને ગોપવીને સ્થિર રાખવા ઉપયોગ રાખે જેથી બીજા કેઈ ને દુઃખ ન થાય. સામાયિકમાં મન, વચન, કાયાને જે ખરાબ રીતે પ્રવર્તાવે તે અતિચાર લાગે. સામાયિકમાં તે સમભાવમાં રહેવું જોઇએ. (૪) સામાઈયસ્સ સઈઅકરણયા : સામાયિક કરી છે કે નથી કરી તેની ખબર રહી ન હોય. કેટલા વાગે સામાયિક લીધી છે અને કેટલા વાગે થાય છે તે યાદ ન હોય અને જે વહેલી પળાઈ જાય તે દોષ લાગે. હજુ સામાયિકમાં જીવને રસ જાગ્ય નથી, માટે આ સ્થિતિ થાય છે અને અતિચાર લાગે છે. (૫) સામાઈયસ્સ અણવકિયસ્સ કરણયા : સામાયિકને સમય પૂરો થયા પહેલા પાળી લીધી હોય. સામાયિક કરનારે પિતાના વ્રતમાં બરાબર વફાદાર રહેવું જોઈએ જેથી અતિચાર ન લાગે. નવમા વ્રતના આ પાંચ અતિચાર છે. હવે દશમા વ્રતના અતિચાર સમજાવે છે.
દશમા વ્રતનું નામ છે દિશાવગાસિક વ્રત. એને અર્થ એ છે કે અમુક નિશ્ચિત સમય માટે ક્ષેત્રની મર્યાદા કરવી. તે મર્યાદા બહારની કઈ પણ સાંસારિક પ્રવૃત્તિ ન કરવી. છઠ્ઠા વ્રતમાં દિશાઓની મર્યાદા જાવજીવ સુધીની છે. તે મર્યાદામાં ઘટાડો કરીને રેજરેજની મર્યાદા કરવી, તેમજ સાતમા વ્રતમાં જે દ્રવ્યની મર્યાદા કરી છે તેમાંથી ઓછા કરીને જ દ્રવ્યની મર્યાદા કરવી. જેના જીવનમાં તૃપ્તિ આવે છે, સંતોષ આવે છે તેવા છે આવી મર્યાદા કરી શકે છે. જેના જીવનમાં તૃપ્તિ નથી તે મર્યાદામાં આવતા નથી ને પાપથી અટકતા નથી. દશમા વ્રતના પાંચ અતિચાર છે.
(૧) આણવણુપગે : હદ બહારની વસ્તુ મંગાવી હોય. આ વ્રતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ચાર દિશાની મર્યાદા કરી કે મારે આજે આ ચાર દિશામાં બે ગાઉ ઉપરાંત જવું નહિ. આ મર્યાદા કર્યા પછી કેઈની પાસે હદ બહારની