________________
૮૧૮]
[ શારદા શિરેમણિ વીર કેને કહેવાય? જે યુદ્ધમાં લાખો જીવને સંહાર કરે છે, જેની એક આંખ પડે ને હજારો માણસો ધ્રુજવા લાગે છે, જે પિતાના મોજશોખને માટે લાખે નિર્દોષ પ્રાણીઓને મારી નાંખે છે તે કદાચ ભૌતિક ક્ષેત્રમાં તે વીર કહેવાતા હેય પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં તે વીર તેમને માનવામાં આવે છે કે જે હિંસાદિ પાપોથી વિરક્ત છે, કર્મોનું વિદારણ કરવાને કારણે તે સાહસી વીર છે, કોધાદિ કષાયને જેણે સંપૂર્ણ જીતી લીધા છે. સર્વથા આરંભને છોડીને સંયમી જીવનના ચીર પહેર્યા છે, જે મન-વચન, કાયાથી કોઈ પણ જીવની હિંસા કરતા નથી, પાપોથી નિવૃત્ત છે તે સાચા વીર કહેવાય છે.
ભગવાન મહાવીર સ્વામી આનંદ શ્રાવકને બાર વ્રતનું સ્વરૂપ સમજાવ્યા પછી અતિચારનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. આપણે નવમાવતની વાત ચાલે છે. સામાયિક એટલે શું ? સમભાવના સરોવરમાં સ્નાન કરવું તેનું નામ સામાયિક. ખુદ શ્રેણિક રાજા પુણીયા પાસે એક સામાયિકનું ફળ લેવા આવ્યા. તે માટે પોતાનું રાજ્ય દઈ દેવા તૈયાર થયા પણ તે એક સામાયિકનું ફળ ખરીદી શક્યા નહિ? સામાયિક એ આત્માનો ગુણ છે. તે કેવી રીતે ખરીદી શકાય ? સામાયિક તે અહીં બેઠેલા લગભગ કરતા હશે. સામાયિક તે કરી પણ તેના અતિચાર જાણવા જોઈએ. પહેલે અતિચાર છે “મદ૫ડિહાણે” સામાયિકમાં મન માડું પ્રવર્તાવ્યું હોય, ખરાબ ચિંતવણા કરી હોય, આત્મા વચનથી અને કાયાથી જેટલા કર્મો નથી બાંધતો તેટલા મનથી બાંધે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનથી સાતમી નરક સુધી જવાના કર્મો બાંધ્યા અને ઉપયોગમાં આવ્યા તો મનથી તોડયા. મોક્ષનું કારણ મન છે અને નરકનું કારણ મન છે. આજે માનવી ગરમીથી બચવા પિતાના મકાનને એરકંડીશન બનાવે છે. બહારના અવાજથી દૂર રહેવા મકાનને સાઉન્ડ પ્રફ બનાવે છે. આવા મકાનમાં રહેવા છતાં તેમને શાંતિથી ઊંઘ આવતી નથી. તેમના મનમાં શાંતિ નથી. આજને માનવી આવા મકાનમાં શીતળતા અને શાંતિ શોધે છે પણ તેને શાંતિ મળતી નથી. જે શાંતિ મેળવવી હોય તે મનને એરકંડીશન બનાવે એટલે મનને સંસારની કામનાઓ, વાસનાઓથી ઠંડું કરો તો જ્યાં જશો ત્યાં બધે શાંતિ અને શીતળતા મળશે. મગજને સાઉન્ડ પ્રફ કરે. અશુભ વિચારો અને વિકારોના અવાજને મગજમાં પિસવા ન દેશો. મેહના બુમરાટને મગજમાં દાખલ થવા ન દે તો નિરવ શાંતિની મોજ માણી શકશો માટે મનને એરકંડીશન બનાવે. મન ઘણી વાર નકામા અને અશુભ વિચાર કર્યા કરે છે. અશુભ વિચાર બહુ ભયંકર છે.
નિંદકને કયાંય સ્થાન ન હોય ? એક વેપારી પિતાની દુકાનમાં બેઠો હતો. બપોરનો સમય એટલે ઘરાકી ન હતી. તે એક સૂનમૂન થઈને બેઠો હતો. તે સમયે અપટુડેટ એક માણસ ત્યાં આવ્યો. તેણે જે દુકાનના પગથિયા પર પગ મૂક્યો તેવી વેપારીએ તેને ના પાડી દીધી. ખબરદાર ! જે આ દુકાનમાં આવ્યો છે. તેને દુકાન ઉપર ચઢવા ન દીધો. તે સમયે એક વિચારક ત્યાં ઊભે હવે તેણે વેપારીને પૂછયું કે ભાઈ ! પેલે માણસ કોણ હતો ? શું તે ચાર હતા ? ના, તે ચોર ન હતો પણ