________________
૭૨૪]
[ શારદા શિરેમણિ ચરૂ મળવા છતાં ચિંતા : હજામને સાત ચરૂ મળવા છતાં એ બળતરા થઈ કે છે ચરૂ તો આખા ભરેલા છે અને સાતમે અડધો ભરેલો છે. તે જ્યાં સુધી આ ન ભરાય ત્યાં સુધી મને શાંતિ ન વળે. અત્યાર સુધી પૈસાદાર થવાની ચિંતા હતી, હવે આટલા ચરૂ મળ્યા ત્યારે સાતમો પૂરો કરવાની ચિંતા વધી. બેલે, સુખ વધ્યું કે દુઃખ વધ્યું ? જીવની તૃષ્ણા કેટલી છે ? જ્યારે જુઓ ત્યારે તેના મુખ પર ચિંતા દેખાય. રાજા પાસે હજામત કરવા જાય તે પણ તેનું ચિત્ત ઠેકાણે ન હેય. રાજા સમજી ગયા કે હજામ હમણાં કંઈક ચિંતામાં છે. તે જ મારી પાસે આવે છે માટે તેની ચિંતા મારે દૂર કરવી જોઈએ. બે ચાર દિવસ ગયા એટલે રાજાએ તેને પૂછયું- હમણાં તું ખૂબ ચિંતામાં હોય એવું લાગે છે. તું સત્ય વાત કર. રાજાએ ખૂબ પૂછ્યું ત્યારે કહ્યું – આપે મને વર્ષાસન બાંધી આપ્યા ઘણું વર્ષો થઈ ગયા. અત્યારે મેંઘવારી ખૂબ વધી છે. પહેલાં તે તે પિસાથી સારી રીતે આજીવિકા ચાલતી અને થોડી બચત પણ થતી. હવે તે જીવન નિભાવવામાં ખેંચ પડે છે. રાજા પ્રસન્ન હતા. તેમણે કહ્યું, જા, આજથી તારું વર્ષાસન ડબલ. બસ હવે તે આનંદ ને? હજામ તે ખુશ થયે. હવે જલદી સામે ચરૂ ભરી શકાશે. તેણે પત્નીને વાત કરી. પત્ની માટે પહેલા જે સોનાને દાગીને લાવ્યા હતા તે પણ ગળાવીને તેમાં નાંખી દીધા. ખાવામાં પણ ઘણું કરકસર કરવા લાગે છતાં ચરૂ ભરાતો નથી. - તૃષ્ણાનું તેડેલું ખપ્પર : હજામની ચિંતા વધી. રાજાને થયું હજુ આ હમની ચિંતા ઓછી થઈ લાગતી નથી. એટલે પૂછયું- હજુ તારી ચિંતા કેમ ઓછી થઈ નથી? શું તારા માથે કોઈ ઉપાધિ આવી પડી છે? હજામ બેલ નથી. રાજાએ ઘણું પૂછયું ત્યારે તેણે વાત કરી કે મારી પાસે સોનાના છ ચરૂ ભરેલા છે અને સાતમો અડધે છે. તે પૂરો ભરવા મહેનત કરું છું પણ ભરાતું નથી. ભાઈ ! તે ચરૂ તને કયાંથી મળ્યા? હજામે બધી વાત કરી. રાજા કહે- ભાઈ ! તે સાતમો ચરૂ કયારે પણ આખો ભરાશે નહિ. મને પણ આ ચરૂ મળ્યા હતા. તારી જેમ મેં પણ તેને ભરવા ઘણાં પ્રયત્ન કર્યો પણ કઈ હિસાબે ન ભરાયો ત્યારે મને સમજાયું કે માનવીની ઈચ્છાઓ કયારે પણ પૂરી થતી નથી તેમ આ ચરૂ પણ કયારે પણ ભરાશે નહિ. પછી
જ્યાંથી આ ચરૂઓ મને મળ્યા હતા ત્યાં જઈને મૂકી આવ્યા પછી મને શાંતિ થઈ. હું તો તને કહું છું કે તારે જે સુખેથી આનંદપૂર્વક જીવવું હોય તે તું જ્યાંથી લાગે છે તે જગ્યાએ જઈને મૂકી આવ; નહિ તે આ ચિંતામાં જીવતાં છતાં મરેલાં જેવી દશા થશે. રાજાની વાત હજામના ગળે ઉતરી ગઈ. ખરેખર વધુ ધન મેળવવાની લાલચે હું સુખેથી ખાતો નથી ને કોઈને ખાવા દેતા નથી. તેના કરતાં સંતેષથી આનંદપૂર્વક જીવનનો ઉપયોગ શા માટે ન કરે ? આ તૃષ્ણાનું ખપ્પર તે કયારે પણ ભરાવાનું નથી. હજામ સાતે ચરૂઓને જંગલમાં જ્યાંથી લાવ્યું હતું ત્યાં મૂકી આવે. પછી તેની બધી ચિંતા દૂર થઈ ગઈ અને સંતોષથી સુખેથી ખાઈપીને જીવન ચલાવવા