________________
શારદા શિરોમણિ ]
[ ૭૯૧
છીએ. જગડુશાહને તે માન હતું નહિ. તેમણે પૂછયુ-આપ કયા કામે આવ્યા છે ?
જગડુશાહનું જિગર એટલે જાણે મીણુ ; માણસેાએ કહ્યું-શેઠ ! અમારા વહાણમાં મીણના ચેાસલા ભર્યાં છે, અમારા માલ કાઈ એ ખરીદયા નહિં, આપ અમારા પર કૃપા કરીને અમારા માલ ખરીદી લેા. આપને લેવુ હોય કે ન લેવું હાય પણ આપને ખરીદવુ પડશે. અમે પાછા જવાના નથી. શેઠ ઘેાડી વાર વિચારમાં પડી ગયા. તેમણે શુ' વિચાર કર્યાં હશે ? તમને પૂછું તે તમારા બધાના જવાષ જુદા આવશે. શેઠ વિચાર કરે છે આ મીણના ધંધા એટલે પાપના ધંધા છે. જૈન કુળમાં જન્મેલા શ્રાવકોથી આવે પાપનો ધંધો ન કરાય. મારાથી આ મીણુ કેવી રીતે લેવાય ? આ માણુસે ખૂબ કરગરવા લાગ્યા. જગડુશાહનું જિગર મીણ જેવુ' હતું. તેમની કાકલૂદી ભરી વાતથી તે પીગળી ગયા. બિચારાને નિરાશ કેમ કરાય ? મારાથી આ ધંધા થાય નહિ પણ જે હું નિહુ લઉં તે આ આશાભર્યાં અંતરાનું શું ? લેાભ માટે નહિ, લાભ માટે નહિ પશુ દુભાતા આ દિને દિલાસા આપવા માટે આ વહાણુ ખરીદવું પડશે. શેઠે ભાવ તાલ કાંઈ પૂછ્યા નિહ. મુનિમજી પર ચિઠ્ઠી લખી દીધી અને મીણનુ ગાડુ ઘર તરફ રવાના કર્યું. વહાણના માલિક ખુશ થઈ ગયા. શેઠની દુકાને જઇને ચિઠ્ઠી આપી. મુનિમે બધા પૈસા ચૂકવી દીધા. શેઠને જ્યા જવું હતું ત્યાં ગયા.
આ પાપ મારા ઘરમાં ન જોઇએ : મીણનું ભરેલું ગાડુ' ઘર તરફ આવ્યુ ત્યારે જગડુશાહની પત્ની યશે।મતી ખારણામાં ઊભી હતી. તેણે ગાડાવાળા ભાઇને પૂછ્યુંશું કામ છે ? ગાડાવાળા ભાઇએ કહ્યું-આ ગાડુ આપને ત્યાં ઉતારવાનુ છે. કયાં ઉતારીએ ? શેઠે આ ખરીદયુ છે અને આપને ધેર ઉતારવાનું કહ્યુ` છે. યશામતિએ જોયુ તેા ગાડામાં મીણના ચેાસલા હતા. મીણુ જોતાં એના મનમાં એક ઝાટકો લાગ્યા. અરરર....પતિદેવને આ પાપના વેપાર કેમ સૂઝયેા ? અમારે કાં ધનના તૂટો છે ? તેમને આવી કુતિ કેમ સૂઝી ? તે તે વિચારોના વમળમાં અટવાઈ ગઈ. જો હુ તેમની સાચી ધર્મ પત્ની હાઉ” તે તેમની આ ભૂલ સુધારવા માટે કાંઈક કરવુ' જોઇએ. આ તમારી યશેાતિ જેવી ન હતી. તેને ખૂબ લાગી આવ્યું. તેણે કહ્યું –આ પાપ મારા ઘરમાં નહિ પેસવા દઉં. ઘરની બહાર ચેાકમાં ઝાડ હતું. ત્યાં ગાડું ઠલવાયું. ઘરના આટલા સુધી પણ આવવા દીધુ' નહિ. આ પાપ ઘરમાં પેસાડીને કરવુ છે શું?
આ પાપ મારે ન જોઈએ. તેના મનમાં તા એક દુઃખ છે કે મારા પતિ આ પાપ લાવ્યા જ કેમ ? પૈસા આપીને ખરીદયુ છે છતાં ઘરમાં ન પેસવા દીધુ. ચાકમાં નંખાવી દીધું. જે થવુ હાય તે થાય. જીવનમાં પાપના ભય અને સંતેાષ કેટલેા છે!
જેના જીવનમાં સંતેાષ છે તે પેાતાની વર્તમાન સ્થિતિમાં સંતુષ્ટ રહીને ભવિષ્યને ઉજજવળ બનાવવા માટે પુરૂષાર્થ કરે છે. મેટામેટા શ્રાવકોએ પરિગ્રહની મર્યાદા કરીને સંતાષપૂર્વક પેાતાનુ જીવન અધ્યાત્મ સાધનામાં જોડયુ છે, પુણીયા શ્રાવક શુ લાખાની સપત્તિ મેળવીને તેના ઉપભોગ કરી શકતા ન હતા ? શું તે પેાતાની