________________
શારદા શિરેમણિ ]
[ ૭૯૩ ચોસલાઓ મહિનાઓથી પડયા છે તેથી નકામા લાગે છે. તેનાથી તાપણું સરસ સળગશે. એણે એક ચેસલું લઈને તાપણામાં નાંખ્યું, મોટો ભડકો થયે. છેકરાઓ તે કુદવા લાગ્યા. તેમને મઝા પડી. મીણ ઓગળી ગયું અને તેની વચ્ચેથી નીકળેલું સોનું અગ્નિમાં ઝળહળી રહ્યું હતું. આ સમયે યશોમતીની નજર ત્યાં પડી. અહો! આ તો મણ નથી પણ મીણમાં ઢાંકેલું સોનું છે. તેણે અંદર જઈને પતિને બોલાવ્યા. પતિએ બહાર આવીને જોયું તે આશ્ચર્યથી બોલી ઉઠયા : આ તો તાપણું કે સોનું? યશોમતીએ કહ્યું, આપણને આ સોનું પણ ન ખપે, પણ નાથ! આ સેનાને વેચીને તેના જે પૈસા ઉપજે તે આપણે પરમાર્થમાં વાપરી નાંખવા. આ પ્રસંગ બન્યા પછી તપાસ કરતાં ખબર પડી કે સોનાના રક્ષણ માટે તેને મીણની વચ્ચે સંતાડયું હતું. જે જગડુશાહના પ્રારબ્ધમાં હતું તે સામેથી આવ્યું. જે ભાગ્યમાં ન હોય તે સોનું માનીને લે ને પિત્તળ નીકળે. જીવનમાં નીતિ અને પ્રમાણિકતા હતી તે મીણ લીધું ને સોનું નીકળ્યું, માટે સંતોષના ઘરમાં આવે અને પાપથી અટકે.
પાંચમાં વ્રતનો ત્રીજો અતિચાર છે “ દુપદ ચઉપદ પમાણઈકમે. ' બે પગવાળા એટલે નોકર ચાકર, દાસ દાસીઓની મર્યાદા કરી હોય તેથી વધુ રખાય નહિ. ચાર પગવાળા એટલે ગાય, ભેંસ, બળદ આદિ. આનંદ શ્રાવકે મર્યાદા કરી કે મારે ચાર ગોકુળ એટલે ક8 હજાર ગાયે રાખવી, એથી વધુ મને ન કરે. આ રીતે ગાય, ભેંસ, ઘેડા, બળદ આદિની મર્યાદા કરી હોય તેના કરતાં વધુ રાખે તો અતિચાર લાગે. (૪) “ધણધાન પમાણઈકમે.મણિ, મુકતા તથા મહોરબંધ નાણું એ બધું ધન છે અને ઘઉં, ચોખા, બાજરી આદિ ૨૪ જાતના અનાજ છે તે ધાન્ય છે. એ બધાની મર્યાદા કરી હોય તેનાથી વધારે રાખે તે અતિચાર લાગે. જ્ઞાની ભગવંત કહે છે કે પરિગ્રહ તે મહા અનર્થકારી છે. દુર્ગતિમાં લઈ જનાર અને ભવની પરંપરા વધારનાર છે. ભગવાન બોલ્યા છે કે
वियाणिया दुक्खविवगणं धणं ममत्तबंधं च महाभयावहं । કુવરંધરમપુર ચત્તરં વારે નિશ્વાળ Traહું મદં ઉત્ત.અ.૧૯ગા.૯૮
હે આત્માઓ ! આ ધન કેવું છે? દુઃખને વધારનાર છે એવું જાણે. જે વસતુના સ્વરૂપને બરાબર જાણે તે તેને સમજીને છેડી શકશે. નાના બાળકને એ જ્ઞાન નથી કે સાપ કરડે તે મરી જવાય એટલે એ સાપને જોશે તે પણ પકડવા જશે. તમને જ્ઞાન છે તો સાપથી દૂર રહેશે. તે રીતે સમજે કે ધનની મમતા દુઃખને વધારનાર છે. તમે ધંધો કરે છે તેમાં ખોટ આવી તો તમારું નૂર ઊડી જાય છે. દિવસો બેકાર લાગે છે પણ ધર્મ આરાધના વગરના દિવસો એમ ચાલ્યા જાય તે થાય છે કે મારા દિવસે બેકાર જાય છે. પુણ્યવાન છે હશે તેને આવું થતું હશે. બાકી તે જીવેને જેટલી ધન પ્રત્યે પ્રીતિ છે તેટલી ધર્મ પ્રત્યે નથી.
તન અને ધન મને પ્યારા એ પ્યારે પ્રભુ મને તું નથી, કહું છું સાચી વાત, માની લે પ્રભુ આજતન અને ધન...