________________
૭૯૮]
[ શારદા શિરેમણિ ટળતું જાય અને નિત્ય ન તત્ત્વ પ્રકાશ ને ગુણે વિકાસનું માર્ગદર્શન મળતું રહે. જિનવચન તો અનાદિના ખંધા આત્મરોગોનું ચિકિત્સા શાસ્ત્ર છે. એના નિત્ય પ્રયોગથી મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધાદિ કષાય, વિષયાસક્તિ, ઈર્ષા વગેરે રોગો મટાડી શકાય છે. એ રોગો મટાડવા માટે દાન, તપ, ત્યાગ, વ્રતનિયમો વગેરે ઔષધે બતાવી ને ઉત્સાહ જગાડે છે. આ ઔષધિઓનું સેવન માત્ર મનુષ્ય ભવમાં થઈ શકે છે, માટે જ્ઞાની કહે છે કે હે જી ! તમે જાગૃત થાવ.
इओ विद्वंसमाणस्स, पुणो संबोहि दुल्लहा । સુદાજે તવાગો, ધમ વિચારે છે સૂય.સૂ.અ.૧૫ગાથા.૧૮
જે જ સાધના, આરાધના કર્યા વિના આ મનુષ્ય શરીરથી ભ્રષ્ટ થઈ જાય છે તેને ફરી સમ્યક્ બોધની પ્રાપ્તિ થવી દુર્લભ છે, સમ્યફ દર્શનને ગ્ય અંતઃકરણના શુદ્ધ પરિણામ થવા તે અતિ દુર્લભ છે. ધર્મ પ્રાપ્ત કરવા ગ્ય શુભ લેશ્યાની પ્રાપ્તિ પણ દુર્લભ છે. પ્રથમ વાર સમક્તિ મનુષ્ય ભવમાં પામી શકાય છે.
મનુષ્ય જન્મ એ મોક્ષમાં જવા માટે પાસપોર્ટ છે ? આધુનિક યુગમાં પરદેશની યાત્રા તે ઘણી વધી ગઈ છે. કેઈ ફરવા માટે, કઈ ધંધા માટે, કઈ ભણવા માટે, તે કઈ રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા માટે પરદેશ જાય છે. પરદેશ જવા માટે બે ચીજની જરૂર પડે છે. એક પાસપોર્ટની અને બીજી વિદેશી હૂંડિયામણની. જે પાસપોર્ટ ન મળે તે પરદેશની મુસાફરી થઈ શકતી નથી. પાસપોર્ટ હોય અને પરદેશી ચલણ-નાણું ન હોય તે પરદેશની સફરની મઝા માણી શકાતી નથી. આ પાસપોર્ટ રેગ્ય અધિકારીને અપાય છે. અનેક વિધિમાંથી પાર ઉતર્યા પછી પાસપોર્ટ મળે છે. આ રીતે આપણે આત્મા પણ ચાર ગતિ રૂપ પરદેશની યાત્રાએ નીકળે છે અને કર્મોને સર્વથા ક્ષય ન કરે ત્યાં સુધી તે ગતિઓમાં ફરવાને છે. આયુષ્ય એ નાણું છે. આયુષ્ય રૂપી નાણું ખૂટી જશે એટલે બીજી ગતિમાં જવું પડશે. પરદેશ જવાને પાસપોર્ટ એગ્ય અધિકારીને અપાય છે. તેમ મિક્ષ જવા માટે પાસપોર્ટ ચાર ગતિના જેમાંથી માત્ર ૧૫ કર્મભૂમિના પર્યાપ્ત મનુષ્યને મળે છે. જે મોક્ષ ગતિની સફર કરવી હોય તો જીવનમાં સમતાં, સંવેગ, તપ અને આત્માનું જ્ઞાન જોઈશે. તમારા પરદેશના પાસપિોર્ટમાં તો લાગવગ ચાલશે પણ અહીં તે કર્મરાજા સાથે છેતરપિંડી નહિ ચાલે. દેખાવ ત્યાગને કરી ભેગ ભેગવતા હશો તો મેક્ષને પાસપોર્ટ નહિ મળે. વૈરાગ્યનું સર્ટીફિકેટ લઈને સંસારની મોજ માણશે તે તમારો પાસપોર્ટ જપ્ત થઈ જશે. પછી પરિણામ શું આવશે ? ફરીફરીને જન્મમરણના ફેરામાં ફરવું પડશે અને વિવિધ યોનિઓમાં ભટકવું પડશે. જે આ જન્મમાં મુક્તિને પાસપોર્ટ નહિ મેળવે તે પછી બીજી કોઈ ગતિમાં નહિ મળે, માટે આ જીવન મહાન કિંમતી છે.
તમારે એક નાનું કે મોટું મકાન બનાવવું હોય તે પહેલા એને પ્લાન તૈયાર કરેઆકીટેકટની સલાહ લેવા જાવ. આકીટેકટ પૂછે કે મકાન બાંધવા પાછળ તમારે