________________
શારદા શિરેમણિ ]
[૭૯૯ કેટલા રૂપિયા ખર્ચવા છે ? મકાન બંધાવનાર આંકડે કહે તે પ્રમાણે આકીટેકટ મકાનનો પ્લાન બનાવી આપે. થોડા સમય માટે જે મકાનમાં વસવાટ કરે છે તેની આટલી ચિંતા કરે છે પણ આ જીવન રૂપી મકાનની ચિંતા કરી છે ખરી ? આ જીવન એક મકાન છે. આ મકાનને કેઈ લાન તૈયાર કર્યો છે ? મોટા ભાગના આ મકાનો આજે બેઘાટ અને બળ છે, આઉટ ઓફ ડેટ છે કારણ કે માનવીએ પોતાના જીવન રૂપી મકાનને પ્લાન તૈયાર કર્યો નથી. આ જીવન દ્વારા કેવી ગતિમાં જવું છે તેનું લક્ષ્ય નકકી કર્યું નથી. “ પ્લાન વિના મકાન નહિ તેમ લક્ષ્ય વિના જીવન નહિ. જે જીવનની સુંદર મહેલાત ઊભી કરવી હોય તો જીવન જીવવાને પ્લાન બનાવે. જીવનને પ્લાન ગુરૂ ભગવંત રૂપી આકીટેકટ તમને બનાવી આપશે. વીતરાગ ભગવંતના આ આકીટેકટ જે પ્લાન બનાવી આપશે તેમાં તમને સુખ અને શાંતિ મળશે. અત્યારે એવા ગુરૂ ભગવંત રૂપી આકીટેકટ તમને મળ્યા છે. તેમની પાસે જીવન રૂપી મકાનને એ પ્લાન બનાવી દે કે પછી વારંવાર નવા મકાન બનાવવા ન પડે.
જેમને શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી જેવા આકીટેકટ મળી ગયા એવા આનંદ શ્રાવકને જીવનને સુંદર પલાન ઘડી આપે. ભગવાન હવે આનંદ શ્રાવકને અતિચારની સમજુતી આપે છે. પાંચ વ્રતના અતિચાર સમજ્યા. હવે છઠું દિશાવત પાંચમા વ્રતની સાથે સંબંધ ધરાવે છે. દિશાઓમાં જીવ દોડધામ શા માટે કરે છે ? પરિગ્રહ-ધન મેળવવા માટે ને ? દિશાઓની મર્યાદા કર્યા પછી ગમે તેટલે લાભ થતો હોય તે પણ દિશાઓનું જે પરિણામ કર્યું છે તેને ઓળંગીને આગળ જવાય નહિ. જે જાય તો અતિચાર લાગે.
(૧) ઉદિસિ પમાણુાઈકમે (૨) અદિસિ પમાણુકમે. ઊંચી અને નીચી દિશાની જે મર્યાદા કરી છે તે દિશામાં મર્યાદા બહાર લાભનું કારણ હેય તે પણ જવાય નહિ. જાય તો અતિચાર લાગે. (૩) તિરિયદિસિ પમાઇકમે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ ચારે દિશામાં જવાની જેટલી મર્યાદા કરી છે તેનાથી અધિક જવાય નહિ. ગમે તે પ્રસંગ હોય કે ધંધામાં લાભ થતું હોય તે પણ જવાય નહિ. વ્રત લીધા પછી દીકરે પરદેશ ગયો. જે તમે આગાર રાખ્યો ન હોય તે જવાય નહિ. જે જાય તો અતિચાર લાગે. (૪) ખેત્તવુ. એક દિશાની મર્યાદા ઘટાડીને બીજી દિશા વધારી હોય. માને કે તમારે પૂર્વ દિશામાં બસો માઈલની મર્યાદા છે. અને બીજી દિશામાં ૮૦૦ માઈલની છૂટ રાખી છે. બસ માઈલની મર્યાદા પૂરી થઈ ગઈ પછી તે દિશામાં આગળ જવાય નહિ. ત્યારે એવો વિચાર ન કરાય કે મારે પૂર્વ દિશાની મર્યાદા પૂરી થઈ છે તો બીજી દિશાના ૮૦૦ માઈલમાંથી ર૦૦ માઈલ તેમાં ઉમેરીને ૪૦૦ માઈલ જાઉં. આ રીતે ન કરાય. એક દિશાના માઈલ ઘટાડીને બીજી દિશાના માઈલ વધારે તે અતિચાર લાગે. (૫) સઈ અંતરધાએ. સંદેહ પડવા છતાં આગળ ચાલ્યા ગયા છે. જે મર્યાદા કરી છે તે યાદ રહ્યું ન હોય તેથી મનમાં સંદેહ