________________
શારદ શિરોમણિ ]
[ ૮૦૩ આમાં લપટાઈ ગયા ? તમે સ્વ–પર કલ્યાણ કેવી રીતે કરી શકશે ? તમારા આત્માનું કલ્યાણ પણ કેવી રીતે થશે ? માર્ગ ભૂલેલાને સાચા રાહે લાવવા માટે મોટા ભિક્ષુએ નાના ભિક્ષુની ખૂબ ઝાટકણી કાઢી. નાના ભિક્ષુના હૃદયમાં ગુરૂભાઈની વાત ગળે ઉતરી ગઈ, તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે કહ્યું- મોટાભાઈ ! આપની વાત સત્ય છે. મારા અંધકારમય બનેલા જીવનમાં આપે જ્ઞાનને પ્રકાશ આપ્યો છે. સાચા ભિક્ષુ તો સંસારથી નિર્લેપ થવાને માટે સંસારનો ત્યાગ કરીને અકિંચન બને છે. ખરેખર, હું ભાન ભૂલી ગયો. અજ્ઞાનતાના કારણે છોડેલા પરિગ્રહમાં ફરી વાર ફસાઈ ગયે અને મારી અકિંચન દશાને ભૂલી ગયે. બસ, હવે મારે મારા મઠમાં જવું નથી. આપની સાથે વિચરીશ. કહેવાને સાર એ છે કે આ પરિગ્રહ કઈ વાર ત્યાગીને પણ પિતાની માયાજાળમાં ફસાવી દે છે, માટે પરિગ્રહ પ્રત્યેની મમતા ઘટાડશે તે વ્રતમાં આવી શકશો. છઠ્ઠા વ્રતના અતિચારની વાત થઈ. હવે સાતમા વ્રતમાં શું વાત ચાલશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : મારી પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા : ગુણસુંદરીને પિતાને પતિ ન મળવાથી પોતાની પ્રતિજ્ઞા મુજબ અગ્નિસ્નાન કરવા તયાર થઈ, ત્યારે માણેકચંદે કહ્યુંબેટા ! આ રીતે અગ્નિસ્નાન કરવાથી તેને શું લાભ ? તું ધીરજ રાખ. તારા પતિ ગોપાલપુરમાં છે, તું જીવતી હશે તો કયારેક પતિને મેળવીશ. તું સુખી થઈશ ને આ રત્નસુંદરી પણ સુખી થશે. “જીવતે નર ભદ્રા પામે. મરણ પછી તે બધો ખેલ ખતમ. પિતાજી! અહીં છ મહિનાથી આવી છું. બહારથી ઉજળી થઈને ફરું છું. લોકો મારું માન સન્માન કરે છે. બધા ખમ્મા ખમ્મા કરે છે. તમે માનતા હશો કે મારી દીકરી સુખી છે પણ હું તે પતિના વિરહની આગમાં રાત દિવસ બળી રહી છું. રેજ ચિંતામાં બળવા કરતા ચિતામાં બળી મરવું શું ખોટું? જેથી બીજી વેદના સહન કરવી ન પડે. હવે તે તેમની શી આશા રાખવી? જે મને મળવાના હેત તે છ છ મહિનામાં મળી ગયા ન હોત ? માણેકચંદ ગુણસુંદરને ઘણું સમજાવે છે પણ ગુણસુંદર કઈ રીતે માનતા નથી. તે તો એક જ પકડ પકડીને બેઠો છે કે તમે મારા માટે ચિતા ખડકાવે. હું કાલે સવારે અગ્નિસ્નાન કરીશ. મારી પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. તમારે મારી આ વાત માનવી પડશે.
માણેકચંદનું તૂટેલું હૃદય : માણેકચંદે ઘણું સમજાવ્યું છતાં ગુણસુંદર ન માન્યો એટલે તૂટેલા હદયે અને ભાંગ્યા પગે માણેકચંદ શેઠ ઉઠયા. તેમના દિલમાં તે ખૂબ દુઃખ છે. રડી રડીને આંખે સુઝી ગઈ છે, છતાં ગુણસુંદરે કહ્યું એટલે ન છૂટકે રડતા દિલે ચિતા માટે લાકડાની ખરીદી કરવા ચાલ્યા. તેમના પગ સાવ ભાંગી ગયા છે. ચાલતા ચાલતા ચક્કર આવે છે કે મારી દીકરીને જીવતી બાળવા માટે લાકડા લેવા હું જાઉં ? મારાથી એ નહિ બને. તેના બાપુજી મને પૂછશે તે હું તેમને શું જવાબ આપીશ?
લાકડા માંગતા વેપારીને થયેલું આશ્ચર્યઃ માણેકચંદ મેટા લાકડાવાળાની દુકાને ગયા. ત્યાં વિચારે છે કે મારી દીકરીને અગ્નિસ્નાન માટે શું સાદા લાકડા