________________
૮૦૮ ]
|[ શારદા શિરેમણિ હું કયાં જાઉં ? તેમ પંખીઓ પિતાનું આશ્રયસ્થાન તૂટી જતાં નિસાસા નાખે છે. કોઈ વાર પંખીઓએ માળા બાંધ્યા હોય તે ઝાડ કાપી નાંખતા માળા પડી જાય અને પંચેન્દ્રિય જીવોની હિંસા થઈ જાય માટે આવા વેપાર કરશો નહિ. (૩) સાડીકમે ઃ બળદગાડી, ગાડા, રથ આદિ બનાવીને વેચવાનો ધંધો કરે, અથવા આથા વગેરે નાંખીને વસ્તુ બનાવી વેચવાને વેપાર કરે. (૪) ભાડીકમ્સ : બળદ, ઘેડા આદિને ભાડે આપવાનો વેપાર કરે. (૫) ફેડીકમ્મ : ખાણ ખોદાવવી, કૂવા, તળાવ વગેરે ખોદાવવા, પૃથ્વીને ખદાવી મેટી સુરંગ કરાવવી. આવા ધંધા કરવામાં ઘેર પાપ બંધાય છે. (૬) દતવાણિજજે : હાથીદાંતને વેપાર કરે. હાથીદાંત મેળવવા માટે હાથીઓની કેવી કરૂણ દશા થાય છે અને તે મરણને શરણ થાય છે માટે હાથીદાંતની બગડી આદિ કઈ ચીજ પહેરવી નહિ. (૭) લકખવાણિજજે : લાખનો વેપાર કરે. આસામ બાજુ લાખ બહુ થાય છે. અમુક જીવડા થાય છે તેને મારી નાંખીને આ લાખ બનાવાય છે. ભગવાનને શ્રાવક કર્માદાનને એક પણ વેપાર ન કરે.
(૮) રસવાણિજે મદિરા આદિ રસને વેપાર કરે છે. આ ધંધામાં કદાચ લાખોની કમાણી થતી હોય તે પણ ભગવાનના શ્રાવકે આ વેપાર કરે નહિ. (૯) વિસવાણિજે ? અફીણ, ઝેર, વિષ આદિને વેપાર કરે. આ વસ્તુઓ ખાવાથી માણસ મરી જાય છે. કેઈ વાર અફીણ, ઝેર આદિ પીને આપઘાત પણ કરે છે, તેમજ તલવાર, બંદુક, રાઇફલ, ધનુષ્યબાણ આદિ જે હિંસક હથિયારે છે તેને સમાવેશ પણ આ બેલમાં થઈ જાય છે. (૧૦) કેસવાણિજે ચમરી ગાયના વાળ આદિન વેપાર કરે. આ ચમરી ગાયના વાળ ઉતારે ત્યારે તેને કેટલી વેદના થાય છે તેમજ દાસ-દાસી, ગુલામ કે પશુ પક્ષીઓને વેચવાને બંધ કરો. આ બધા વેપાર કરવાથી મહાન પાપના ભાગીદાર થવાય છે. (૧૧) જન્તપીલકર્મે : ઘાણી આદિ મંત્રોથી તલ, મગફળી, સરસવ વગેરે પીલવાને ધંધો કરવો. લેટ દળવાની નાની મોટી ઘંટીઓ વગેરે વેચવાનો ધંધો કરે. જેમાં વીસે કલાક એકેન્દ્રિય જી પીસાયા કરે, તેમજ અનાજમાં કઈ કઈ વાર ધનેડા, ઈયળ આદિ હોય છે. જે જીવની જતના કર્યા વગર અનાજ દળાવે તે ત્રસસ્થાવર ઓની હિંસા થઈ જાય છે. શ્રાવકોથી મોટા મોટા કારખાના પણ નંખાય નહિ. (૧૨) નિલંછણકમે : બળદ, ગાય આદિના અવય છેદાવવા, તેમને ડામ દેવા. (૧૩) દવગિદાયઃ દાવાનળ સળગાવે. જંગલની ભૂમિને ખેતીલાયક બનાવવા દાવાગ્નિ લગાડવો. આ આગમાં ત્યાં રહેલા ત્રસ અને થાવર જીવને સંહાર થઈ જાય છે. (૧૪) સરદહલાગાસણયા : સરોવર, દ્રહ, વાવ, કૂવા, તળાવ આદિના પાણીને ઉલેચાવવા, ખાલી કરાવવા કે સૂકવી દેવા. જ્યાં પાણી હોય ત્યાં લીલ, ફૂગ કે સેવાળ હોય, તેમજ પાણીના આશ્રયે પિરા આદિ ત્રસ જીવે હોય છે. જળાશયાના પાણી ઉલેચાવવાથી આ બધા ત્રસ જીવેની હિંસા થાય છે. (૧૫) અસઈજણસણયા : હિંસક જીવ પાળી પિષીને વેપાર કર્યો હોય. શિકારી