________________
શારદા શિરેમણિ ]
[ ૮૦૭ મટી જશે. ભાઈએ કહ્યું–મારાથી આ ગરમીમાં ધાબળા નથી સહેવાતા. પરસેવાથી રેબઝેબ થઈ ગયો છું. મને કાંઈ એવી શરદી થઈ નથી. પત્ની કહે, શરદી થયા વગર આટલી બધી છીંક આવે નહિ માટે મારું કહ્યું માને. બામ લગાડ છે એટલે કામળા ઓઢીને સૂઈ જવાથી શરદી મટી જશે.
ભાઈ તે શ્રીમતીજી પાસે કાંઈ બોલી શક્યા નહિ. ભાઈને સૂઈ જવું પડ્યું. પત્નીએ તે ચાર ગરમ ધાબળા ઓઢાડયા. ભાઈ તે એવા ગભરાઈ ગયા કે મારું તે આવી બન્યું. અરરર.... આને પત્ની કહેવી કે શું કહેવું ? ભાઈએ તો પાંચ મિનિટમાં ધાબળા કાઢીને ફેંકી દીધા. પરસેવો તે એટલે બધે વન્ય હતું કે પાણી ટપકતું હતું. પત્ની કહે, જુઓ, આ પરસેવા વાટે બધી શરદી બહાર નીકળી ગઈ. અરે, શું શરદી બહાર નીકળી ગઈ? હું તે મરી ગયે. ગભરામણ થઈ ગઈ. તારી બે કપ ચાએ તે નખેદ વાળી દીધું. મનમાં તે થાય છે કે કયાં ભંગ લાગ્યા કે હું ચાના ટેસ્ટમાં લલચા. મારે ટેસ્ટ તે બરાબર નીકળી ગયા. ચાને સ્વાદ માણવા ઊભે રહ્યો ન હેત તે મારી આ દશા ન થાત ને?
જેણે રસેન્દ્રિય જીતી છે તે ખરાબ રીતે પકવેલે આહાર ખાય નહિ. પાંચમ અતિચાર છે તુચ્છ સહિ ભખયા જેમાં ખાવાનું છે અને ફેંકી દેવાનું ઝાણું એવી વસ્તુ ખાધી હેય. શેરડી, સીતાફળ આદિ. આ ચીજોમાં ખાવાનું થોડું ને ફેકી દેવાનું વધારે હોય છે. શેરડીના કૂચા આદિ જ્યાં નાંખવામાં આવે ત્યાં કીડીઓ અને માખીઓ ખૂબ થાય છે. જે તેના પર માણસને કે પશુને પગ આવી જાય અથવા કઈ વાહન નીકળે તો તે જીવને કચ્ચરઘાણ નીકળી જાય છે માટે આવી વસ્તુ શ્રાવકેએ ખાવી નહિ. આ પાંચ અતિચાર છે. હવે ૧૫ કર્માદાન કયા છે તે સમજીએ. કર્મોને ગ્રહણ કરવામાં જે કારણ રૂપ બને છે અર્થાત જેના દ્વારા કઠીન કર્મોનું ગ્રડણ થાય છે તેને કર્માદાન કહે છે. આ કર્માદાનના વેપાર એવા છે કે જેમાં ઘેર હિંસા થાય છે જેમાં કર્મના ઢગ ભેગા થાય છે. અર્થાત આવા વેપારથી જ્ઞાનાવરણીય આદિ કર્મોને પ્રબળ બંધ થાય છે. આ કાંદાનેનું સેવન શ્રાવકેએ પિતે કરવું નહિ, બીજા પાસે કરાવવું નહિ અને કરતાને અનુદન પણ આપવું નહિ. તે કર્માદાન આ પ્રમાણે છે.
(૧) ઇગલકમે : લાકડા બાળીને કેલસ બનાવવાનું બંધ કરે. લાકડાને બાળવાથી અગ્નિકાય, વાઉકાય અને વનસ્પતિકાયની જબ્બર હિંસા થાય છે. અગ્નિ ભેંય પડે ત્યાં કીડી, મંકડા આદિ કેટલાય ત્રસ જીવોની હિંસા થાય છે. તેમાં ઘેર પાપ બંધાય છે અને દુર્ગતિની ટિકિટ ફાટે છે. હું તે કહું છું કે ગરીબ રહેવાનું પસંદ કરજો પણ કર્યાદાનના વેપાર તે કરશે નહિ. (૨) વણકર્મે : વનના વૃક્ષોને કપાવીને લાકડા આદિ વેચવા. જે વૃક્ષ પર ઘણું પક્ષીઓ આવીને બેસતા હતા તે ઝાડ કપાઈ જવાથી તે પંખીઓ કેટલા નિસાસા નાખે. કેઈનું મકાન અચાનક તૂટી પડે ને બીજે કઈ સ્થાને રહેવાની જગ્યા ન હોય તે માનવીને કેવા નિસાસા પડે છે. હવે