________________
શારદા શિશમણિ ]
[ ૮૧૫
વસ્તુ ખાવાનું મન થયું તે કહેશે કે આ વસ્તુ તે આજે જ બનાવજો. કાલની વાત કાલે. પિકચર જોવાનું મન થયું તેા કહેશે કે આજની ટિકિટ લઇ આવજો. ન મળે તે બ્લેકની પણુ લાવજો. સંસારની પાપની ક્રિયા વાયદે નથી રાખતા પણ ધર્મની વાત આવે ત્યાં વાયદા સૂકાય છે.
એક વાર ફકીર જતા હતા. રસ્તામાં એક યુવાન છેકરા મળ્યા. ફકીરે કહ્યું-ભાઈ! કયાં જઈ આવ્યે ? વીમેા ઉતરાવવા ગયા હતા કોના ? મારો. તું તેા હજુ ૨૫-૩૦ વના છે અને અત્યારથી વીમે? બાપુ! આ જિંદગીના શૈા ભરોસા ? રસ્તે ચાલતા ઠેસ વાગે ને પડી જઈ એ તેા મૃત્યુ થઈ જાય, એકસીડન્ટ થઈ જાય તે માત. ઘડીકમાં હા બેસી જાય ને માત. આજના જમાનામાં તે ડગલા નીચે મત છે તેા વીમા શા માટે ઉતરાવ્યેા ? જે પૈસા આવે તે પત્નીને મળે ને ? રસ્તામાં ખ'ને થોડું ચાલ્યા. ચાલતાં આડીઅવળી વાતા કરી પછી ફકીરે કહ્યુ -ભાઈ! ભગવાનનું નામ દે છે ખરા? કાંઈ ધર્મધ્યાન કરે છે ખરો? યુવાન કહે, શુ' આ ઉંમર ધર્મધ્યાનની લાગે છે? આ ઉંમર મેાજમઝા કરવાની છે. હજુ તા જિંદગી ઘણી બાકી છે. ઘડપણમાં શું કરવાનું છે ? નિરાંતે ભગવાનનુ નામ લેશું. વીમા ઉતરાવા છે ત્યાં કહે છે જિંદગીના ભરોસે નથી, અને ધર્મધ્યાનની વાત આવે ત્યાં કહે છે હજુ જિં દગી ઘણી ખાકી છે. જ્ઞાની કહે છે પાપના કાર્યાં વાયદે રાખેા અને ધર્મના કાર્યોં હાજર તરત કરો. ધમ કરવાની આ અમૂલ્ય ઘડી છે.
લાખા જનમ પૂરા કરી, આપણુ સૌ આવ્યા અહી', જો આ ભવે જાગ્યા નહિ તે ફરીશું ચક્કર મહી', '
કેટલા જન્મા કરતા કરતા મહાન પુણ્યદય થયા ત્યારે આ મનુષ્ય જન્મમાં આવ્યા છીએ. જો આ ભવમાં જાગશે નહિ તે આ ચાર ગતિના ચક્કરમાં ફરવાનું', આનંદ શ્રાવકના આત્મા જાગી ગયા. તેમણે વ્રત અંગીકાર કરી લીધા. ભગવાને આઠ વ્રતના અતિચાર સમજાવ્યા. હવે નવમા વ્રતના અતિચાર સમજાવે છે. આનંદ શ્રાવકે જ્યારે આઠ વ્રતાને સ્વીકાર કર્યાં તે સમયે નવ, દશ, અગીયાર અને ખારમુ' વ્રત આ ચાર શિક્ષાવ્રતા સમસ્ત જીવનને માટે નથી હાતા. તે એ ઘડી, ચાર ઘડી દિવસ-રાત આદિ નિશ્ચિત શિક્ષાવ્રતનું નિરૂપણ કર્યું' નથી. તેનું કારણ એ છે કે સામાયિક આદિ કાલને માટે હાય છે અને તે તમારી સ્થિરતા હાય તે રીતે ગ્રહણ કરાય છે તેથી મત લેતી વખતે આ શિક્ષાવ્રતાના નિર્દેશ કરવામાં આવ્યે નથી.
નવમા વ્રતનું નામ છે સામાયિક વ્રત. સામાયિક એ કાઈ સામાન્ય ચીજ નથી પણ ચારિત્રનુ` અંગ છે. સામાયિકના અર્થ છે જીવનમાં સમતા-સમભાવ કેળવવા. જીવનમાં રાગ-દ્વેષના કારણે વિષમતા આવે છે. તે વિષમતાને છેડીને શુદ્ધ આત્મ સ્વરૂપમાં રમણતા કરવી તેનું નામ છે સામાયિક. સામાયિકથી રાગદ્વેષ આદિ વિકૃતિઓ શાંત થાય છે અને જ્ઞાન, દર્શન આદિ ગુણ્ણાની વૃદ્ધિ થાય છે. સંતાની સામાયિક જાવજીવની હાય છે; શ્રાવકોની સામાયિક બે ઘડી ૪૮ મિનિટની હાય છે, પછી સ્થિરતા