________________
શારદા શિરમણિ ]
[ ૮૧૩ એક શેઠ ભણેલા થોડું પણ બુદ્ધિ વધારે હતી. વેપાર ધંધામાં તે એક્કા હતા. ધંધામાં પુર્યોદયે લાખ રૂપિયા કમાયા. તેમને એક દીકરો હતે. તે તે કેલેજમાં ભણે, અપટુડેટ થઈને ફરે. મોજશોખમાં બાપના પૈસા બગાડે. તે ભણ્ય પણું ગણ ન હતો. આ બે દિવસ સિનેમાં, હોટલમાં ફરતો ને પૈસા ઉડાવતો. શેઠ ઘણી વાર કહે કે તું દુકાને આવ. ધંધામાં મદદ કર પણ સાંભળે જ નહિ. આથી બાપને ખૂબ દુઃખ થતું, અને રેડિયાના રંગે તો એ રંગાયેલે કે બાપની શિખામણ પથ્થર ઉપર પાણી. રેડિયે સાંભળવો ને ગીત લલકારવા એ તેનું કામ.
સંત સામે મનમાં થયેલી ઉથલપાથલ ? એક દિવસ ગામમાં ત્યાગી તપસ્વી સંત પધાર્યા. આઠમનો દિવસ હતો. શેઠ કહે-બેટા ! આજે મારે વ્યાખ્યાનમાં જવું છે, તું દુકાને બેસીશ ? જે હું ન આવું ત્યાં સુધી બહાર જઈશ નહિ. જો કે ઘરાક આવે તે રોકડે માલ લઈ જાય તે રેકર્ડ લખજે અને ઉધાર લઈ જાય તો ઉધાર લખજે. ભૂલ ન કરત. છેકરે કહે બાપુજી ! આપ ખુશીથી વ્યાખ્યાનમાં જાવ. ચિંતા ન કરશો. આ૫ વ્યાખ્યાન સાંભળીને ન આવતા. પૌષધ કરે હોય તે પૌષધ કરજે. બાપા સમજે છે કે ક્યાં પૌષધ કરું ! તું કે છે તે મને બધી ખબર છે. શેઠ પણ કોઈ દિવસ ઉપાશ્રયે જતા ન હતા. આજે ગયા છે. શેઠ તે વ્યાખ્યાન સાંભળવા બેઠા. વ્યાખ્યાન સાંભળતા સાંભળતા દુકાન યાદ આવી જાય છે. દુકાને બેઠા બેઠા સાધુ કે ઉપાશ્રય યાદ ન આવે પણ અહીં ઉપાશ્રયમાં આવે ત્યારે ઘર, દુકાન બધું યાદ આવે. શેઠ વ્યાખ્યાન સાંભળે છે પણ મનમાં થાય છે કે છોકરે શું કરશે ? કાંઈ ઉંધુચત્ત તે નહિ કરે ને ? રવિવારનો દિવસ હતે. સંતે તે બે કલાક વ્યાખ્યાન ચલાવ્યું. ૧૧ વાગે પૂરું થયું. શેઠના મનમાં તે ઉથલપાથલ થવા લાગી. તેમને એમ હતું કે ૧૦ વાગે વ્યાખ્યાન પૂરું થશે એટલે જતો રહીશ પણ વ્યાખ્યાનમાં ઉઠાય કેવી રીતે ? ન છૂટકે ૧૧ વાગ્યા સુધી બેસવું પડયું. વ્યાખ્યાન પૂરું થયું એટલે શેઠ તે ઉતાવળા ઉતાવળા દુકાને આવ્યા.
શેઠ કહે બેટા ! કેઈ આવ્યું હતું ? હા. આપના ગયા પછી થોડી વારે એક બાઈ પાશેર ખાંડ લેવા આવી. મેં તેને ખાંડ આપી. તે ચોપડામાં લખ્યું છે ને ? આ ભાઈને નામું કેવી રીતે, કેમ લખાય એ આવડતું ન હતું. તેણે બાઈનું નામ પણ પૂછયું ન હતું. આખો દિવસ રેડિયાના ગીતો સાંભળતા ગીતે બનાવતો હતે. તેણે ચોપડામાં લખ્યું “ રાતે સાડેલે રાંડ, ને લઈ ગઈ પાશેર ખાંડ.” લખીને હરખા કે કે સરસ પ્રાસ મળી ગયો. થોડી વાર થઈને તે બાઈ પાછી તેલ લેવા આવી. છોકરાએ તેલની પળી ભરીને બાઈને તેલ આપ્યું. બાઈ ગયા પછી ભાઈએ ચોપડા ખેલ્યા. નામું લખતા આવડતું નથી. તેને પ્રાસવાળી કડી બનાવીને ચેપડામાં લખ્યું, “વળતા પાછી વળી, લઈ ગઈ પાશેર તેલની પળી.” શેઠે પૂછયું ત્યારે છોકરાએ કહ્યું-બાઈ ઉધાર લઈ ગઈ છે. તે મેં ચેપડામાં લખી દીધું છે. આપ