________________
૮૧૪]
[ શારદા શિરોમણિ વાંચે તે ખુશ થઈ જશે. શેઠે પડે છે. વાંચેલું જોયું ત્યારે કપાળ કુટવા લાગ્યા. ધૂળ પડી તારી કડીમાં ને તારા ચોપડામાં. તે લખ્યું છે રાંડ આવી હતી તે પાશેર ખાંડ ને તેલ લઈ ગઈ, પણ તેનું નામ ઠામ તે લખ્યું નથી. મારે ઉઘરાણું કયાં જવું ? પૈસા કયાંથી લાવવા ? કવિતા કરવાની હોંશિયારીથી ચોપડા ન લખાય. ધંધો ય ન થાય. તને વેપાર ઍવું તે તું મને બાર મહિનામાં દેવાળું કઢાવે.
શેઠના મનમાં થયું કે હું કયાં વ્યાખ્યાન સાંભળવા ગયો ? પાશેર ખાંડ અને પાશેર તેલની કિંમત કેટલી ? છતાં તેમને થયું કે હું વ્યાખ્યાન સાંભળવા ગયે તે મને કેટલું નુકશાન થયું ! મેં કેટલું ગુમાવ્યું ? તેમને પાશેર તેલ અને ખાંડની કિંમત સમજાણી તેટલી આત્માની ન સમજાણી. તેમને એમ ન થયું કે મને આ માનવ જીવન મળ્યું છે તેની કિંમતી ઘડી પળોમાં કાંઈ સાધના કરતા નથી તો મેં કેટલું ગુમાવી દીધું ? ભલે, મારે છેક ધંધે જાણતા નથી. ૧૦ વાગ્યા સુધી દુકાન બંધ રાખીશ પણ જિનવાણી સાંભળવા જાઉં અને આત્માની કંઈક કમાણી કરું આવા ભાવ ન આવ્યા. ધનની મમતામાં ધર્મ સાવ ભૂલી ગયા. અર્થની કિંમત સમજાણી તેટલી આત્માની નથી સમજાઈ.
આ પૈસાની પ્રીતમાં રે, ધર્મને તું ભૂલી ગયો, હવે જાગી વહેલા... (૨) આવો રે.... અમૂલો લાભ લઈ લો.
જીવ પૈસાની પ્રીતમાં પ્રભુને ભૂલી ગયો છે. આ જાગવાને અવસર છે. તે આત્મ સાધનાનો અમૂલ્ય લાભ લઈ લે. અનર્થદંડના પાપ ન લાગે તે માટે સજાગ રહે. (૪) સજુતાહિગરણે કુહાડી, ફરસી, તલવાર, મૂસલ, છરી, ચપ્પા આદિ હથિયારોને સંગ્રહ કરવો. ઘરમાં એક બે ચપ્પા હેય છતાં ઘણુને એ શેખ હોય કે બજારમાં જાય ને સારું ચણ્યું, કાતર દેખે તે નવા લઈ આવે. તમારે જરૂરિયાત હોય ને ન છૂટકે લાવવું પડે એ જુદી વાત પણ નવા નવા અધિક ભેગાં કરશે નહિ. નવા હથિયારે ભેગા કરવાથી અધિકરણુકી ક્રિયા લાગે. આ શસ્ત્રોથી જીવહિંસા થવાની છે. આ ભવમાં તમે વસાવ્યા તેનાથી જે હિંસા થાય તે પાપના ભાગીદાર તે ખરા અને આ દેહ છોડતાં જે વોસિરાવાય નહિ તે બીજા ભવમાં પણ તેની પાપની ક્રિયા આવ્યા કરે માટે નવા નવા હથિયારોને સંગ્રહ કરશે નહિ. કરે તે અતિચાર લાગે (૫) ઉવભાગ પરિભોગ અરિ : એક વાર ભેગવાય તેવા ખાન પાન આદિ અને વારંવાર ભગવાય તેવા વસ્ત્ર, પાત્ર, દાગીના આદિ તેના પર નિયંત્રણ રાખવું અને તે જરૂરિયાતથી વધારે ન રાખવા જોઈએ. તેમાં આસકત ન બનવું જોઈએ. જરૂરિયાતથી અધિક રાખવાથી અતિચાર લાગે. તમે તમારા દીકરાઓ માટે ભેગું કરવા પાપના પિટલા ન બાંધશે. પાપના કાર્યો વાયદે રાખતા શીખે. આજના ની દશા એ છે કે ધર્મને વાયદે રાખે છે અને સંસારના કાર્યોમાં વાયદો નથી રાખતા. તમે દરજીની દુકાને કપડા સીવવા આપ્યા. તેને શું કહેશે ? મને એક બે દિવસમાં મળી જવા જોઈએ. કોઈ