________________
શારદા શિરમણિ ]
[ ૮૧૧ પણ પ્રયત્ન કરે. જે સ્વાર્થી છે તે પિતાના સ્વાર્થ માટે બીજાના સુખને નાશ કરે અને જે અધમ છે તે તે કોઈ જાતના પ્રયજન વિના બીજાના હિતને નાશ કરે. સ્વાર્થી મનુષ્ય માત્ર પિતાને લાભ જુએ છે. તે માટે બીજાનું ગમે તેટલું નુકશાન થાય, તેને ગમે તેવું કષ્ટ પડે તે પણ તેની પરવાહ નથી કરતા. આ સંસારમાં સંઘર્ષો, કેષ, ઇર્ષા, લેભ, લાલસા આદિ સમસ્ત દેનું મૂળ કારણ સ્વાર્થ છે. એવો સ્વાર્થી માનવ પોતાના સદ્ગુણેને ધીમે ધીમે ગુમાવી બેસે છે. સ્વાર્થપૂર્ણ જીવન સૌથી વધુ દુઃખમય જીવન છે. | સ્વાર્થ અને પરમાર્થમાં ઘણું અંતર છે. જે શરીરની સુવિધા આપે પણ આત્માની ઉપેક્ષા કરે તેને સ્વાર્થ કહેવાય છે. પરમાર્થમાં આત્મકલ્યાણનું ધ્યાન રાખવામાં આવે છે. સાંસારિક સુખોને ઉપભોગ કરવાથી શારીરિક સુખ મળે છે પણ આત્મા સુખી નથી બનતે. પરોપકાર અને પરમાર્થના કાર્યો કરવાથી આત્મા સુખી થાય છે. જે વિવેકલ આત્મા છે તે સાચું સુખ મેળવવાને માટે સ્વાર્થ સુખની અપેક્ષા કરતાં પરમાર્થ સુખને અધિક મહત્વ આપે છે. પરમાર્થ સુખને માટે તે સ્વાર્થ સુખને ત્યાગ કરે છે, કારણ કે તે સમજે છે કે શારીરિક સુખ તે ક્ષણિક છે જ્યારે આત્મિક સુખ, સત્ય, શાશ્વત અને યથાર્થ છે. પરમાર્થ પૂર્ણ જીવન સ્વર્ગીય સુખ શાંતિને ભંડાર છે. પરમાર્થ બુદ્ધિ રાખનાર વ્યક્તિનું જીવન ખૂબ સુખી અને સંતોષી હોય છે. પરમાથી આત્મા તે સંતેષી હોય પણ તેના સંપર્કમાં આવવાવાળા જી પણ સંતુષ્ટ અને પ્રસન્ન રહે છે, તેથી આત્માનો આનંદ વધી જાય છે. બધા લેકે તેમની પ્રશંસા કરે છે. જ્યારે સ્વાથી માણસ અધિક અધિક વસ્તુઓ મેળવવા અને પોતાને વાર્થ પૂરો કરવા સંધર્ષો કરે છે.
કંઈક એવા જીવે છે કે પિતાને અને પરિવાર આદિને સ્વાર્થ સાથે અને બીજા જી પર પરમાર્થ પણ કરે. ખેતી, ધંધા કરવા એમાં પિતાને સ્વાર્થ તે છે પણ જે તેમાં ભાવના ઊંચી હેય તે પરમાર્થને લાભ પણ મળી શકે. જેમ એક ખેડૂત ખેતી કરે છે. તે વિચારે છે કે આ ખેતીની મને જે આવક થશે તેનાથી મારા પરિવારની આજીવિકા ચાલી રહેશે, જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મને મળી રહેશે. સાથે ખેડૂત એ પણ વિચાર કરે છે કે ખેતી કરવી એ મારું કર્તવ્ય છે. આ ખેતીમાંથી દેશને, રાષ્ટ્રને અનાજ મળશે. મારી જરૂરિયાત પૂરી થયા પછી જે અનાજ બચશે તે હું સમાજને સેવા માટે યોગ્ય ભાવમાં આપીશ તેથી મને લાભ થશે. જીવન નિભાવવા પૈસાની જરૂર છે તેથી એગ્ય ભાવમાં વેચીને પિસા મેળવીશ પણ વધુ કમાવા માટે ભાવ વધારે નહિ વધારું, આનું નામ સ્વાર્થ સાથે પરમાર્થ. આવા જી સ્વાર્થની સાથે પરમાર્થનું પુણ્ય પણ ઉપાર્જન કરી શકે છે. આ સંસારમાં ઉત્થાન અને પતનના બે માર્ગ છે. એકને પરમાર્થ કહે છે અને બીજાને સ્વાર્થ કહે છે. સ્વાથી જીવનનું પરિણામ દુઃખ, કલેશ, અશાંતિ અને કર્મબંધન છે જ્યારે પરમાર્થી જીવનનું પરિણામ