________________
શારદા શિરમણિ ]
[ ૮૦૯ બિલાડા, કૂતરા આદિ હિંસક ઇવેને પાળીને હિંસાના કામ કરાવે તેમજ તેને વેચવાનો વેપાર કરે. (કુલટા સ્ત્રીઓને રાખી તેમની પાસે વેશ્યાના કામો કરાવી આજીવિકા ચલાવે.)
આનંદ શ્રાવકે પંદર કર્માદાનના વેપારના પચ્ચક્ખાણ કર્યા. ભગવાનના શ્રાવકે અથવા જેમને પાપની ભીતી લાગે એવા આત્માઓથી કર્માદાનને એક પણ વેપાર કરાય નહિ. ધનની આસક્તિ માટે, ધનના વધુ સંગ્રહને માટે આવા કર્માદાનનો એક પણ વેપાર કરશો નહિ. તેવા ધંધામાં પૈસા ધીરશો નહિ અને કરતાને અનુમોદન પણ આપશો નહિ. આ બધા પાપ પ્રાયઃ બીજા માટે કરો છે. તમારે તે કેટલું જોઈએ ?
શાળ સ્નાન ન મ રથ ! ” કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. આ કર્માદાનના ધંધાથી પાપને પટારા ભરાય છે. જીવ ભારે કમી બને છે. સાતમા વ્રતના પાંચ અતિચાર અને ૧૫ કર્માદાન જાણવા પણ આદરવા નહિ. આપ બધા કર્મદાનનું સ્વરૂપ સમજ્યા. હવે આપ એટલે નિર્ણય કરજો કે ગમે તેવી સ્થિતિમાં કે ગમે તેવા સંયોગોમાં પણ મારે કર્માદાનના વેપાર તે કરવા નહિ. ગોશાલકના શ્રાવકે કર્માદાનનું વેપાર કરે નહિ, કંદમૂળ ખાય નહિ તે પછી તમે બધા તે શાસન શિરોમણિ ભગવાન મહાવીર સ્વામીના શ્રાવકે છે તે તમારાથી કર્માદાનના વેપાર થાય ખરા ? કંદમૂળ ખવાય ખરું ? ના..ના... આવા મહાપાપના ધંધા કરશો નહિ, કરાવશે નહિ, જે કરે તેને ત્યાં પૈસા ધીરવા જશે નહિ. જે પૈસા ધીરશે તે પણ તમે પાપના ભાગીદાર બનશે. આ રીતે સાતમા વ્રતમાં કર્માદાનનું સ્વરૂપ સમજ્યા. હવે આઠમા વ્રતમાં શું ભાવ ચાલશે તે વાત અવસરે.
ચરિત્ર ઃ હિબકા ભરતા માણેકચંદ શેઠ : માણેકચંદ શેઠ ચિતા માટે લાકડા લેવા વેપારીને ત્યાં ગયા. વેપારીએ પૂછ્યું–શેઠ ! કેણુ ચાલ્યું ગયું ? આ સાંભળતા હૈયું ખૂબ ભરાઈ ગયું, તેમની આંખમાંથી તો શ્રાવણ ભાદર વહી રહ્યો છે. વેપારીએ ખૂબ ખૂબ પૂછ્યું–શેઠ ! બોલે તે ખરા કે શું થયું ? છતાં શેઠ શાંત થતા નથી ને હીબકા ભરીને રડે છે. તેમનું હૈયું શાંત થાય કેવી રીતે ? આ કંઈ થોડું કેઈનું મૃત્યુ થયું છે ? આ તો જીવતાની ચિતા સળગાવવાની હતી. તે બીજા કોઈની નહિ પણ પિતાના શેઠની વહાલસોયી, હોંશિયાર, લાડલી દીકરીની ! તેથી તેમનું અંતર વધુ રડી રહ્યું છે. આ વાત કઈને કરવી કેવી રીતે ? શેઠને રડતા જોઈને આજુબાજુથી લેકે ભેગા થઈ ગયા. બધા એકબીજાને પૂછે છે શું થયું ? હજુ તે બે મહિના પહેલા માણેકચંદે દીકરાને પરણાવ્યું છે. એકાએક શું થયું ? બધાએ લાકડાના વેપારીને પૂછયું-વેપારીએ કહયું, મને ખબર નથી. તે લાકડા લેવા આવ્યા ત્યારે મેં પૂછયું કે શેઠ! કેણ ગયું ? આ શબ્દ સાંભળતા તેઓ હૈયાફાટ રડવા લાગ્યા. બધાએ ખૂબ પૂછયું. શેઠની બોલતા જીભ ઉપડતી નથી છતાં રડતા રડતા કહ્યું–મારો વહાલો દીકરો ગુણસુંદર જીવતા અગ્નિનાન કરે છે. શું ગુણસુંદર અગ્નિસ્નાન કરે છે ? શા માટે ? ગુણસુંદરની ગોપાલપુરમાં કીતિ ખૂબ હતી. તેના યશગાન ગવાતા