________________
૮૧૦ ]
| [ શારદા શિરેમણિ હતા એટલે ગુણસુંદર અગ્નિસ્નાન કરે છે. એ સાંભળતા બધાના હૈયે હાથ પડી ગયા. નાના મોટા બધાની આંખમાં આંસુ આવ્યા.
વેપારીએ પાડેલી બૂમ બચાવે...બચાવે વેપારીએ તો લાકડા આપવાની ના પાડી દીધી. તે તે દુકાન ખુલ્લી મૂકીને બજારમાં ચૌટા વચ્ચે જઈને બૂમો મારવા લાગ્યા. બચાવે...બચાવે. બધાના મનમાં થયું કે શું વેપારીની દુકાને કાંઈ થયું છે? બચાવોની બૂમો કેમ પાડે છે? ત્યાં તે વેપારી બે બચાવે..ગુણસુંદર આત્મહત્યા કરે છે. વેપારીની કરૂણ ચીસે સાંભળીને બધા વેપારીઓ દુકાને ખુલ્લી મૂકીને આવ્યા. કેઈ તિજોરી કે દુકાન બંધ કરવા ન રહ્યા. ગામમાં હાહાકાર મચી ગયો કોઈ કહે કે ગુણસુંદર તે મોટો વેપારી છે. તેની આ ગામમાં ખ્યાતિ ઘણી છે. તે શા માટે અગ્નિસ્નાન કરવા ઈચ્છે છે? શું કારણ હશે? કઈ કહે તેને વેપારમાં મોટી ઓટ આવી હશે! બધાના પૈસા ચૂકવી શકે એવા સંગે નહિ હોય તેથી પિતાની આબરૂ, લજજા માટે મરવાનું ઈચ્છતા હશે! કંઈ કારણ વિના ભરયુવાનીમાં આત્મહત્યા ન કરે. લોકોમાં જાતજાતની વાતો થવા લાગી. પાણીમાં તેલનું ટીપું નાખો. તે પાણીમાં પ્રસરી જાય તેમ જોતજોતામાં આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ કે ગુણસુંદર અગ્નિસ્નાન કરે છે.
કર્ણોપકણે ચાલતી વાત, પહોંચી નરવર પાસ
નરેશ ઘરથી ચાલી આવ્યો, ભેદ જાણવા ખાસ હે... એક કાનેથી બીજે કાને જતાં જતાં વાત નગરનરેશના કાને પહોંચી ગઈ. તેમના મનમાં થયું કે આ નામાંકિત, યશનામી ગુણસુંદર અગિરનાન શા માટે કરે છે? ગુણસુંદરે રાજાનું દિલ જીતી લીધું હતું. રાજા તે મારતે ઘોડે કેઈને સાથે લીધા વિના એકલા ગુણસુંદરના મહેલે આવ્યા. ગુણસુંદરના મહેલે તે માણસોની ઠઠ જામી છે. માણસની ભીડ જોઈને રત્નસાર શેઠે પૂછયું-શું છે? કેમ આટલા બધા માણસે એકત્ર થયા છો? શેઠ! તમારા જમાઈ ગુણસુંદર અરિનાન કરે છે. અરે...આપ શું કહે છે? હજુ તો મારી દીકરીના લગ્ન કર્યા બે મહિના થયા છે ત્યાં આ દુખ ! તે તો ભાન ગુમાવી બેઠા. પાણી છાંટીને ભાનમાં લાવ્યા. તે પણ રડતા રડતા મહેલે આવ્યા ગુણસુંદરના મહેલમાં કરૂણ રૂદનને અવાજ આવતા હતા. રત્નસુંદરી પણ બેભાન થઈને પડી. હવે ત્યાં શું બનશે તે ભાવ અવસરે. આસો સુદ ૪ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૮૯ : તા. ૧૭-૧૦-૮૫
અનંતજ્ઞાની જિનેશ્વર ભગવંતે આ સંસારમાં ચાર જાતના માનવ બતાવ્યા. (૧) પરમાથી (૨) સ્વાર્થની સાથે પરમાર્થ કરનારા (૩) સ્વાથી (૪) અધમ. પરમાથી સપુરૂષ તે છે કે જે પોતાને સ્વાર્થ ન જોતાં બીજાના હિતને માટે પ્રયત્ન કરે છે. બીજી કોટિના જે સામાન્ય વ્યક્તિ છે તે પિતાને સ્વાર્થ સાધે અને બીજાના સુખ માટે