________________
શારદા શિરમણિ ]
[૮૦૫ જીવન રૂપી વૃક્ષનું મૂળ ધર્મ છે. અર્થ અને કામ તેની ડાળીઓ અને પાંદડા છે. જે માનવી અર્થ રૂપી પાંદડા અને કામ રૂપી ડાળીઓને પાણીનું સિંચન કરે છે તેનું જીવન હર્યુંભર્યું રહી શકતું નથી. જે ધર્મ રૂપી મૂળને સિંચન કરવામાં આવે તે જીવનમાં સુખશાંતિ મળતી રહેશે અને આત્માની ઉન્નતિ થતી રહેશે. વસંતઋતુમાં વૃક્ષે કેવા હર્યાભર્યા હોય છે. તેની છાયામાં મુસાફરે પિતાને થાક ઉતારે છે. પક્ષીઓ પણ દૂર દૂરથી આવીને તેના પર આશ્રય મેળવે છે. જયારે પાનખર ઋતુ આવે છે ત્યારે એ ઝાડની ડાળીઓ સૂકાઈ જાય છે અને પાંદડાં ખરી પડે છે પછી તેની પાસે કઈ પક્ષી કે મુસાફર આવતા નથી. તે જંગલમાં એકલું ઊભું હોય છે પણ જે તેનું મૂળિયું સજીવન હશે તો ફરી વાર તે નવપલ્લવિત થઈ જાય છે. આ રીતે જીવન રૂપી વૃક્ષના મૂળ ધર્મને સજીવન રાખવાનું છે. આ જીવનમાં ક્યારેક અર્થની પાનખર પણ આવે છે. કયારેક કામવાસનાની ગરમ લૂ તેને સતાવે છે. અનીતિ, અન્યાયથી ધન મેળવવાના પ્રલોભને પણ આવે છે. તે સમયે જીવન વૃક્ષના ધર્મ રૂપી મૂળને સુરક્ષિત રાખ્યું હશે તો આ પ્રલેભને, અર્થની પાનખર કે કામવાસનાની લૂ તેને સતાવી શકશે નહિ અને એક દિવસ તે આત્માની અનુપમ વસંતને ખીલવી શકશે, માટે ધર્મને સુરક્ષિત રાખવાની જરૂર છે. ધર્મને પાયો મજબૂત બનાવવાનો છે.
માની લે કે એક મહેલની દિવાલે ખૂબ મજબૂત છે. તેના પર રંગરોગાન ખૂબ સુંદર કર્યા છે. ફનીચર પણ સરસ અને સુંદર ગેઠવ્યું છે પણ તે મકાનને પાયે કાચે છે તે આ સુંદર મહેલ કેટલા દિવસો સુધી ટકશે? જોરદાર વંટોળ આવતા તે ધરાશાયી થઈ જશે. આ રીતે જીવન મહેલની ધનસંપત્તિ રૂપી દિવાલે ઘણી મજબૂત છે. તેમાં વિષય સુખનું રંગરોગાન કર્યું છે પણ જીવન મહેલને ધર્મરૂપી પાયો ખૂબ કાચે છે. બહારથી ધર્માનુષ્ઠાન કરે છે પણ અંદર પિોલમપોલ છે. ધર્મ રૂપી મજબૂત પાયા વિના જીવન મહેલ કેટલા દિવસ ટકી શકશે? ધર્મ વિનાનું જીવન લગામ વિનાના ઘડા જેવું છે માટે જીવનમાં ધર્મ પુરૂષાર્થની અવશ્ય જરૂર છે. ધર્મનું પલ્લુ અર્થ અને કામના ૫૯લા કરતા વજનદાર હોય ત્યારે જીવન સુખશાંતિમય બની શકે છે.
જેમનું જીવન ધર્મ પુરૂષાર્થમાં આગળ વધી રહ્યું છે એવા આનંદ શ્રાવકની વાત ચાલે છે. ભગવાન તેમને સાતમા વ્રતના અતિચાર સમજાવે છે. સાતમા વ્રતનું નામ છે ઉવગ પરિભેગ. જે એક વાર ભેગવાય તે વિભાગ અને વારંવાર ભોગવાય તે પરિભેગ. આનંદ શ્રાવકે ર૧ બેલની મર્યાદા કરી. તમે પણ રોજ રોજ માટે ૨૬ બોલની મર્યાદા કરી શકો છો. મર્યાદા નથી તેથી પાપનો પ્રવાહ તે આવ્યા કરે છે. સાતમા વ્રતમાં પાંચ અતિચાર અને ૧૫ કર્માદાનનું સ્વરૂપ સમજાવ્યું છે. પહેલે અતિચાર છે (૧) સચિત્તાહારે: સચેત વસ્તુ ખાધી હોય. અહીં સચિત્તાહારનો અર્થ એ સમજવો જોઈએ કે શ્રાવકે પાણી, ફળ આદિ સચેત વસ્તુઓની જે મર્યાદા કરી છે તેનાથી અધિક વાપરે તે અતિચાર લાગે. (૨) સચિત્તપડિબદ્ધાહારે