________________
[ શારદા શિરોમણિ સચેતની સાથે લાગેલ અચેત વસ્તુ ખાધી હેય. વૃક્ષની સાથે લાગેલ લીંબડાને ગુંદર આદિ ખાધું હોય, સચેત વસ્તુની મર્યાદા કરનારને આવી વસ્તુઓ ન ખવાય. (૩) અપેલિઓ સહિ ભફખણયા : જેમાં જીવના પ્રદેશ રહી ગયા હોય એવી વસ્તુ ખાધી હેય કાકડી આદિ શાક ચૂલે મૂકીને તરત ઉતારી લીધું હોય તેથી તે બરાબર અચેત થતું નથી માટે શ્રાવકેથી આવા કાચાપાકા શાક આદિ ન ખવાય. ખાય તે અતિચાર લાગે. (૪) પેલિએ સહિ ભફખણયા: ખરાબ રીતે પકવેલે આહાર કર્યો હોય. ભડથા, ઉંધીયા વગેરે ઉધીયામાં ઘણી વાર આખી પાપડી આદિ જોયા વિના નંખાય છે, તેથી જેની જતના રહેતી નથી. આ શાકમાં ઘણી વાર જીવાતે હેય છે. તેને જે આખા ને આખા બાફી દેવામાં આવે તે કેટલા જીવોની હિંસા થઈ જાય. આ અભક્ષ આહાર કરે તે શ્રાવક કહેવાય ખરો? સાચે શ્રાવક તે એ જ વિચાર કરે કે મારે જીવન નિભાવવા ખાવું પડે છે પણ તે ખાતાં પાપ કેમ ઓછા લાગે તે રીતે ખાવું જોઈએ. આવા આહાર કરવાથી અતિચાર દોષ લાગે છે. આ બધા પાપ જીભના સ્વાદ માટે થાય છે. એક રસેન્દ્રિયના સ્વાદ માણવા જતાં જીવની દશા કેવી થાય છે?
એક વાર એક ભાઈ તૈયાર થઈને બહાર જવા નીકળતું હતું, ત્યાં તેને ત્રણ ચાર છીંક આવી. પત્ની કહે, ઉભા રહે. તમે બહાર ન જશે. તમને શરદી થઈ લાગે છે. હું તમને મશાલાવાળી ગરમ ગરમ ચા બનાવી આપું છું. આ ભાઈ જીભના સ્વાદીયા ઘણુ હતા. તે તે મનમાં હરખાઈ ગયા કે આજે ટેસ્ટદાર મસાલાવાળી ચા પીવા મળશે. પત્નીએ મસાલાવાળી ચા બનાવી આપી અને ભાઈએ ટેસ્ટથી પીધી. તેને તે શરદી થઈ ન હતી પણ ચાના સ્વાદમાં લલચાલે એટલે કહ્યું નહિ કે મને શરદી થઈ નથી. ચા પીને તે બહાર નીકળવા ગમે ત્યાં બીજી વાર બે ત્રણ છીંક આવી. પત્ની કહે-તમને ભારે શરદી થઈ ગઈ છે. ઊભા રહે, બીજી વાર ચા બનાવી આપું. પત્નીએ બીજી વાર મસાલાવાળી ચા બનાવી. પતિને બે કપ ચા પીવડાવી પછી કહ્યું–આટલી બધી શરદી થઈ ગઈ છે. આજે બહાર જવું નથી. બહારની હવા લાગશે તે વધારે શરદી થશે. હું તમને બામ ઘસી દઉં. તમે ઓઢીને સૂઈ જાઓ.
આ ભાઈને શરદીના બહાને બબ્બે વાર ગરમ ચા પીવા મળી એટલે તે ખુશ થયો પણ બામ લગાડવાનું કહ્યું તે ન ગમ્યું. મને શરદી તે છે નહિ અને ગરમી ઘણું છે. બામ કેવી રીતે સહન થાય? પણ આ તે શ્રીમતીની આજ્ઞા એટલે માનવી પડે. ભાઈ તો સૂઈ ગયા. પત્નીએ બામ લગાડી દીધું. બામ લગાડીને ત્રણ ચાર ધાબળા ઓઢાડયા. આ ભાઈનું તે આવી બન્યું. એક તે ધમધખતો ઉનાળો. વૈશાખ મહિનાના ભડકા જેવા તડકા. તેમાં ગરમ ચા પીવડાવી, બામ ઘસી અને ઉપર ગરમ ખૂંચે તેવા ધાબળા ઓઢાડવા. પછી શું બાકી રહે? તે તો પરસેવાથી રેબઝેબ થઈ ગયે. શરીરમાંથી પાણી ટપકવા લાગ્યું. તેનાથી સહન ન થયું. તેણે તે ધાબળા કાઢી નાંખ્યા ને બેઠે થઈ ગયે. પત્ની કહે-હું ઉઠવા નહિ દઉં. ધાબળા ઓઢીને સૂઈ જશે એટલે શરદી