________________
શારદા શિરેમણિ ]
[ ૭૯૭ હવે તે ૧૫ દિવસ બાકી રહ્યા. ઘણા પ્રયત્નો કરવા છતાં પતિ દેખાતા નથી. તેની આંખ સામે મોત ઝઝૂમવા લાગ્યું. રત્નસુંદરી ખૂબ બુદ્ધિશાળી હતી. તે પતિના મુખ સામે જોતા સમજી ગઈ કે મારા પતિ ભલે મને વાત કરતા નથી, મને બહાના બતાવે છે પણ ઊંડે ઊડે તેમના દિલમાં કઈ ભારે ચિંતા હોય તેવું લાગે છે. જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ તેમના મુખ પર ચિંતાની રેખા વધતી જાય છે. તે ઘણું પૂછે છે પણ કાંઈ કહેતા નથી. તે તે કહે મને કાંઈ નથી. દિવસે જતાં છ મહિના પૂરા થવાને હવે એક જ દિવસ બાકી હતું. હવે તેનું હૈયું તૂટી પડયું. તેની આશાઓ ધૂળમાં મળી ગઈ. મનમાં મને રથને મહેલ કકડભૂસ થઈ ગયે. બસ, હવે તે પતિ મળે ક્યાંથી ! પણ તેની પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા તેમાં કોઈ ફેરફાર થાય નહિ.
ગુણસુંદર કહે માણેકચંદને, સાંભળે મારી વાત,
મારી ચિતા તૈયાર કરા, કાલ સવારે અગ્નિસ્નાન હે..
ગુણસુંદરે માણેકચંદને કહ્યું-પિતાજી ! છ મહિના પૂરા થવામાં આજનો એક દિવસ બાકી છે. મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી માટે કાલે સવારે અગ્નિસ્નાન કરવાનું. આપ મારા માટે મશાનમાં ચિતા તૈયાર કરવા લાકડા મંગાવે. તે માટેની તૈયારી કરો. મારે કાલે સવારે અગ્નિસ્નાન કરી જીવનને અંત આણવાને છે.
અગ્નિસ્નાન શબ્દ સાંભળતા આંખમાં આંસુની ધારા : ગુણસુંદરની વાત સાંભળી માણેકચંદે કહ્યું બેટા ! તું આ શું બોલે છે? મારાથી આ શબ્દો સંભળાતા નથી. એમ બોલતા ઢગલે થઈને પડયા. થોડી વારે ભાનમાં આવ્યા. પછી ત્યા બેટા ! તારા પિતાજી તો દેશમાં છે. અત્યારે તે હું તારે બાપ છું. તારું આ કામ મારાથી નહિ બને. મેં તને ઉછેરી છે. તારું પાલનપોષણ કર્યું છે. તારા માથે વાત્સલ્યભર્યો હાથ ફેરવ્યો છે. એ હાથેથી તારી ચિતા કેવી રીતે ખડકી શકાય ? શું કહું તને જીવતા બાળી મૂકું ? ના..ના... મારાથી એ તે નહિ જ બને. આવું ભયંકર પાપ કરવાનું તું મને કયારે પણ કહીશ નહિ. કેટલા ઘેર કર્મો બંધાય ! આટલું બોલતાં તેમની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. પિતાજી! આપણે ઘરેથી નીકળ્યા ત્યારે પિતાજીને શું કહ્યું છે ? ત્યારે તેમની પાસે મેં પ્રતિજ્ઞા કરી છે કે છ મહિનામાં જે પતિ મળી જશે તો હું તમને સંદેશ મોકલાવીશ. જે પતિ નહિ મળે તે હું અગ્નિસ્નાન કરીશ. તે પ્રતિજ્ઞાથી હું ચલિત નહિ થાઉં. મારો નિયમ એટલે નિયમ. એ સિવાય હવે કોઈ રસ્તો નથી. હવે પતિ મળવાની કેઈ આશા નથી, પછી મારે જીવીને શું કામ છે ? હવે માણેકચંદ શેઠ ગુણસુંદરને શું કહેશે તેના ભાવ અવસરે. ભાદરવા વદ અમાસને રવિવાર : વ્યાખ્યાન નં. ૮૭ : તા. ૧૩-૧૦–૮૫
જિનેશ્વર ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત. જિનવાણીના નિરંતર શ્રવણથી આત્મામાં ભરાઈ ગયેલા દેશે અને દુર્ગણની પિછાણુ થાય. અજ્ઞાન