________________
૭૯૨ ]
[ શારદા શિરમણિ આવશ્યકતાઓ વધારી શકતા નહતા ? વધારી શકત પણ તેમણે પિતાના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિને માટે એ બધું ગૌણ માન્યું. સંતેષ એ એક એવે ગુણ છે કે બધી વિષમતાઓને ત્યાગના આધ્યાત્મિક વિકાસમાં બદલી દે છે. સંતોષ પ્રકાશ છે. જે આધ્યાત્મિક સાધનાના માર્ગને પ્રકાશિત કરે છે.
મીણ વેપાર માટે નહિ પણ દયા માટે ? યશોમતીના જીનવમાં સંતોષ હતો તો પિસા આપીને ખરીદેલું મીણ પણ પાપને ધંધે લેવાથી ઘરમાં ન આવવા દીધું. ડી વાર થઈ ત્યાં શેઠ જમવા માટે આવ્યા. તેમણે મીણને ચેકમાં નાંખેલું જોયું. તે ઘરમાં આવ્યા તે યશેમતી કાંઈ બોલી નહિ. શેઠ સમજી ગયા કે મારી પત્નીને આ ગમ્યું નથી તેથી ચેકમાં ઢગલે કરાવ્યો છે. શેઠ કાંઈ બેયા નહિ, ત્યારે પત્નીએ સામેથી કહ્યું કે તમને ખબર પડી કે મીણને ઢગલો ક્યાં કર્યો છે? શેઠ કહે, હું સમજું છું કે આ પાપને વેપાર છે તેથી તમે ઘરમાં નાંખવા દીધું નથી. સ્વામી ! તે પછી આ પાપ લાવ્યા જ શા માટે ? આપણે ત્યાં ધનને શું તોટો છે? દેવી! આ મીણ મેં વેપાર માટે ખરીદયું નથી. મારી કેવી કફોડી સ્થિતિ થઈ હતી તે તને કયાં ખબર છે? મીણને વેપારી ઘણું ભટકયે છતાં કઈ માલ ખરીદનાર ન મળ્યું તેથી તેઓ અકળાઈ ગયા, પગમાં પડીને મને કરગરવા લાગ્યા ને કહ્યું આપની નામના સાંભળીને અમે અહીં આવ્યા છીએ માટે આ માલ આપને ખરીદ પડશે, તેથી દયા ખાતર તેમનું દિલ સાચવવા માટે મેં લીધે છે.
યશોમતીની પાપભીરુતા : યશોમતી કહે છે તમને દયા આવી તે ભલે આવી. તમે મીણ વેપાર માટે નહિ પણ તેમનું દિલ સાચવવા લીધું એ વાત સાચી પણ દિલ સાચવવાના બીજા રસ્તા કયાં નહોતા? એ મીણની જેટલી કિંમત થાય એટલા પૈસા આપી દેવા હતા અને મીણ એમને પાછું લઈ જવા દેવું હતું, પણ આ પાપ આપણા ઘરમાં લાવ્યા શા માટે? તેને કહેવું હતું કે આ મીણ અમારે ન જોઈએ. આવા કર્મો કરવાથી થશે શું તમારું ? આ યશોમતી ધન પાછળ પાગલ ન હતી. અમારી બેને જે આવી યશોમતી બને તે તેને પતિ ધર્મવિહેણો રહે ખરો? પણ આજે તે બંનેને લાવેલા ને લાવે; એ સિવાય વાત નહિ; પછી તેના ઠઠારા પૂરા કરવા માટે તમારે પાપ કરવાના. એ પાપના ફળ તે તમારે એકલાને ભોગવવા પડશે. યમતીએ તે પતિની ઝાટકણી બરાબર કાઢી. મીણ તે ચેકમાં પડ્યું છે. સમય જતાં જતાં ચાર મહિના પસાર થઈ ગયા. ચોસલા પડયા છે તે કઈ લઈ જતા તે નથી ને? કઈ વિચાર નહિ. કોઈને પૂછતા નથી કે જોતા પણ નથી. તમે જેની પાછળ દોડધામ કરો છો તે પ્રારબ્ધમાં હશે તે મળશે. જજે, આ શેઠનું પ્રારબ્ધ કેવું કામ કરે છે.
આ તે તાપણું કે સેનું! શિયાળાની ઋતુ આવી. કડકડતી ઠંડી પડતી હતી. નાના બાળકે ઠંડી ઉડાડવા માટે લાકડા, છાણા સળગાવીને તાપણું કરવા બેઠા. બાજુમાં મીણના ચોસલાને ઢગલે પડયા હતા. એક છોકરાના મનમાં થયું કે મીણના આ