________________
૭૭૦ ]
[ શારદા શિરમણિ શકતો નથી. બે ને બે ચાર જેવી સીધી વાત છે. તમારે જે જોઈતું હોય તે બીજાને આપતા શીખે. બીજાને પ્રેમ મેળવે છે તે બીજાને પ્રેમ આપતા શીખે. - એક મોટા ગર્ભશ્રીમંત શેઠ હતા. તેમનો બંગલે તે જાણે આલિશાન ભવન ! બંગલે વિશાળ હોય એટલે ફનીચર પણ મોટું હોય. બંગલાને શણગારવા એટલું રાચરચીલું જોઈએ. આ શેઠને ત્યાં દિવાનખાનામાં લગભગ પાંચ હજાર રૂપિયાનું મોટું કાચનું ઝુમ્મર લટકાવેલું હતું. આ શેઠને સ્વભાવ ખૂબ ગરમ હતો. ઘરમાં કે દુકાનમાં જે કોઈથી રહેજ નુકશાન થાય તો તેનું આવી જ બને. એક વાર તેમની બાજુના બંગલામાં સંત પધાર્યા. ઘણાં માણસો તેમના વ્યાખ્યાનમાં આવતા. શેઠના મનમાં થયું કે લાવ, હું પણ વ્યાખ્યાનમાં જાઉં. શેઠની ભવ્યતા ખીલવાની હશે એટલે જવાનું મન થયું. શેઠ ગયા તો એવા ગયા કે સંતની વાણી હૃદયમાં ઉતરતી ગઈ. શેઠના વિચારે, વર્તન અને જીવન બધું બદલાયું. તેમને સમજાયું કે આ બધા પ્રત્યે મમતા, આસક્તિ, મૂછ રાખીને હું બેટા કર્મો બાંધી રહ્યો છું, જ્યારે આ કર્મો ભોગવવાના આવશે ત્યારે મને કેઈ બચાવવા નહિ આવે.
આવેશના બદલે આશ્વાસન : એક દિવસ ઘરને નોકર ટેબલ પર ચઢીને ઝુમ્મર સાફ કરી રહ્યો હતે. ઝુમ્મર ઊંચું ઘણું હતું. નોકરના હાથ ત્યાં પહોંચી શકતા ન હતા, તેથી લાકડીને કપડું ભરાવીને તેનાથી તે સાફ કરતે હતો. તેમાં અચાનક લાકડી જરા ઝુમ્મરને વાગી ગઈ. ઝુમ્મર નકુચામાંથી નીકળી ગયું અને કડડડ કરતું નીચે પડ્યું. તેના ટુકડે ટુકડા થઈ ગયા. નોકરનું મુખ તે ઢીલું થઈ ગયું. તે તે ભયથી ધ્રુજવા લાગ્યા. પાંચ હજારનું ઝુમ્મર ફૂટી ગયું. શેઠ સામે સોફા પર બેઠા છે. હવે મારું શું થશે ? શેઠ મને નેકરીમાંથી છૂટો કરી દેશે ? ૫૦૦૦ રૂપિયાના તૂટી ગયેલા ઝુમ્મરની નુકશાની જે મારે ભરપાઈ કરવાની થશે તે ? આ વિચારથી તેની આંખે અંધારા આવવા લાગ્યા. એ જ સમયે સેફા પર બેઠેલા શેઠે કહ્યું –બેટા રામા ! ગભરાઈશ નહિ. હજુ શેઠ આગળ તે પછી કહેશે પણ બેટા રામા ગભરાઈશ નહિ, આટલા શબ્દો બોલ્યા ત્યાં તેનો ગભરાટ શાંત થઈ ગયે, પછી આગળ કહ્યું-તું ટેબલ પરથી ખૂબ સાચવીને નીચે ઉતરજે, પછી ચારે બાજુ જે કાચના ટુકડાઓ પડયા છે તે તને વાગી ન જાય તે રીતે સાચવીને વાળી લેજે.
સંતના પ્રવચને પરિવર્તિત થયેલ જીવન : શેઠના આ શબ્દો સાંભળતા નોકરને થડકારે બંધ થઈ ગયું. તેણે શેઠ પાસેથી આવા સરસ મીઠા શબ્દો સાંભળવાની તે કઈ કલ્પના કરી ન હતી. કરે પણ કયાંથી ? કારણ કે શેઠ એવા ગરમ હતા કે આટલું ભારે મથું ઝુમ્મર તૂટતાં તેમની પારાશીશી ચઢી જાય પણ સંતના વ્યાખ્યાનથી શેઠના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું ? નેકર તે શેઠના શબ્દો સાંભળીને ગદ્ગદ્, થઈ ગયો. તે ટેબલથી નીચે ઉતર્યો. વેરાયેલા કાચના ટુકડા બધા વાળીઝૂડીને ભેગા કરી દીધા અને એક બાજુ ફેંકી આબે, પછી શેઠે કહ્યું-રામા ! ઝુમ્મર તૂટી ગયું